ભારત-યુકે FTA અમલની દિશામાં મોટું પગલું: વિદેશી કાર અને સ્કોચ વ્હિસ્કી થશે સસ્તી

ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે લાંબા સમયથી રાહ જોવાતો મુક્ત વેપાર કરાર (FTA) હવે અમલની નજીક પહોંચી ગયો છે. 24 જુલાઈ 2025ના રોજ બંને દેશોએ Comprehensive Economic and Trade Agreement (CETA) પર હસ્તાક્ષર કર્યા હતા, જેનો અમલ મે મહિનાના બીજા અઠવાડિયા આસપાસ થવાની શક્યતા છે.

વેપારમાં મોટો વધારો થવાની અપેક્ષા
આ કરાર હેઠળ ભારતમાંથી બ્રિટન નિકાસ થતી 99% વસ્તુઓ પર ડ્યુટી નહીં લાગશે. આથી ભારતીય ઉદ્યોગો જેમ કે કાપડ, રત્ન-ઝવેરાત, ફૂટવેર અને રમકડાં ક્ષેત્રને વૈશ્વિક બજારમાં મોટું પ્લેટફોર્મ મળશે. અંદાજ મુજબ 2030 સુધી બંને દેશો વચ્ચેનો વેપાર 56 અબજ ડોલર સુધી પહોંચી શકે છે.

લક્ઝરી કાર અને વ્હિસ્કી થશે સસ્તી
આ કરારનો સીધો લાભ ગ્રાહકોને પણ મળશે. ખાસ કરીને સ્કોચ વ્હિસ્કી પરની આયાત ડ્યુટી હાલના 150%થી ઘટીને 75% થશે 2035 સુધીમાં તે 40% સુધી ઘટી શકે છે. બ્રિટિશ લક્ઝરી કાર પરની ડ્યુટી 110%થી ઘટાડીને આગામી વર્ષોમાં લગભગ 10% સુધી લાવવામાં આવશે. આ ઉપરાંત ચોકલેટ, બિસ્કિટ અને કોસ્મેટિક્સ જેવી વસ્તુઓના ભાવમાં પણ ઘટાડો જોવા મળી શકે છે.

રોજગાર અને કામદારો માટે ફાયદો
આ કરાર હેઠળ બંને દેશોએ ડબલ કોન્ટ્રીબ્યુશન કરાર (DCC) પણ કર્યો છે, જેમાં વિદેશમાં કામ કરતા કર્મચારીઓને બે વખત સોશિયલ ટેક્સ ચૂકવવો નહીં પડે. આ પગલાથી રોજગાર તકોમાં વધારો થવાની અને કામદારોને આર્થિક રાહત મળવાની અપેક્ષા છે.

ભારત માટે નવું બજાર
આ કરારથી ભારતના ઇલેક્ટ્રિક અને હાઈબ્રિડ વાહન ઉત્પાદકોને યુકેના બજારમાં સરળ પ્રવેશ મળશે, જેનાથી ઓટોમોબાઇલ ક્ષેત્રમાં નવી તકો ઊભી થઈ શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    SURAT : Axis.apk ફેક એપથી ₹1.10 કરોડની છેતરપિંડી, મુંબઈની ત્રિપુટી ઝડપાઈ Protection

    Surat : દેશભરમાં ₹16.13 કરોડની 29 ફરિયાદમાં આ ખાતું વપરાયું: Axis.apk ફેક એપ દ્વારા ₹1.10 કરોડની છેતરપિંડી, બેંક એકાઉન્ટ કમિશન પર વેચનાર મુંબઈની ત્રિપુટી દબોચાઈ Surat: સાયબર ક્રાઇમની દુનિયામાં ફેક ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન અને બેંક એકાઉન્ટનો ગેરકાયદેસર ઉપયોગ કરીને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે.Suratમાં 71 વર્ષીય નિવૃત્ત વ્યક્તિ પાસેથી ₹1.10 કરોડની છેતરપિંડીના કેસમાં તપાસ દરમિયાન ‘Axis.apk’ નામની ફેક એપ્લિકેશનનો ઉપયોગ થયાની વિગતો સામે આવી છે. પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ રોકાણના નામે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ કેસમાં વધુ ગંભીર બાબત એ છે કે પોલીસ તપાસમાં એક બેંક એકાઉન્ટનો ઉપયોગ દેશભરની અનેક સાયબર છેતરપિંડીની ફરિયાદોમાં થયો હોવાની માહિતી સામે આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. અહેવાલ મુજબ આ ખાતું 29…

    Gujaratના 31 જિલ્લામાં 1 ઓક્ટોબરથી ESIC યોજના અમલી 8 લાખ નવા શ્રમિકોને મળશે લાભ! Protection

    Gujaratના 31 જિલ્લામાં 1 ઓક્ટોબરથી ESIC યોજના અમલી, 8 લાખ નવા શ્રમિકોને મળશે લાભ! Gujarat ગાંધીનગર: Gujaratના શ્રમિકો માટે સામાજિક સુરક્ષાને લગતા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગેઝેટ સૂચના મુજબ 1 ઓક્ટોબર 2026થી Gujaratના 31 જિલ્લાઓમાં કર્મચારી રાજ્ય વીમા યોજના એટલે કે ESICના કવરેજનો વિસ્તાર થશે. તેમાં અગાઉ ESIC હેઠળ સંપૂર્ણપણે આવરી લેવાયેલા ન હોય તેવા 15 જિલ્લાઓ અને આંશિક રીતે આવરી લેવાયેલા 16 જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ નિર્ણય બાદ સંબંધિત વિસ્તારોમાં પાત્ર કર્મચારીઓ અને તેમના નોકરીદાતાઓ માટે ESIC હેઠળ યોગદાનની જોગવાઈ લાગુ થશે અને કર્મચારીઓને યોજના હેઠળના લાભો મળવા પાત્ર બનશે. -> 1 ઓક્ટોબરથી લાગુ થશે નવી વ્યવસ્થા : શ્રમ અને રોજગાર મંત્રાલયે 25 સપ્ટેમ્બર…