અમદાવાદ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી સંદર્ભે ચૂંટણી નિરીક્ષકને રૂબરૂ મળી શકાશે

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓના સુચારુ સંચાલન માટે વિવિધ ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જે અંતર્ગત, અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારનાં ચૂંટણી નિરીક્ષક તરીકે GSPC, ગાંધીનગરનાં મેનેજિંગ ડાયરેક્ટર અવંતિકા સિંઘ ઔલખ (IAS)ની નિયુક્તિ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુસર આદર્શ આચારસંહિતાનો અમલ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અથવા ચૂંટણી સંબંધિત અન્ય કોઈ પણ પ્રશ્નો કે સૂચનો માટે સંબંધિત પક્ષો/ઉમેદવારો/મતદાતાઓ તેમને GSPC ભવન, ઉદ્યોગ ભવન પાછળ, સેક્ટર-11, ગાંધીનગર-382010 ખાતે રૂબરૂ મળી શકશે અથવા 7966701203 પર ટેલિફોનિક સંપર્ક કરી શકશે તેમ જણાવાયું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    6 લાખનું પાટણનું પટોળું કેવી રીતે બને? 5 કારીગરોની 6 મહિનાની મહેનતથી તૈયાર થાય છે વિશ્વપ્રસિદ્ધ હસ્તકળા 2026 Exquisite Art.

    ₹6 લાખનું પાટણનું પટોળું કેવી રીતે બને? 5 કારીગરોની 6 મહિનાની મહેનત પછી તૈયાર થાય છે વિશ્વપ્રસિદ્ધ હસ્તકળાનો અજોડ નમૂનો પટોળું  ગુજરાતના વિશ્વવિખ્યાત પાટણના પટોળાની બનાવટ, કિંમત, કારીગરોની મહેનત અને તેની વૈશ્વિક ઓળખ વિશે જાણો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને પણ પટોળું ભેટમાં આપ્યું હતું. ગુજરાતની ધરતી પર જન્મેલી અનેક પરંપરાગત કલાઓમાં પાટણનું પટોળું (Patan Patola) વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. તેની અદભૂત ડિઝાઇન, સૂક્ષ્મ કારીગરી અને અનોખી વણાટ પદ્ધતિને કારણે પટોળું માત્ર એક સાડી નથી, પરંતુ ભારતીય હસ્તકળાનું જીવંત પ્રતીક છે. આજે પણ એક અસલી પટોળાની કિંમત લાખોમાં પહોંચી શકે છે. કેટલીક વિશેષ ડિઝાઇનવાળી પટોળા સાડીની કિંમત ₹6 લાખ કે તેથી વધુ પણ હોઈ શકે છે. પાટણના પટોળાની વૈશ્વિક લોકપ્રિયતાનો અંદાજ એ…

    સુરત ગ્રામ્ય LCBનો મોટો સપાટો: ૪ કરોડનો ૨૫૦૦ કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો 2026 Route Trap

    સુરત ગ્રામ્ય LCBએ 4 કરોડનો 2500 કિલો પોષડોડાનો જથ્થો ઝડપ્યો: 125 કોથળા જપ્ત, આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા અપનાવ્યો 1200 કિમીનો રૂટ  સુરત ગ્રામ્ય LCBએ અંદાજે ₹4 કરોડની કિંમતના 2500 કિલો પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. 125 કોથળામાં ભરાયેલો માલ જપ્ત કરાયો. પોલીસને ગેરમાર્ગે દોરવા આરોપીઓએ 500 કિમીના બદલે 1200 કિમીનો લાંબો રૂટ અપનાવ્યો હતો. ગુજરાતમાં નશીલા પદાર્થો અને ગેરકાયદેસર માલસામાનના પરિવહન સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે જ કડીમાં **સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)**ને મોટી સફળતા મળી છે. પોલીસે અંદાજે ₹4 કરોડની કિંમતના 2500 કિલો પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થો એક મણ વજનના કુલ 125 કોથળામાં ભરેલો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે…