વાવાઝોડાનો કહેર: માંગરોળ ગામમાં ખેડૂતના 700 કિલો પપૈયાં બરબાદ, સહાયની માંગ

નર્મદા જિલ્લામાં તાજેતરમાં આવેલા જોરદાર વાવાઝોડાએ ખેડૂતોને ભારે નુકશાન પહોંચાડ્યું છે. ખાસ કરીને માંગરોળ ગામના એક ખેડૂતનો પાક નાશ પામતા આર્થિક ચિંતા વધી છે.

મળતી માહિતી મુજબ, નાંદોદ તાલુકાના ખેડૂત મહેશભાઈ શંકરભાઈ પટેલના ખેતરમાંથી લગભગ 700 કિલોથી વધુ પપૈયાં વાવાઝોડાના જોરદાર પવનને કારણે નીચે પડી ગયા હતા, જેના કારણે તેમને મોટું આર્થિક નુકશાન થયું છે.

વાવાઝોડા જેવી કુદરતી આફતોમાં ખેડૂતોને વારંવાર નુકશાન વેઠવું પડે છે. દર વર્ષે ચોમાસા દરમિયાન પણ નર્મદા જિલ્લામાં અનેક ખેડૂતોના પાકને નુકશાન થાય છે, પરંતુ આ વખતે વાવાઝોડાએ સ્થિતિ વધુ ગંભીર બનાવી છે. સ્થાનિક ખેડૂતોની માંગ છે કે આ પ્રકારની આફતોમાં સરકાર તરફથી તાત્કાલિક સહાય અને વળતર મળવું જરૂરી છે. હાલમાં અસરગ્રસ્ત ખેડૂતો સરકાર પાસેથી સહાયની આશા રાખી રહ્યા છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

મિડલ ઇસ્ટ સંકટની અસર: શ્રી લંકામાં પેટ્રોલ-ડીઝલ 400 રૂપિયા પાર, જનજીવન પર ભારે અસર

મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે વૈશ્વિક સ્તરે દેખાવા લાગી છે, જેમાં શ્રી લંકા સૌથી વધુ પ્રભાવિત દેશોમાંનો એક બની રહ્યો છે. રવિવારે શ્રીલંકા સરકારે ઈંધણના ભાવમાં 25% સુધીનો…

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે: તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો શક્ય, હવામાન વિભાગનું એલર્ટ

ગુજરાતમાં હવે ઉનાળાનું જોર વધતું જોવા મળી રહ્યું છે. Rajkot અને Surendranagarમાં તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચ્યું છે, જ્યારે ગાંધીનગર, ભુજ અને ડીસામાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ…