ભાજપના 46મા સ્થાપના દિવસની ગાંધીનગરમાં ભવ્ય ઉજવણી, ‘કમલમ’ ખાતે કેસરીયો માહોલ, કાર્યકરોની ભીડ

ગાંધીનગર:  ગાંધીનગર ખાતે આવેલા કમલમ કાર્યાલય માં ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસની નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના હસ્તે ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી.  આ પ્રસંગે ભાજપના સ્થાપકો, વરિષ્ઠ નેતાઓ અને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધારાસભ્યો, પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ‘કમલમ’ કાર્યાલય સમગ્ર રીતે કેસરીયા રંગમાં રંગાયેલો જોવા મળ્યો હતો, જ્યાં કાર્યકરોમાં ઉત્સાહ અને ઉજવણીનો વિશેષ માહોલ સર્જાયો હતો. કાર્યક્રમ દરમિયાન કાર્યકરો દ્વારા ભાજપના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ભાજપના આગેવાનો દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા, તેમજ બૂથ સ્તરે પાર્ટીને વધુ સક્રિય બનાવવા માટે કાર્યકરોને આહ્વાન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં પણ બૂથ સ્તરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધ્વજવંદન, સેવા કાર્યો અને સંગઠન સંબંધિત પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો.

પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા કાર્યકરો સાથે સીધો સંપર્ક જળવાઈ રહે છે અને સંગઠન વધુ સશક્ત બને છે. ગાંધીનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમને લઈને ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    6 લાખનું પાટણનું પટોળું કેવી રીતે બને? 5 કારીગરોની 6 મહિનાની મહેનતથી તૈયાર થાય છે વિશ્વપ્રસિદ્ધ હસ્તકળા 2026 Exquisite Art.

    ₹6 લાખનું પાટણનું પટોળું કેવી રીતે બને? 5 કારીગરોની 6 મહિનાની મહેનત પછી તૈયાર થાય છે વિશ્વપ્રસિદ્ધ હસ્તકળાનો અજોડ નમૂનો પટોળું  ગુજરાતના વિશ્વવિખ્યાત પાટણના પટોળાની બનાવટ, કિંમત, કારીગરોની મહેનત અને તેની વૈશ્વિક ઓળખ વિશે જાણો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને પણ પટોળું ભેટમાં આપ્યું હતું. ગુજરાતની ધરતી પર જન્મેલી અનેક પરંપરાગત કલાઓમાં પાટણનું પટોળું (Patan Patola) વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. તેની અદભૂત ડિઝાઇન, સૂક્ષ્મ કારીગરી અને અનોખી વણાટ પદ્ધતિને કારણે પટોળું માત્ર એક સાડી નથી, પરંતુ ભારતીય હસ્તકળાનું જીવંત પ્રતીક છે. આજે પણ એક અસલી પટોળાની કિંમત લાખોમાં પહોંચી શકે છે. કેટલીક વિશેષ ડિઝાઇનવાળી પટોળા સાડીની કિંમત ₹6 લાખ કે તેથી વધુ પણ હોઈ શકે છે. પાટણના પટોળાની વૈશ્વિક લોકપ્રિયતાનો અંદાજ એ…

    સુરત ગ્રામ્ય LCBનો મોટો સપાટો: ૪ કરોડનો ૨૫૦૦ કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો 2026 Route Trap

    સુરત ગ્રામ્ય LCBએ 4 કરોડનો 2500 કિલો પોષડોડાનો જથ્થો ઝડપ્યો: 125 કોથળા જપ્ત, આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા અપનાવ્યો 1200 કિમીનો રૂટ  સુરત ગ્રામ્ય LCBએ અંદાજે ₹4 કરોડની કિંમતના 2500 કિલો પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. 125 કોથળામાં ભરાયેલો માલ જપ્ત કરાયો. પોલીસને ગેરમાર્ગે દોરવા આરોપીઓએ 500 કિમીના બદલે 1200 કિમીનો લાંબો રૂટ અપનાવ્યો હતો. ગુજરાતમાં નશીલા પદાર્થો અને ગેરકાયદેસર માલસામાનના પરિવહન સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે જ કડીમાં **સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)**ને મોટી સફળતા મળી છે. પોલીસે અંદાજે ₹4 કરોડની કિંમતના 2500 કિલો પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થો એક મણ વજનના કુલ 125 કોથળામાં ભરેલો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે…