GSRTCની ડિજિટલ ક્રાંતિ: હવે એસ.ટી. બસની સમસ્યાઓ એક ક્લિકમાં થશે હલ

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી ‘પેસેન્જર ફીડબેક અને પરફોર્મન્સ રેટિંગ સિસ્ટમ’ને રાજ્યભરમાં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. હવે એસ.ટી. બસમાં મુસાફરી દરમિયાન કોઈ પણ સમસ્યા હોય તો મુસાફરોને ફરિયાદ કરવા માટે કચેરી સુધી જવાની જરૂર નથી. બસમાં મૂકાયેલા QR કોડને સ્કેન કરીને તેઓ તરત જ પોતાનો પ્રતિભાવ આપી શકે છે.

માર્ચ 2026માં શરૂ થયેલી આ નવી સિસ્ટમમાં માત્ર એક જ મહિનામાં 1,702 મુસાફરોએ પોતાનો પ્રતિભાવ નોંધાવ્યો છે. મુસાફરોએ GSRTC સેવાઓને સરેરાશ 5 માંથી 4.5 રેટિંગ આપ્યું છે, જે જાહેર પરિવહન પ્રત્યે લોકોનો વિશ્વાસ દર્શાવે છે.

આ સિસ્ટમની અસરકારકતા તાજેતરમાં ત્યારે જોવા મળી જ્યારે મુસાફરોએ AC અને Volvo બસોમાં દુર્ગંધની ફરિયાદ કરી હતી. તંત્રએ તરત જ કાર્યવાહી કરીને રાજ્યભરની તમામ AC-Volvo બસોમાં એર ફ્રેશનર લગાવવાની સૂચના આપી સમસ્યાનો ઉકેલ લાવ્યો હતો. મુસાફરો દ્વારા સલામતીને 4.7, સ્ટાફના વર્તનને 4.6 અને સ્વચ્છતાને 4.5 રેટિંગ મળ્યું છે.

આગામી સમયમાં GSRTC દ્વારા રાજ્યના 400થી વધુ બસ ડેપો પર પણ સ્વચ્છતા માટે વિશેષ QR કોડ લગાવવામાં આવશે, જેથી મુસાફરો ડેપોની સ્થિતિ અંગે પણ પ્રતિભાવ આપી શકે. રાજ્યમાં દરરોજ 8,000થી વધુ બસો દ્વારા આશરે 27 લાખ મુસાફરો મુસાફરી કરે છે અને આ આંકડો 30 લાખ સુધી પહોંચાડવાનો નિગમનો લક્ષ્ય છે.

અધિકારીઓ મુજબ, મુસાફરોનાં પ્રતિભાવો આધારે સેવાઓમાં તાત્કાલિક સુધારા કરવામાં આવી રહ્યા છે. આ નવી પહેલને કારણે GSRTCના પરફોર્મન્સ રેટિંગમાં નોંધપાત્ર સુધારો થયો છે અને મુસાફરોની ભાગીદારી પણ સતત વધી રહી છે.

હવે મુસાફરો બસમાં લગાવેલા QR કોડને સ્કેન કરીને સ્વચ્છતા, બેઠક સુવિધા, સમયપાલન, સ્ટાફ વર્તન અને સલામતી જેવા મુદ્દાઓ પર સરળતાથી રેટિંગ આપી શકે છે. ફરિયાદ સાથે ફોટા અપલોડ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેનાથી સમસ્યાનો ઝડપી નિકાલ શક્ય બન્યો છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    પૂર્વ CM શંકરસિંહ વાઘેલાની 9 વર્ષ બાદ Congressમાં ઘરવાપસીની તૈયારી! અમિત ચાવડાએ કરી પુષ્ટિ…..

    B INDIA ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ફરી એક વખત મોટી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા એટલે કે ‘બાપુ’ની Congressમાં સંભવિત ઘરવાપસી અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. ગુજરાત Congress પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શંકરસિંહ વાઘેલા સાથે કોંગ્રેસમાં જોડાણ અંગે હાઈકમાન્ડ સ્તરે ચર્ચા ચાલી રહી હોવાના સંકેત આપ્યા છે. બીજી તરફ, શંકરસિંહ વાઘેલાએ પણ આ વાતને લઈને ‘હા, સાચી વાત’ કહી હોવાના અહેવાલો છે. જોકે, હાલની સ્થિતિમાં શંકરસિંહ વાઘેલા સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે એવી જાહેરાત થઈ નથી. તેથી તેમની ‘ઘરવાપસી’ને હાલ ચર્ચા અને વાટાઘાટોના તબક્કામાં જોવામાં આવી રહી છે. અમિત ચાવડાના નિવેદનથી રાજકારણ ગરમાયું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નિવેદન બાદ શંકરસિંહ…

    Gujaratમાં ડેન્ગ્યુ-મેલેરિયાના કેસોમાં ઘટાડો, આરોગ્ય વિભાગની સઘન કામગીરી 2026 Huge Relief

    Gujaratમાં ડેન્ગ્યુ-મેલેરિયા પર આરોગ્ય વિભાગની સઘન નજર, કેસોમાં નોંધપાત્ર ઘટાડો ગાંધીનગર: Gujaratમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે. આ અંતર્ગત આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાઓ તેમજ મહાનગરપાલિકા વિસ્તારોમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન રાજ્યમાં ચાલી રહેલી રોગ નિયંત્રણ, નિદાન અને સર્વેલન્સ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને ડેન્ગ્યુના ઝડપી નિદાન માટેની વ્યવસ્થાઓ, સીરમ સેમ્પલના ટેસ્ટિંગ તેમજ શંકાસ્પદ દર્દીઓની તપાસ અંગે આરોગ્ય વિભાગ પાસેથી માહિતી મેળવવામાં આવી હતી. Gujarat:મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે,…