ગુજરાત પોલીસનો સપાટો: નાર્કોટિક્સનાં ગુન્હામાં સંડોવાયેલા વધુ પાંચ રીઢા આરોપીઓની NDPS હેઠળ અટકાયત

ગુજરાત પોલીસે નશીલા પદાર્થ સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી તેજ બનાવી છે. પોલીસ દ્વારા Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act, 1988 (PIT NDPS Act) હેઠળ વધુ પાંચ આરોપીઓને અટકાયત કરી રાજ્યની વિવિધ જેલોમાં મોકલી આપ્યા છે.

આ અટકાયતના આદેશો ગુજરાત રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP-CID Crime) ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) અને CID ક્રાઈમની ટીમોએ કરી છે અને રાજકોટ શહેર, અરવલ્લી, બનાસકાંઠા, નવસારી અને જુનાગઢ જિલ્લાનાં આ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

અટકાયત કરાયેલા વ્યક્તિઓમાં ભિલોડા તાલુકાના વાંકાટીંબા ગામના બાબુભાઈ નીનામા (49), પાલનપુર (બનાસકાંઠા)ના ઈશ્વર ઉર્ફે હેંડલ સલાટ (28), વાંસદા (નવસારી)ના મનોજગીરી ગોસ્વામી (45), જુનાગઢના વહીદ પંજા (50) અને રાજકોટના ઇમરાન બેલીમ (32)નો સમાવેશ થાય છે. આ તમામને અગાઉ NDPS અધિનિયમની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેઓ જામીન પર મુક્ત હતા.

ગુજરાત પોલીસનાં જણાવ્યા અનુસાર, PIT NDPS અધિનિયમ હેઠળ આવા વ્યક્તિઓને પૂર્વગામી અટકાયત (preventive detention) હેઠળ રાખી શકાય છે, જેથી તેઓ નશીલા પદાર્થોના વેચાણ, ખરીદી, પરિવહન અથવા સંગ્રહ જેવી પ્રવૃત્તિઓમાં ફરી જોડાય નહી.

જેલમુક્ત થયા પછી પણ આવા લોકો ફરીવખત નશીલા પદાર્થોનાં વેચાણ અથવા તેના કારોબારમાં ફરી વખત સક્રિય થઇ શકે તેમ છે, તેવા સમયે આ કાર્યવાહી કરવામાં આવે છે. રાજ્ય સરકારે નશીલા પદાર્થ સંબંધિત ગુનાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ અપનાવી છે. ગુજરાત પોલીસે જણાવ્યું કે “જેમ અસામાજિક તત્વો સામે PASA લાગુ કરવામાં આવે છે, તેમ જ નાર્કોટિક્સ સંબધિત ગુન્હાનાં આરોપીઓ સામે PIT NDPS અધિનિયમ લાગુ કરવામાં આવે છે,”.

રાજ્યને ‘નશામુક્ત’ બનાવવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે અને આ માટે જે કોઇ કાર્ય કરવુ પડે તેના માટે તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે.
વર્ષ 2025 દરમિયાન કુલ 86 આરોપીઓને PIT NDPS અધિનિયમ હેઠળ અટકાયત કરીને રાજ્યની વિવિધ જેલોમાં મોકલવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે અત્યાર સુધીના ચાર મહિનામાં 21 વ્યક્તિઓને આ કડક અભિયાન હેઠળ અટકાયત કરવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    Raihan:પ્રિયંકા ગાંધીના પુત્ર રૈહાન વાધ્રાની સગાઈ : અવિવા બૈગ વિશે જાણો 5 મહત્વપૂર્ણ વાતો Exciting

    Raihan વાડ્રા-અવિવા બૈગની સગાઈ: કોણ છે અવિવા બૈગ? જાણો 5 મહત્વની વાતો પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રાના પુત્ર Raihan વાડ્રાની સગાઈ અવિવા બૈગ સાથે થઈ છે. રાજસ્થાનના રણથંભોરમાં પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં યોજાયેલા ખાનગી સમારંભ બાદ આ સંબંધની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી. બંને લાંબા સમયથી એકબીજાને ઓળખે છે અને તેમના સંબંધને લગભગ સાત વર્ષ થયા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. સગાઈ બાદ અવિવા બૈગ કોણ છે, તેમનું શિક્ષણ શું છે અને તેઓ વ્યવસાયિક રીતે શું કરે છે તે અંગે લોકોમાં ઉત્સુકતા વધી છે. ઉપલબ્ધ જાહેર માહિતીના આધારે જાણીએ અવિવા બૈગ વિશેની 5 મહત્વની વાતો. 1. કોણ છે અવિવા બૈગ? અવિવા બૈગ દિલ્હી સ્થિત ફોટોગ્રાફર અને પ્રોડ્યુસર છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, તેઓ…

    Gujarat TAT-S Main Exam 2026: શિક્ષક બનવાના સપનાનો મહામુકાબલો.. Skill Test..

    Gujaratમાં આજે TAT-S મુખ્ય પરીક્ષા, 403 કેન્દ્રો પર 75,992 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે Gujaratમાં શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો માટે આજનો દિવસ મહત્વનો છે. 20 સપ્ટેમ્બર, 2026ના રોજ રાજ્યમાં શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે TAT-Sની મુખ્ય પરીક્ષા યોજાઈ રહી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત આ પરીક્ષામાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં કુલ 403 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી રહી છે. આ પરીક્ષામાં કુલ 75,992 ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિવિધ કેન્દ્રો પર જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. TAT-S એટલે કે Teacher Aptitude Test – Secondary માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે કારકિર્દી બનાવવા ઇચ્છતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ પરીક્ષા છે. આજની મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારો અગાઉની પ્રાથમિક પરીક્ષામાં સફળ થયા બાદ લાયક…