ગુજરાતના MSME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટીઝનો સહયયોગ ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ SME સેક્ટરને મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારત નેપાળ અને લંકા તથા માલદીવ્સના ઝિમ્બાબ્વીયન એમ્બેસેડર સુ. સ્ટેલા નકોમો અને ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સના ડેપ્યુટી મિનિસ્ટર રાજેન્દ્ર કુમાર મોદી અને ડેલીગેશને ગાંધીનગરમાં લીધી હતી.

અમદાવાદમાં તા. 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાઇ રહેલા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના 12માં ટ્રેડશોમાં સહભાગી થવા આ ડેલિગેશન ગુજરાત આવેલું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ ડેલિગેશને ગાંધીનગરમાં યોજેલી સૌજન્ય મુલાકાત બેઠક દરમિયાન તેમણે ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઇઝ સેક્ટરને ગુજરાતના SME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટિઝનો સહયોગ મળે તે અંગે ફળદાયી ચર્ચા-પરામર્શ કર્યા હતા.

ઝિમ્બાબ્વેના એમ્બેસેડરઅને ડેપ્યુટી મિનિસ્ટરએ આ સંદર્ભમાં કહ્યું કે, ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ, ઓટો હબ અને ઉભરતા સેકટર એવા સેમિકન્ડક્ટરમાં પણ હબ બનવા સાથે MSME સેક્ટરમાં પણ અગ્રેસર છે તેનો લાભ લેવા ઝિમ્બાબ્વે ઉત્સુક છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગુજરાતના MSMEની આ તજજ્ઞતાનો લાભ ઝિમ્બાબ્વેને મળી રહે તે માટે તેમના SME સેક્ટરના પોટેન્શિયલ અને સ્કીલ ડેવલપમેન્ટ તથા ટ્રેનિંગમાં કઈ રીતે કોલાબોરેશનથી આગળ વધી શકાય તેની સંભાવનાઓ ચકાસીને મદદ માટેની તત્પરતા વ્યક્ત કરી હતી.

ઝિમ્બાબ્વે ડેલિગેશને ઉદ્યોગ વેપાર ઉપરાંત એજ્યુકેશન સેક્ટરમાં પણ ગુજરાત સાથે સંબંધો વિસ્તારવામાં રસ દાખવ્યો હતો. ગાંધીનગરની NFSUમાં સિક્યુરિટી, સાયબર ક્રાઇમ સિક્યુરિટી જેવા વિવિધ વિષયોના ઉચ્ચ અભ્યાસક્રમમાં ઝિમ્બાબ્વેના પોલીસ અને સિક્યુરિટી અધિકારીઓ જોડાયેલા છે તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઝિમ્બાબ્વે આગામી વાઇબ્રન્ટ સમિટ-2027 અને વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની આગામી કડીમાં સહભાગી થાય તે માટેનું આમંત્રણ પાઠવ્યું હતું.

ઝિમ્બાબ્વેના એમ્બેસેડર તથા ડેપ્યુટી મિનિસ્ટરે માર્ચ-2026માં તેમને ત્યાં યોજાઇ રહેલા SME એક્ઝિબિશનમાં ગુજરાતના MSME સેક્ટરના ઉદ્યોગકારો અને રાજ્ય સરકારના અધિકારીઓને મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું.

SME અને ટ્રેડના લોકો સાથે ઇન્ટરેકશન અને ઉદ્યોગોની પ્રત્યક્ષ મુલાકાતથી ઝિમ્બાબ્વેના SME સેક્ટરને નવી ટેકનોલોજી સુસંગત વિકાસ માટેની તક આના પરિણામે મળશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મતી મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ અને મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે આ સૌજન્ય મૂલાકાત બેઠકમાં જોડાયા હતા.

Related Posts

Gujarat Monsoon Withdrawal Updates 2026: શું ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી કે હજુ બાકી છે ઝાપટાં..? Monsoon Surge..

Gujaratમાંથી ચોમાસાની વિદાય નજીક, વરસાદી માહોલ બાદ હવે સૂકા હવામાન તરફ રાજ્યની સફર Gujaratમાં ચોમાસાની સિઝન હવે અંતિમ તબક્કામાં પહોંચી રહી છે. સપ્ટેમ્બર મહિનાના અંત સાથે રાજ્યમાં વરસાદી માહોલ ધીમે ધીમે નબળો પડી રહ્યો છે અને હવે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળવાની શક્યતા છે. ભારત હવામાન વિભાગ (IMD)ના તાજેતરના અપડેટ મુજબ ગુજરાત રિજન તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આગામી દિવસોમાં કોઈ હવામાન ચેતવણી જાહેર કરવામાં આવી નથી. આ સ્થિતિને જોતા રાજ્યમાં ચોમાસાની વિદાયની પ્રક્રિયા આગળ વધતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. Gujaratમાં સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની અસર રહે છે. IMDના ગુજરાત સંબંધિત અહેવાલ મુજબ રાજ્યમાં ચોમાસું સામાન્ય રીતે જૂનના મધ્ય સુધીમાં પ્રવેશે છે અને સપ્ટેમ્બર બાદ ધીમે ધીમે પાછું ખેંચાય છે. જોકે, ચોમાસાની…

1 October 2026નું રાશિફળ: નવા મહિનાની નવી શરૂઆત, જાણો 12 રાશિ માટે કેવો રહેશે દિવસ….

1 October 2026, ગુરુવારથી નવા મહિનાની શરૂઆત થઈ રહી છે. જ્યોતિષ આધારિત દૈનિક રાશિફળ મુજબ આ દિવસમાં કરિયર, પૈસા, પરિવાર અને સંબંધોને લઈને કેટલીક રાશિઓ માટે નવી તકો ઊભી થઈ શકે છે, જ્યારે કેટલીક રાશિઓએ મહત્વના નિર્ણય લેતી વખતે ઉતાવળ ટાળવાની સલાહ આપવામાં આવી છે. વિવિધ જ્યોતિષીય સ્ત્રોતો 1 Octoberના દિવસે વ્યવહારુ વિચાર, સંવાદ અને જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરે છે. જોકે રાશિફળ સામાન્ય જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત હોય છે અને વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામ અલગ હોઈ શકે છે. મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે 1 Octoberનો દિવસ વાતચીત અને મહત્વપૂર્ણ નિર્ણયોને લઈને ધ્યાન ખેંચી શકે છે. કોઈ વ્યક્તિ સાથે થતી સામાન્ય વાતચીત પણ આગળ જઈને મહત્વપૂર્ણ બની શકે છે, તેથી બોલતા પહેલાં વિચારવું…