દીકરીના લગ્ન પ્રસંગે પિતા રહેશે હાજર શરતે છૂટાછેડા: હાઈકોર્ટમાં વર્ષોથી ચાલતા વિવાદનો સમાધાનથી અંત

–  વર્ષ 2019માં પતિએ ફેમિલી કોર્ટના ચુકાદા સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી
– સુનાવણી દરમિયાન ચર્ચા બાદ દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખી બંને પક્ષોમાં સમાધાન થયું

અમદાવાદ: અમદાવાદના એક દંપતી વચ્ચે વર્ષોથી ચાલતો પરિવારિક વિવાદ અંતે સમાધાનથી પૂર્ણ થતા ગુજરાત હાઇકોર્ટે પતિ દ્વારા ફેમિલી કોર્ટના ચુકાદા સામે દાખલ કરાયેલી અપીલનો નિકાલ કર્યો છે. બંને પક્ષોએ સહમતિથી છૂટાછેડા લેવા તેમજ દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કેટલાક મહત્વપૂર્ણ શરતો સાથે સમાધાન કર્યું છે.

માહિતી મુજબ વર્ષ 2018માં પત્નીએ ફેમિલી કોર્ટમાં દામ્પત્ય હક્કોની પુનઃસ્થાપના માટે અરજી કરી હતી, જેમાં પતિ સાથે ફરીથી દાંપત્ય જીવન શરૂ કરવાની માંગણી કરવામાં આવી હતી. ફેમિલી કોર્ટએ અરજી મંજૂર કરી પતિને દાંપત્ય ફરજો નિભાવવાનો હુકમ કર્યો હતો. આ નિર્ણય સામે પતિએ વર્ષ 2019માં ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.

અપીલની સુનાવણી દરમિયાન બંને પક્ષો વચ્ચે ચર્ચા શરૂ થઈ અને અંતે સમાધાન થયું. પત્નીની મુખ્ય ચિંતા તેમની 18 વર્ષની દીકરીના ભવિષ્યને લઈને હતી. સમાધાન મુજબ પતિ દીકરીના લગ્ન સમયે પિતા તરીકે હાજર રહી ધાર્મિક તથા સામાજિક વિધિઓ પૂર્ણ કરવાની જવાબદારી સ્વીકારશે.

સેટલમેન્ટના ભાગરૂપે પતિ પત્ની અને દીકરીના નામે કુલ પાંચ લાખ રૂપિયાની રકમ નેશનલાઈઝ્ડ બેંકમાં ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકશે. હાઇકોર્ટે બંને પક્ષોને ફેમિલી કોર્ટમાં સહમતિથી છૂટાછેડાની અરજી કરવા જણાવ્યું છે. આ રીતે વર્ષોથી ચાલતો પરિવારિક વિવાદ દીકરીના ભવિષ્યને કેન્દ્રમાં રાખી સમાધાનથી પૂર્ણ થયો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ભારત–યુકે સંબંધોમાં નવી ગતિ: અજીત ડોભાલ અને બ્રિટિશ NSA વચ્ચે મહત્વપૂર્ણ બેઠક

નવી દિલ્હીમાં ભારત અને યુનાઈટેડ કિંગડમ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. આ બેઠકમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને જોનાથન પોવેલ વચ્ચે વિસ્તૃત ચર્ચા…

મોટી કાર્યવાહી: Uttar Pradesh Anti Terrorism Squadને મોટી સફળતા, બે શંકાસ્પદોની ધરપકડ

ઉત્તર પ્રદેશમાં આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. Uttar Pradesh Anti Terrorism Squad (UP ATS) એ બે શંકાસ્પદોની ધરપકડ કરી છે, જેઓ પાકિસ્તાન આધારિત નેટવર્ક સાથે જોડાઈ ભારતમાં આતંકી…