મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઇરાકના મોહમ્મદ અલા એરબેઝ પર રોકેટ હુમલો કરવામાં આવ્યો છે. ઇરાકના રક્ષામંત્રી થબિત મોહમ્મદ અલ-અબ્બાસીએ આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું કે હુમલામાં એરબેઝ પર તૈનાત વિમાનોને ભારે નુકસાન થયું છે, જોકે સદનસીબે કોઇ જાનહાનિ નોંધાઈ નથી.
એયરક્રાફ્ટ ધ્વસ્ત, વાયુસેનાને ઝટકો
માહિતી મુજબ, બગદાદ એરપોર્ટ નજીક આવેલા આ એરબેઝ પર થયેલા રોકેટ હુમલામાં ઇરાકની વાયુસેનાનું એક વિમાન નષ્ટ થયું છે. સતત વધી રહેલા હુમલાઓ મિડલ ઈસ્ટમાં વિસ્તરતા સંઘર્ષની નિશાની તરીકે જોવામાં આવી રહ્યા છે.
ક્ષેત્રમાં વધતો સંઘર્ષ
ઇરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે, જેના કારણે સમગ્ર ક્ષેત્રમાં સૈન્ય ઠેકાણાઓ નિશાન બની રહ્યા છે. આ હુમલાઓથી સુરક્ષા પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે.
ઇઝરાયલમાં તેલ રિફાઇનરીમાં આગ
બીજી તરફ, ઇરાનના હુમલાના પગલે ઇઝરાયલની એક તેલ રિફાઇનરીમાં આગ લાગી હોવાના અહેવાલ છે. જોકે ઇઝરાયલે સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનાથી તેલ સપ્લાય પર કોઈ ખાસ અસર નહીં પડે.
સીઝફાયર માટે પ્રયાસો
યુદ્ધને હવે એક મહિના કરતા વધુ સમય વીતી ગયો છે અને સીઝફાયર માટે પ્રયાસો ચાલુ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે જણાવ્યું છે કે ઇરાન અને અમેરિકા વચ્ચે વાતચીત માટે સહમતિ બની છે અને પાકિસ્તાન આ ચર્ચામાં મધ્યસ્થની ભૂમિકા ભજવવા તૈયાર છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in








