હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ જહાજ મોકલવા મુદ્દે ભારતની સ્પષ્ટતા, અમેરિકા સાથે કોઈ દ્વિપક્ષીય ચર્ચા નહીં

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સુરક્ષા વધારવા માટે વિવિધ દેશોને પોતાના યુદ્ધ જહાજ મોકલવા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા આહ્વાન પર ભારતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારે (16 માર્ચ 2026) જણાવ્યું કે, હોર્મુઝ માર્ગ પરથી જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે ભારતીય નૌસેનાના જહાજોની તૈનાતી અંગે અમેરિકા સાથે કોઈ દ્વિપક્ષીય ચર્ચા કરવામાં આવી નથી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, આ મુદ્દે અનેક દેશો વચ્ચે ચાલી રહેલી ચર્ચાઓ અંગે ભારત માહિતગાર છે, પરંતુ અત્યાર સુધી ભારત અને અમેરિકા વચ્ચે આ બાબતે કોઈ સત્તાવાર ચર્ચા થઈ નથી. તેમણે ઉમેર્યું કે ભારત આ મુદ્દે તમામ સંબંધિત પક્ષો સાથે સંવાદ ચાલુ રાખશે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ફાઈનાન્શિયલ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટ કર્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય ધ્વજવાળા જહાજોની અવરજવર માટે ઈરાન સાથે કોઈ વિશેષ લેખિત કરાર કરવામાં આવ્યો નથી. તેમ છતાં બંને દેશો વચ્ચે સતત સંવાદ ચાલતો હોવાને કારણે ભારતીય જહાજોની સુરક્ષિત અવરજવર શક્ય બની રહી છે.

પશ્ચિમ એશિયામાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભારત સરકાર ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર લાવવા માટે પ્રયાસ કરી રહી છે. સરકાર દ્વારા ભારતીયોને ઈરાનથી સરહદ પાર કરીને આર્મેનિયા પહોંચવાની સલાહ આપવામાં આવી રહી છે, જ્યાંથી તેમને સ્વદેશ પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 550થી વધુ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ કરવા બદલ વિદેશ મંત્રી એસ. જયશંકરે આર્મેનિયા સરકાર અને ત્યાંના લોકોનો આભાર માન્યો છે.

ઉલ્લેખનીય છે કે 14 માર્ચે ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા, બ્રિટન સહિતના દેશોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પોતાના યુદ્ધ જહાજ મોકલવા અપીલ કરી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ખુલ્લી અને સુરક્ષિત બનાવવી જરૂરી છે, નહીં તો અમેરિકા ઈરાનની નૌસેનાના ઠેકાણાઓ પર કાર્યવાહી ચાલુ રાખશે.

બીજી તરફ બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે સ્પષ્ટ કર્યું છે કે બ્રિટન કોઈ વ્યાપક યુદ્ધમાં જોડાવા માંગતું નથી અને હાલ મર્યાદિત કાર્યવાહી પર જ વિચાર કરી રહ્યું છે. ચીને પણ યુદ્ધ તાત્કાલિક સમાપ્ત કરવાની અપીલ કરી છે, જ્યારે જાપાન અને દક્ષિણ કોરિયા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ફ્રાન્સે પણ યુદ્ધ જહાજ મોકલવા અંગે ચાલી રહેલી અફવાઓનું ખંડન કર્યું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    ભારતમાં એપ્રિલ-મે 2027થી પોલિમર નોટોનું પરિભ્રમણ શરૂ થઈ શકે, RBI ગવર્નરે આપ્યો સંકેત

    ભારતીય ચલણ વ્યવસ્થામાં આગામી વર્ષે એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દેશમાં પોલિમર એટલે કે પ્લાસ્ટિક બેંકનોટ્સ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનેટરી પોલિસી કમિટીની (MPC) ત્રણ દિવસીય બેઠક પૂર્ણ થયા બાદ જણાવ્યું કે જો તમામ તૈયારીઓ યોજના મુજબ પૂર્ણ થશે તો એપ્રિલ-મે 2027થી પ્લાસ્ટિક નોટોનું પરિભ્રમણ શરૂ થઈ શકે છે. શરૂઆતમાં ઓછી કિંમતની નોટોને પોલિમર સ્વરૂપમાં બજારમાં ઉતારવામાં આવશે અને ત્યારબાદ તેના પરિણામોના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે. ભારતમાં ગવર્નરે જણાવ્યું કે ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ₹10, ₹20 અને ₹50 જેવી નાની મૂલ્યની નોટો ખૂબ ઝડપથી ગંદી થઈ જાય છે અથવા ફાટી જાય છે. આ નોટોને વારંવાર બદલવી પડતી હોવાથી દર વર્ષે મોટી…

    કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત બાદ NHAIનો મોટો નિર્ણય, ટોલ વસૂલાત બંધ

    ઉત્તર પ્રદેશના કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત સામે આવ્યા બાદ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)એ કડક કાર્યવાહી શરૂ કરી છે. એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની ગુણવત્તા અંગે ઉઠેલા પ્રશ્નોને ગંભીરતાથી લઈ NHAIએ માર્ગનું સંપૂર્ણ સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ દરમિયાન એક્સપ્રેસવે પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી કોઈપણ પ્રકારનો ટોલ લેવામાં આવશે નહીં. NHAIના આ નિર્ણયને માર્ગ નિર્માણમાં ગુણવત્તા જાળવવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે ટોલ બંધ રહેવાના કારણે થનારા આવકના નુકસાનની ભરપાઈ સરકાર નહીં કરે, પરંતુ સંબંધિત માર્ગ નિર્માણ કંપની પાસેથી વસૂલવામાં આવશે. એક્સપ્રેસવે રસ્તાની ખરાબ સ્થિતિને લઈને ઉઠ્યા સવાલ તાજેતરમાં કાનપુર-લખનૌ એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની સપાટી ખરાબ થઈ જવાની ફરિયાદો…