અમેરિકા–ઈરાન યુદ્ધવિરામ: મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે શાંતિ તરફ મોટું પગલું

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે મહત્વપૂર્ણ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ Donald Trumpએ ઈરાન સામેના સૈન્ય હુમલાઓ આગામી બે અઠવાડિયા માટે રોકવાનો નિર્ણય લીધો છે, જેને વૈશ્વિક સ્તરે રાહતના સમાચાર તરીકે જોવામાં આવી રહ્યા છે.

માહિતી મુજબ, પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરની અપીલ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બંને નેતાઓએ યુદ્ધ ટાળવા માટે અમેરિકાને ખાસ વિનંતી કરી હતી. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘Truth Social’ પર જણાવ્યું હતું કે ઈરાન હવે Strait of Hormuzને સુરક્ષિત રીતે ખોલવા તૈયાર થઈ ગયું છે. સાથે જ, ઈરાને અમેરિકાના 10-સૂત્રીય પ્રસ્તાવને સ્વીકાર કર્યો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

અમેરિકી રાષ્ટ્રપતિના જણાવ્યા અનુસાર, અમેરિકા પોતાના મોટાભાગના લશ્કરી લક્ષ્યાંકો હાંસલ કરી ચૂક્યું છે અને હવે શાંતિ માટે મજબૂત સમજૂતી તરફ આગળ વધી રહ્યું છે. આ યુદ્ધવિરામ દ્વિપક્ષીય હોવાનું જણાવાયું છે, એટલે કે ઈરાન તરફથી પણ કોઈ ઉશ્કેરણીજનક કાર્યવાહી નહીં કરવામાં આવે. આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોના મતે, આ સમગ્ર પ્રક્રિયામાં પાકિસ્તાનની મધ્યસ્થ ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. તેલ સપ્લાય અંગે વિશ્વભરમાં જે ચિંતા ઊભી થઈ હતી, તેમાં પણ આ નિર્ણય બાદ સ્થિરતા આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આગામી 14 દિવસ બંને દેશો માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન સ્થાયી શાંતિ કરાર માટે અંતિમ ચર્ચાઓ થવાની શક્યતા છે. વિશ્વભરમાં આ યુદ્ધવિરામને આશાની કિરણ તરીકે જોવામાં આવી રહ્યું છે. હવે નજર એ પર રહેશે કે શું અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા ગાળાની શાંતિ સ્થાપિત થઈ શકે છે કે નહીં.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    લોકસભામાં ચર્ચા વિના પાસ થયું ટેક્સેશન બિલ 2026, શું ભવિષ્યમાં UPI પેમેન્ટ પર લાગશે ચાર્જ?

    લોકસભામાં વિપક્ષના ભારે હોબાળા વચ્ચે ‘ટેક્સેશન એન્ડ અધર લોઝ (એમેન્ડમેન્ટ) બિલ, 2026’ ચર્ચા વિના જ પસાર કરવામાં આવ્યું છે. આ બિલમાં ટેક્સ કાયદા ઉપરાંત ડિજિટલ પેમેન્ટ, વિદેશી રોકાણ અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે આ સુધારાઓનો મુખ્ય હેતુ ભારતને વૈશ્વિક રોકાણ માટે વધુ આકર્ષક બનાવવાનો, ‘મેક ઈન ઈન્ડિયા’ અભિયાનને વેગ આપવાનો અને દેશના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે. લોકસભામાં આ બિલ હવે ઈનકમ ટેક્સ એક્ઝેમ્પ્શન ઓર્ડિનન્સ, 2026નું સ્થાન લેશે અને તેની સાથે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007માં પણ મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. UPI પેમેન્ટ પર હાલ નહીં લાગે કોઈ ચાર્જ લોકસભામાં બિલમાં સૌથી વધુ ચર્ચા UPI અને ડિજિટલ પેમેન્ટને લઈને થઈ રહી છે.…

    Gen Z દેશની સૌથી પ્રામાણિક પેઢી, વિરોધ કરનારાઓને દેશદ્રોહી ન કહો: RSS પ્રમુખ મોહન ભાગવત

    દેશભરમાં વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે દેશની નવી પેઢી એટલે કે Gen Z અને Gen Alpha પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આજની યુવા પેઢી સવાલ પૂછે છે, તર્ક માંગે છે અને પરિવર્તનની માંગ કરે છે, જેને નકારાત્મક રીતે જોવાની જરૂર નથી. ભાગવતે કહ્યું કે યુવાનોનો અવાજ લોકશાહીની શક્તિ છે અને તેમની વાતને ગંભીરતાથી સાંભળવી જોઈએ. તેમણે ઉમેર્યું કે આજના યુવાનો માત્ર વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરતા નથી, પરંતુ તેઓ સમાજ અને વ્યવસ્થામાં જરૂરી સુધારાની માંગ માટે અવાજ ઉઠાવે છે. વિરોધ કરનાર પેઢીને દેશદ્રોહી ગણાવવું યોગ્ય નથી…