સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ (SVAP)નું આયોજન

આગામી 26  એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધારવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર માર્ગદર્શન હેઠળ ‘SVAP’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં વિવિધ પ્રેરક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિયાનનો પ્રારંભ 13 એપ્રિલના રોજ પ્રાર્થના સભામાં મતદાનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવશે. 15 થી 18 એપ્રિલ દરમિયાન શાળાઓમાં નિબંધ, વકતૃત્વ, સ્લોગન લેખન, ચિત્રકલા અને રંગોળી જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાશે, જેમાં વિદ્યાર્થીઓ પોતાની સર્જનાત્મકતા દ્વારા મતદાનનું મહત્વ સમજાવશે. ટેકનિકલ જાગૃતિ માટે 16 એપ્રિલના રોજ ELC ક્લબ દ્વારા EVM મશીન વિશે સમજ આપવામાં આવશે.

મતદાર જાગૃતિના આ પર્વને વધુ વેગ આપવા માટે 21 એપ્રિલે વિદ્યાર્થીઓ દ્વારા શેરી નાટકો અને 22 એપ્રિલે જન જાગૃતિ રેલી તથા માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ પ્રવૃત્તિઓનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ મારફતે તેમના વાલીઓ અને સમગ્ર સમાજમાં મતદાન અંગે સકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો છે. જિલ્લા શિક્ષણાધિકારી અને નોડલ ઓફિસર (SVAP) દ્વારા તમામ શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓને આ લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક જોડાઈ 26 એપ્રિલના રોજ મહત્તમ મતદાન થાય તેવા પ્રયાસો કરવા સૂચના આપવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    SURAT : Axis.apk ફેક એપથી ₹1.10 કરોડની છેતરપિંડી, મુંબઈની ત્રિપુટી ઝડપાઈ Protection

    Surat : દેશભરમાં ₹16.13 કરોડની 29 ફરિયાદમાં આ ખાતું વપરાયું: Axis.apk ફેક એપ દ્વારા ₹1.10 કરોડની છેતરપિંડી, બેંક એકાઉન્ટ કમિશન પર વેચનાર મુંબઈની ત્રિપુટી દબોચાઈ Surat: સાયબર ક્રાઇમની દુનિયામાં ફેક ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન અને બેંક એકાઉન્ટનો ગેરકાયદેસર ઉપયોગ કરીને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે.Suratમાં 71 વર્ષીય નિવૃત્ત વ્યક્તિ પાસેથી ₹1.10 કરોડની છેતરપિંડીના કેસમાં તપાસ દરમિયાન ‘Axis.apk’ નામની ફેક એપ્લિકેશનનો ઉપયોગ થયાની વિગતો સામે આવી છે. પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ રોકાણના નામે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ કેસમાં વધુ ગંભીર બાબત એ છે કે પોલીસ તપાસમાં એક બેંક એકાઉન્ટનો ઉપયોગ દેશભરની અનેક સાયબર છેતરપિંડીની ફરિયાદોમાં થયો હોવાની માહિતી સામે આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. અહેવાલ મુજબ આ ખાતું 29…

    Gujaratના 31 જિલ્લામાં 1 ઓક્ટોબરથી ESIC યોજના અમલી 8 લાખ નવા શ્રમિકોને મળશે લાભ! Protection

    Gujaratના 31 જિલ્લામાં 1 ઓક્ટોબરથી ESIC યોજના અમલી, 8 લાખ નવા શ્રમિકોને મળશે લાભ! Gujarat ગાંધીનગર: Gujaratના શ્રમિકો માટે સામાજિક સુરક્ષાને લગતા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગેઝેટ સૂચના મુજબ 1 ઓક્ટોબર 2026થી Gujaratના 31 જિલ્લાઓમાં કર્મચારી રાજ્ય વીમા યોજના એટલે કે ESICના કવરેજનો વિસ્તાર થશે. તેમાં અગાઉ ESIC હેઠળ સંપૂર્ણપણે આવરી લેવાયેલા ન હોય તેવા 15 જિલ્લાઓ અને આંશિક રીતે આવરી લેવાયેલા 16 જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ નિર્ણય બાદ સંબંધિત વિસ્તારોમાં પાત્ર કર્મચારીઓ અને તેમના નોકરીદાતાઓ માટે ESIC હેઠળ યોગદાનની જોગવાઈ લાગુ થશે અને કર્મચારીઓને યોજના હેઠળના લાભો મળવા પાત્ર બનશે. -> 1 ઓક્ટોબરથી લાગુ થશે નવી વ્યવસ્થા : શ્રમ અને રોજગાર મંત્રાલયે 25 સપ્ટેમ્બર…