મિશન કર્મયોગી: ગુજરાતના વહીવટી તંત્રને વધુ સક્ષમ બનાવવા ગાંધીનગરમાં મંથન

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-26 સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા) ખાતે ગુજરાત સરકારના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ દ્વારા ‘ઇન્સ્ટિટ્યુશનલાઇઝિંગ કેપેસિટી બિલ્ડીંગ: ફ્રોમ ટ્રેનિંગ ટુ પરફોર્મન્સ-લિંક્ડ ગવર્નન્સ’ વિષય પર એક દિવસીય રાજ્ય કક્ષાના કન્સલ્ટેટિવ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગના અગ્ર સચિવ હારીત શુક્લા, સ્પીપાના નાયબ મહાનિદેશક ચંદ્રેશ કોટક અને નાયબ સચિવ રાજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારત સરકારના ‘મિશન કર્મયોગી’ અભિગમને વેગ આપતા આ વર્કશોપનો મુખ્ય હેતુ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની તાલીમ પદ્ધતિને પરંપરાગત માળખામાંથી બહાર લાવી, તેમની ચોક્કસ ભૂમિકા અને જવાબદારીઓ મુજબ સક્ષમ બનાવી વહીવટી તંત્રને વધુ પરિણામલક્ષી બનાવવાનો છે. આગામી મે માસમાં મસૂરી ખાતે યોજાનાર રાષ્ટ્રીય સમિટની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજિત આ કાર્યશાળામાં વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો, ખાતાના વડાઓ અને વર્ગ-1  તથા ૨ના અધિકારીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી થઈને વહીવટી શાસનને વધુ સંગીન બનાવવા મંથન કર્યું હતું.

આ વર્કશોપ દરમિયાન આઠ અલગ-અલગ વર્કિંગ ગ્રુપ્સ દ્વારા એકીકૃત તાલીમ માળખું, તાલીમ સંસ્થાઓનું સુદ્રઢીકરણ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ અને કેડર મુજબ સતત તાલીમ વ્યવસ્થા જેવા મહત્વના મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ મંથનમાં ખાસ કરીને આઈગોટ (iGOT) અને eHRMS જેવા ડિજિટલ પ્લેટફોર્મ્સને સાંકળવા તથા સ્પીપા જેવી સંસ્થાઓને ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ તરીકે વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, છેવાડાના માનવી સુધી સરકારી સેવાઓ પહોંચાડતા આશા વર્કર, આંગણવાડી કાર્યકર, તલાટી અને પોલીસ કોન્સ્ટેબલ જેવા ફ્રન્ટલાઇન કર્મચારીઓ સુધી તેમની માતૃભાષા ગુજરાતીમાં ડિજિટલ લર્નિંગના માધ્યમથી તાલીમ પહોંચાડવાના વિઝન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. કાર્યક્રમના અંતે વહીવટી સુધારા માટે તૈયાર કરવામાં આવેલું ‘એક્શન મેટ્રિક્સ’ અને તજજ્ઞોના પુરાવા આધારિત સૂચનોનો રિપોર્ટ કેપેસિટી બિલ્ડીંગ કમિશન (CBC) ને મોકલવામાં આવશે. આ પ્રયાસ ‘વિકસિત ભારત 2047’ ના લક્ષ્યાંકને હાંસલ કરવા અને ગુજરાતના વહીવટી માળખાને વધુ લોકભોગ્ય તેમજ કાર્યદક્ષ બનાવવા માટે એક બ્લુપ્રિન્ટ સમાન સાબિત થશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

  • Related Posts

    નેશનલ હેન્ડલૂમ ડે પર CM ભુપેન્દ્ર પટેલની ખાસ ખરીદી, સ્વદેશી અપનાવવા અપીલ 2026 Glorious Tradition

    નેશનલ હેન્ડલૂમ ડે 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખરીદ્યા હાથશાળ ઉત્પાદનો, ‘વોકલ ફોર લોકલ’ને આપ્યો વધુ વેગ  નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરની ગરવી ગુર્જરીમાંથી હાથશાળ ઉત્પાદનોની ખરીદી કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વધુ વેગ આપતા નાના કારીગરોને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો. 7 ઓગસ્ટના નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત ગરવી ગુર્જરીની મુલાકાત લઈને હાથશાળ (હેન્ડલૂમ) ઉત્પાદનોની ખરીદી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ મંત્રને વધુ વેગ આપતા મુખ્યમંત્રીના આ પગલાને નાના અને ગ્રામ્ય કારીગરો માટે પ્રેરણારૂપ માનવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ હેન્ડલૂમ ડેના અવસરે દેશવાસીઓને સ્થાનિક હાથવણાટ ઉત્પાદનો ખરીદવાની અપીલ કરી હતી, જેથી ગ્રામ્ય કારીગરોની આવકમાં વધારો થાય અને ભારતની સમૃદ્ધ હાથવણાટ…

    કોબા કેનાલ પર બનશે ૧૨ લેનનો બ્રિજ: ટ્રાફિક જામની સમસ્યામાંથી મળશે કાયમી રાહત 2026 Permanent Solution,

    કોબા કેનાલ પર 12 લેનનો બ્રિજ બનાવવાની યોજના: ટ્રાફિકની મોટી સમસ્યાનો આવશે ઉકેલ, ‘બોટલનેક’માંથી મળશે રાહત ગાંધીનગરના કોબા કેનાલ પર 12 લેનનો આધુનિક બ્રિજ બનાવવાની યોજના તૈયાર થઈ રહી છે. કેનાલના વિકાસ સાથે ટ્રાફિકના ‘બોટલનેક’ને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જાણો સમગ્ર પ્રોજેક્ટની વિગતો. ગુજરાતમાં વધતા શહેરીકરણ અને વાહનોની સતત વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને માર્ગ માળખાને વધુ આધુનિક બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ જ દિશામાં હવે ગાંધીનગરના કોબા કેનાલ પર 12 લેનનો વિશાળ બ્રિજ બનાવવાની યોજના ચર્ચામાં છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ હાલની ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો અને અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની અવરજવરને વધુ ઝડપી અને સરળ બનાવવાનો છે. પ્રાથમિક માહિતી મુજબ, આ યોજના હેઠળ કોબા કેનાલને જરૂરિયાત મુજબ વિકસાવવાની પણ તૈયારી કરવામાં આવશે. ખાસ…