મશહદમાં દફનાવવામાં આવશે ખામેનીને, નવા સુપ્રીમ લીડરની જાહેરાત આવતા સપ્તાહે શક્ય

ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીને મશહદમાં દફનાવવામાં આવશે, જોકે અંતિમ વિધિનો દિવસ અને તારીખ હજી નક્કી કરવામાં આવી નથી. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી ‘ફાર્સ’ મુજબ, ખામેનીને ઈમામ રઝાની દરગાહ નજીક સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. નોંધનીય છે કે ખામેનીનો જન્મ 1939માં મશહદમાં જ થયો હતો.

અહેવાલો મુજબ, નવા સુપ્રીમ લીડરની જાહેરાત ખામેનીને દફનાવ્યા પછી જ કરવામાં આવશે. મંગળવારે કોમ શહેરમાં ‘એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ’ દ્વારા સુપ્રીમ લીડરની પસંદગી માટે મતદાન થયાની માહિતી સામે આવી હતી. 88 સભ્યોની આ સંસ્થા દેશના સર્વોચ્ચ ધાર્મિક નેતાની પસંદગી માટે જવાબદાર છે. 28 ફેબ્રુઆરીએ યુએસ અને ઇઝરાયેલના સંયુક્ત હુમલામાં ખામેનીના મોત થયા હોવાનું દાવો કરવામાં આવ્યું હતું, ત્યારથી સુપ્રીમ લીડરનું પદ ખાલી છે.

બીજી તરફ, ઈરાની વિપક્ષ સાથે જોડાયેલા ‘ઈરાન ઈન્ટરનેશનલ’એ દાવો કર્યો છે કે ઇસ્લામિક રેવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના દબાણ હેઠળ ખામેનીના પુત્ર મોજતબા ખામેનીને આગામી સુપ્રીમ લીડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જોકે આ અંગે સત્તાવાર પુષ્ટિ મળી નથી.

આ દરમિયાન, ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF)એ દાવો કર્યો છે કે છેલ્લા ચાર દિવસમાં ઈઝરાયેલી હવાઈ હુમલાઓ દરમિયાન ઈરાનના 300થી વધુ બેલેસ્ટિક મિસાઈલ લોન્ચરો નષ્ટ કરી દેવામાં આવ્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

EPFOનો મોટો નિર્ણય: ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે PFની પગાર મર્યાદા ₹15,000થી વધીને ₹25,000 થશે

ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સાથે જોડાયેલા કર્મચારીઓ માટે સરકાર મહત્વપૂર્ણ ફેરફાર કરવાની તૈયારીમાં છે. નાણાં મંત્રાલયે અનિવાર્ય પ્રોવિડન્ટ ફંડ (PF) અને એમ્પ્લોઈ પેન્શન સ્કીમ (EPS) હેઠળ આવતી પગાર મર્યાદા ₹15,000 પ્રતિ માસથી વધારીને ₹25,000 પ્રતિ માસ કરવાની મંજૂરી આપી દીધી છે. હવે આ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની અંતિમ મંજૂરી મળ્યા બાદ નવી વ્યવસ્થા અમલમાં આવશે. આ નિર્ણય અમલમાં આવ્યા બાદ અત્યાર સુધી PFના દાયરાથી બહાર રહેલા હજારો નહીં પરંતુ લાખો ખાનગી કર્મચારીઓને સામાજિક સુરક્ષાનો સીધો લાભ મળશે. નિષ્ણાતોના મતે, આ પગલું સંગઠિત ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે લાંબા ગાળે નાણાકીય સુરક્ષા મજબૂત બનાવશે. EPFOનો શું છે હાલનો નિયમ? હાલની વ્યવસ્થા મુજબ જે કર્મચારીઓનો…

પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાના સંકેત? ટ્રમ્પના નિવેદન બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં 5%નો કડાકો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો નોંધાતા ભારતના પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળવાની આશા વધી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કૂટનીતિક વાટાઘાટો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં અચાનક ઘટાડો જોવા મળ્યો છે. ટ્રમ્પના નિવેદન બાદ રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ ઓછો થઈ શકે છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની સપ્લાય અંગેની ચિંતા ઘટી છે અને ભાવમાં ઘટાડો નોંધાયો છે. ટ્રમ્પની જાહેરાતથી પેટ્રોલ-ડીઝલ બજારમાં હલચલ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર સંભવિત સૈન્ય કાર્યવાહી હાલ માટે ટાળવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે ઈરાન સાથે સીધી વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.…