ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો: શેરબજારમાં ‘બ્લેક થર્સડે’, સેન્સેક્સ-નિફ્ટી ધડામ

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા તીવ્ર ઉછાળાના કારણે ભારતીય શેરબજારમાં ગુરુવારે ભારે પડકારજનક શરૂઆત જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો અને સેન્સેક્સ તથા નિફ્ટી બંનેમાં ભારે ઘટાડો નોંધાયો. બજારની આ પરિસ્થિતિને રોકાણકારો ‘બ્લેક થર્સડે’ તરીકે વર્ણવી રહ્યા છે.

ઓઈલ સંકટથી બજારમાં ગભરાટ
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો છે. અહેવાલો અનુસાર એક જ દિવસમાં ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 9 ટકા જેટલો વધારો નોંધાયો હતો. સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ નજીક એક જહાજ પર હુમલા પછી આ પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી.

ક્રૂડ ઓઈલ મોંઘું થતાં ભારતમાં LPG સપ્લાય અને ઊર્જા ખર્ચ અંગેની ચિંતાઓ વધતા તેની સીધી અસર શેરબજાર પર જોવા મળી.

સેન્સેક્સમાં લગભગ 1000 પોઈન્ટનો ઘટાડો
ગુરુવારે BSE સેન્સેક્સ અગાઉના બંધ 76,863ની સામે ઘટીને 76,369 પર ખુલ્યો હતો. થોડા જ મિનિટોમાં વેચવાલી વધતા સેન્સેક્સ 978 પોઈન્ટ ઘટીને 75,871 સુધી પહોંચી ગયો હતો.

નિફ્ટીમાં પણ મોટું ગાબડું
NSE નિફ્ટી પણ ભારે દબાણમાં રહ્યો. નિફ્ટી અગાઉના બંધ 23,866ની સામે ઘટીને 23,674 પર ખુલ્યો અને થોડા સમયમાં જ 23,556 સુધી તૂટી ગયો.
બજાર ખુલતાની સાથે જ લગભગ 1,597 કંપનીઓના શેર લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા, જ્યારે માત્ર 643 શેરોમાં જ વધારો નોંધાયો હતો.

આ શેરોમાં સૌથી વધુ ઘટાડો
યુદ્ધ અને ઓઈલના ભાવમાં વધારાની અસર ખાસ કરીને એવિએશન અને ઓટો સેક્ટરમાં જોવા મળી. લાર્જકેપ શેરોમાં નીચેના શેરોમાં નોંધપાત્ર ઘટાડો થયો:

કંપની ઘટાડો (%)
Eternal (Zomato) 4.30%
M&M 3.20%
Maruti 2.25%
Trent 2.10%
IndiGo 2.00%
ICICI Bank 1.90%

મિડકેપ શેરોમાં પણ વેચવાલી જોવા મળી. Bharat Forgeમાં લગભગ 4%, APL Apolloમાં 2.90% અને Ashok Leylandમાં 2.60% જેટલો ઘટાડો નોંધાયો.

વૈશ્વિક બજારોથી મળ્યા નકારાત્મક સંકેત
ભારતીય બજારમાં થયેલા આ ઘટાડા પાછળ વૈશ્વિક બજારોમાંથી મળેલા નકારાત્મક સંકેતો મુખ્ય કારણ માનવામાં આવે છે. ગત રાત્રે અમેરિકી બજારોમાં ઘટાડા બાદ એશિયન બજારો પણ દબાણમાં રહ્યા હતા. સાથે જ ગિફ્ટ નિફ્ટી પણ 180 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો, જેના કારણે દલાલ સ્ટ્રીટ પર નકારાત્મક માહોલ સર્જાયો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

અંબાજી મંદિર હવે માઈભક્તો માટે ડિજિટલ બન્યું: કલેક્ટર મિહિર પટેલના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતા કરોડો માઈ ભક્તોની સુવિધા અને પારદર્શિતા વધારવા માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર…

ભારત-ચીન સહિત 60 દેશો સામે અમેરિકાની વેપાર તપાસ, વૈશ્વિક બજારમાં ફફડાટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ભારત, ચીન અને યુરોપિયન યુનિયન સહિત અનેક દેશોની વેપાર નીતિઓ સામે નવી તપાસ શરૂ કરી છે. અમેરિકાનું માનવું છે કે આ દેશો દ્વારા અપનાવવામાં આવતી…