ગુજરાતમાં ગરમીની આગાહી વચ્ચે ફરી એકવાર હવામાનમાં પલટો આવ્યો છે. છોટા ઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારે કમોસમી વરસાદ વરસતાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. વાલોઠી, બમરોલી, મુધિયારી અને ઊંચાપાન પાઠક સહિતના વિસ્તારોમાં હળવા થી મધ્યમ ઝાપટાં પડતાં વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો.
ખેડૂતો માટે ચિંતા
છેલ્લા કેટલાક દિવસોથી સુકું અને ઠંડું હવામાન રહેતાં હવે પડેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. હાલમાં મકાઈ અને તુવર જેવા પાકોની લણણીનો સમય ચાલી રહ્યો છે. આવા સમયે વરસાદ પડવાથી કાપણી કરેલો પાક ભીનો થઈ ગુણવત્તા પર અસર પડી શકે છે. ખાસ કરીને મકાઈમાં ભેજથી દાણા બગડવાની શક્યતા રહે છે, જ્યારે તુવર પર પણ નકારાત્મક અસર થઈ શકે છે. ખેડૂતોએ કાપણી કરેલો માલ સુરક્ષિત જગ્યાએ ખસેડવા દોડધામ શરૂ કરી દીધી છે.
ઇંટ ઉદ્યોગ અને કેરી પાક પર અસર
વરસાદને કારણે ખુલ્લી જગ્યામાં તૈયાર થતી કાચી ઇંટોને નુકસાન પહોંચવાની ભીતિ ઊભી થઈ છે. સાથે જ કેરીના પાક પર પણ આ હવામાન પરિવર્તનની અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
India Meteorological Departmentની ગરમી અંગે આગાહી
હવામાન વિભાગ મુજબ, ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં સામાન્ય કરતાં ઊંચું તાપમાન નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાત વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય બનતાં આગામી 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું છે કે લોકોને વહેલી ગરમીનો સામનો કરવો પડી શકે છે.
રાજ્યમાં નોંધાયેલા તાપમાન
ડીસામાં રાજ્યનું સૌથી વધુ 34.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 34.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. બીજી તરફ કેશોદમાં સૌથી ઓછું 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





