આગામી તા. 30 એપ્રિલ સુધી જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી સિંચાઇ માટે પાણી ચાલુ રાખવામાં આવશે- જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ

રાજ્યના ખેડૂતોના હિતમાં રવિ સિઝનમાં સિંચાઇ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ‌ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આગામી તા.30 એપ્રિલ 2026 સુધી સિંચાઇ માટે જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી પાણી ચાલુ રાખવામાં આવશે તેમ, જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.

મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે,રાજ્યમાં ગત ચોમાસું સમય કરતાં વહેલું શરૂ થવાની સાથે મોડું પૂર્ણ થયું હતું. ઉપરાંત પાછોતરા કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો ખરીફ પાક મોટા પ્રમાણમાં નિષ્ફળ ગયો હતો. વળી ચોમાસુ લંબાવવાના કારણે રવિ સીઝનની વાવણી મોડી થઈ શકી હતી. જેથી આ વર્ષે રવિ સીઝનની પાકની લળણીમાં પણ વાર થવાની શકયતાઓ છે. સામાન્યત: રવિ સીઝન માટે જે તે વર્ષના ફેબ્રુઆરી માસના અંત સુધીમાં જળ સંપત્તિ હેઠળની કેનાલમાં સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે.

આ પરિસ્થિતિઓ ધ્યાને લઈ ખેડૂત આગેવાનો દ્વારા રવિ સિઝનનું પાણી માર્ચ અને એપ્રિલમાં પણ ચાલુ રાખવાની માંગણી કરવામાં આવી હતી. આ બાબતે ગત તા.11 માર્ચ 2026 ના રોજ ઉચ્ચ કક્ષાની બેઠકમાં ચર્ચા થઈ હતી, તેમાં નક્કી થયા મુજબ ચાલુ વર્ષે રવિ સીઝન પાછળ લંબાયેલ હોવાથી પીવાના પાણી અને અન્ય આરક્ષણને ધ્યાને લઈ ખેડૂતોના હિતમાં રવિ સીઝન માટે આગામી તા. 30 એપ્રિલ 2026 સુધી સિંચાઇ માટે જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી પાણી ચાલુ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે‌ તેમ, મંત્રી ઉમેર્યું હતું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    Mehsana : સાયબર ઠગાઈ: શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી નિવૃત્ત આરોગ્ય કર્મચારી સાથે ₹12.60 લાખની ઠગાઈ Cyber Trap

    શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી ₹12.60 લાખની ઠગાઈ: Mehsana ના નિવૃત્ત આરોગ્ય કર્મચારીને સાયબર ઠગોએ ફસાવ્યા Mehsana જિલ્લામાં સાયબર છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શેરબજારમાં રોકાણ કરાવી ઊંચું વળતર અપાવવાની લાલચ આપી સાયબર ઠગોએ Mehsanaના એક નિવૃત્ત આરોગ્ય કર્મચારી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ સામે આવી છે. મળતી માહિતી મુજબ, આરોપીઓએ શેરબજારમાં રોકાણ અને સારા વળતરની વાત કરી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ અલગ-અલગ કારણોસર તેમની પાસેથી કુલ ₹12.60 લાખની રકમ મેળવી લેવામાં આવી હતી. આ પ્રકારની સાયબર છેતરપિંડીમાં શરૂઆતમાં રોકાણ અંગે આકર્ષક ઓફર બતાવવામાં આવે છે. ત્યારબાદ પીડિતને ઓનલાઈન પ્લેટફોર્મ, એપ્લિકેશન અથવા વોટ્સએપ ગ્રુપના માધ્યમથી રોકાણ કરાવવામાં આવે છે. શરૂઆતમાં નફો દેખાડીને વધુ રકમ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. અંતે…

    ઢોલ-નગારાના તાલે ભક્તોએ બાપ્પાને ભાવભીની વિદાય આપી: Rajkotમાં 12 હજારથી વધુ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન, Deep Faith

    ઢોલ-નગારાના તાલે ભક્તોએ બાપ્પાને ભાવભીની વિદાય આપી: Rajkotમાં 12 હજારથી વધુ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન, પોલીસ-ફાયર વિભાગનો ચુસ્ત બંદોબસ્ત Rajkot શહેરમાં ગણેશોત્સવની ભક્તિભરી ઉજવણી બાદ હવે ગણેશજીની મૂર્તિઓના વિસર્જનનો તબક્કો પૂર્ણ થયો છે. ગણપતિ બાપ્પાના વિસર્જન દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ-નગારાના તાલે અને ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ સાથે ભક્તોએ પોતાના આરાધ્ય દેવ ગણેશજીને ભાવભીની વિદાય આપી હતી. મળતી માહિતી મુજબ, Rajkot શહેર અને આસપાસના વિસ્તારોમાં 12 હજારથી વધુ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશોત્સવ દરમિયાન સ્થાપિત કરવામાં આવેલી નાની-મોટી મૂર્તિઓને ભક્તો દ્વારા શોભાયાત્રા સાથે વિસર્જન સ્થળો સુધી લઈ જવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી…