ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધ્યો: 5 દિવસ હિટવેવની આગાહી, અનેક જિલ્લામાં યલો એલર્ટ જાહેર

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધવા લાગ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ હિટવેવ રહેવાની આગાહી કરી છે. પોરબંદર, દીવ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હિટવેવની સંભાવના સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યના અનેક શહેરોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં 36.3 ડિગ્રી, ડીસામાં 35.3 ડિગ્રી, ગાંધીનગરમાં 35.5 ડિગ્રી, વડોદરામાં 36 ડિગ્રી અને સુરતમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ભુજમાં 37.2 ડિગ્રી, અમરેલીમાં 36.9 ડિગ્રી અને રાજકોટમાં 36.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આગામી 90 દિવસ ગરમી અને હિટવેવની શક્યતા
ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ આગામી 90 દિવસ દરમિયાન દેશના ઘણા મેદાની અને અંતરિયાળ વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધશે. જેના કારણે લૂ લાગવાના કિસ્સાઓમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. માર્ચ મહિનામાં દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ ગરમી રહેવાની સંભાવના છે.

આ સાથે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્યથી થોડું ઓછું રહી શકે છે. ગુજરાતમાં માર્ચ દરમિયાન હિટવેવના દિવસોની સંખ્યા વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વાતાવરણીય પરિબળોના કારણે ગરમીમાં વધારો
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વિવિધ વાતાવરણીય પરિબળોના સંયોજનના કારણે ઉનાળાનું આગમન થોડું વહેલું જોવા મળી રહ્યું છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં તાપમાન સામાન્ય કરતાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાઈ શકે છે.

પર્વતીય રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતા
પશ્ચિમ વિક્ષેપના પ્રભાવને કારણે પર્વતીય વિસ્તારોમાં હવામાનમાં બદલાવ જોવા મળી શકે છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી દિવસોમાં હળવા થી મધ્યમ વરસાદ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ
પૂર્વોત્તર ભારતના કેટલાક રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવા વરસાદની શક્યતા છે. પશ્ચિમ અને મધ્ય ભારતના રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશના ઘણા વિસ્તારોમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે અને આગામી દિવસોમાં ગરમીમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Ahmedabad : ગોતામાં મહાલક્ષ્મી ગ્રેનાઇટમાં આગ… 1

Ahmedabad ના ગોતામાં મહાલક્ષ્મી ગ્રેનાઇટમાં આગ: ફાયર બ્રિગેડની 5થી વધુ ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો Ahmedaba: Ahmedabadના ગોતા વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી ગ્રેનાઇટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગને કાબૂમાં લેવા માટે પાંચથી વધુ ફાયર ફાઇટર ગાડીઓની મદદ લેવામાં આવી હતી. ફાયર જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ઘટનાને પગલે સ્થળ પર આગ બુઝાવવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી હતી. જોકે, આગ કયા કારણોસર લાગી, કેટલું આર્થિક નુકસાન થયું અને કોઈ વ્યક્તિને ઇજા પહોંચી છે કે નહીં તે અંગેની સત્તાવાર વિગતોની પુષ્ટિ થવાની બાકી છે. -> Ahmedabad : ગોતામાં મહાલક્ષ્મી ગ્રેનાઇટમાં આગની ઘટના :Ahmedabadના ગોતા વિસ્તારમાં…

Keshodમાં સ્વદેશી મેળો-2026નો ભવ્ય પ્રારંભ…

Keshodમાં સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ-2026નો ભવ્ય શુભારંભ, 50 જેટલા સ્ટોલમાં સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ Keshod: સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા, સ્વદેશી વસ્તુઓના વપરાશને વેગ આપવા અને સ્થાનિક વેપારીઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે Keshodનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ-2026નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ મેળામાં આશરે 50 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં સ્વસહાય જૂથોની બહેનો, સ્થાનિક કારીગરો, સ્વદેશી ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા વિવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવી રહ્યું છે.આ પ્રસંગે Keshodનગરપાલિકાનાં પ્રમુખ પ્રતીક્ષા દેવળીયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાનો સ્ટાફ, પ્રતિષ્ઠિત આગેવાનો અને શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના આ પ્રયાસને આવકાર્યો હતો. -> સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ : આ સ્વદેશી મેળાનું આયોજન…