ગુજરાત સરકાર ઘરેલું અને કોમર્શિયલ હેતુ માટે ગેસનો પુરવઠો સુચારૂ રીતે જળવાઈ રહે તે માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. રાજ્યમાં ઘરેલું LPG સિલિન્ડર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ કોમર્શિયલ વપરાશ માટે ચોક્કસ મર્યાદા અને પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે.
LPG વિતરણ માટે નવી ફાળવણી પ્રણાલી:
- હૉસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ: 100% જથ્થો.
- ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, સીડ પ્રોસેસિંગ, એરલાઇન/રેલવે કેન્ટીન: 70% જથ્થો.
- હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા, કોર્પોરેટ કેન્ટીન, ફૂડ પ્રોસેસિંગ એકમો: 10% જથ્થો.
- છેલ્લા 1 વર્ષથી કાર્યરત અને ભોજન આપતી સંસ્થાઓ: છેલ્લા 6 મહિનાના વપરાશના આધારે 10% જથ્થો.
LPGને PNGમાં કન્વર્ટ કરવાની પ્રાથમિકતા:
- જેઓ LPG સાથે PNG કનેક્શન ધરાવે છે, તેઓ બુધવાર સુધીમાં LPG કનેક્શન સરેન્ડર કરશે. PNG માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
કેરોસિન વિતરણ:
- રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં દરેક જિલ્લામાં 36,000 લિટર કેરોસીન ફાળવવામાં આવ્યું છે. પરિવાર દીઠ 5 લિટર અને સંસ્થા દીઠ 25 લિટર કેરોસીન આપવામાં આવશે.
અર્ધ આવશ્યક સેવાઓ માટે ફાળવણી:
- રેસ્ટોરન્ટ/ઢાબા, હોટલ્સ, કોર્પોરેટ કેન્ટીન, ઔદ્યોગિક કેન્ટીન, કોર્પોરેટ ગેસ્ટ હાઉસ, ફૂડ પ્રોસેસિંગ એકમો: 10% જથ્થો.
ચકાસણી અને દેખરેખ:
- રાજ્યની ગેસ એન્જસીઓમાં કડક દેખરેખ માટે રેવન્યૂ અને પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. છેલ્લા 12 દિવસમાં 912 જિલ્લા કિસ્સાઓ અને 17 રાજ્યકક્ષાના કિસ્સાઓની તપાસ કરવામાં આવી છે.
હેલ્પલાઇન:
- LPG સંબંધિત પ્રશ્નો માટે નાગરિકો રાજ્ય હેલ્પલાઇન 1800-232-0222 પર સંપર્ક કરી શકે છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





