વિદેશમાં નોકરીની ગેરંટી અને ઝડપી આપતી ફેક એજન્સીઓ સામે સાવધાની એ જ ઉપાય

વર્તમાન સમયમાં વિદેશ જઈ અભ્યાસ કે નોકરી કરવાની ઈચ્છા ધરાવતા નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે. જેનો ગેરફાયદો ઉઠાવીને કેટલાક લેભાગુઓ ફેક વિઝા એજન્સી બનાવીને નિર્દોષ લોકોને છેતરતાં પણ હોય છે. ત્યારે આવી બનાવટી એજન્સી કેવી રીતે લોકોને ફસાવી શકે છે અને કેવી રીતે સાવધાન રહી શકાય તેના વિશે જાણીએ.

સામાન્ય નાગરિકોને વિઝા સ્કેમનો ભોગ બનાવતી ફેક એજન્સીઓ પોતાને કાયદેસરના વિઝા સર્વિસ પ્રોવાઈડર તરીકે રજૂ કરે છે. તેઓ અરજદારોને વિવિધ પ્રકારની લાલચ આપી જાળમાં ફસાવે છે. જેમ કે, અપફ્રન્ટ પેમેન્ટ સ્કેમ. જેમાં વિઝાની પ્રક્રિયાના બહાને મોટી રકમ એડવાન્સમાં મેળવી એજન્સી અદૃશ્ય થઈ જાય છે.

આવી એજન્સીઓ વિઝા મળવાની ખોટી ખાતરી આપી વિશ્વાસ સંપાદન કરે છે. ત્યાર બાદ વિદેશમાં નોકરી અપાવવાના બહાને ફી વસૂલવામાં આવે છે. આ માટે નકલી નોકરીની ઓફર પણ આપવામાં આવે છે. ખાસ કરીને, અરજદારોને ખોટા દસ્તાવેજો બનાવી આપી કાનૂની મુશ્કેલીમાં મૂકે છે. તદુપરાંત, વિઝા પ્રોસેસના નામે ક્યારેક લોકોની વ્યક્તિગત અને નાણાકીય માહિતીની ચોરી કરી તેનો દુરુપયોગ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, જો કોઈ એજન્સી કામ પૂર્ણ થયા પહેલાં જ સંપૂર્ણ ફી ચૂકવવા માટે દબાણ કરતી હોય, એજન્સી પાસે કાયદેસરના પુરાવા કે લાયસન્સ ન હોય, ખૂબ જ ટૂંકા સમયમાં એટલે કે ‘ઝડપી વિઝા’ અપાવવાનું વચન આપતી હોય કે નિર્ણય લેવા માટે અરજદાર પર સતત માનસિક દબાણ કરતી હોય, તો અરજદારે તરત સાવચેત થઈ જવાની સલાહ સાયબર તજ્જ્ઞો આપે છે.

  • આ પ્રકારે છેતરપિંડીના વધતા કિસ્સાઓને ધ્યાને રાખી સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા જનજાગૃતિ માટેની ખાસ માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. જે મુજબ,
  • એજન્સી પાસે વિઝા કામગીરી માટેની સત્તાવાર મંજૂરી છે કે નહીં તેની અગાઉથી તપાસ કરવી.
  • કોઈ પણ એજન્ટ પર નિર્ભર રહેવાને બદલે જે તે દેશના દૂતાવાસ (Embassy) અથવા અધિકૃત કેન્દ્રોનો સીધો સંપર્ક કરવો.
  • ‘વિઝા ગેરંટી’ આપતી લલચામણી સ્કીમો અને કંપનીઓથી દૂર રહેવું.
  • નાણાકીય વ્યવહાર માટે હંમેશાં સુરક્ષિત પેમેન્ટ પદ્ધતિઓનો જ ઉપયોગ કરવો અને રસીદ આગ્રહપૂર્વક મેળવવી.

આમ છતાં, જો કોઈ નાગરિક આવી છેતરપિંડીનો ભોગ બને, તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ‘1930’ કે પછી www.cybercrime.gov.in પર ઓનલાઇન ફરિયાદ કરવી જોઈએ.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Horoscope : 30 સપ્ટેમ્બર 2026નું રાશિફળ, બુધવાર

Horoscope ♈ મેષ રાશિ કરિયર: અટકેલા કામને આગળ ધપાવવાનો દિવસ છે. ઓફિસમાં તમારી જવાબદારી વધી શકે છે.નાણાં: પરિવારના ખર્ચ અથવા બજેટને લઈને ચર્ચા થઈ શકે છે, તેથી ખર્ચ કરતા પહેલાં હિસાબ ચોક્કસ કરો. પ્રેમ: જીવનસાથી સાથે નાની ગેરસમજ થઈ શકે, પરંતુ વાતચીતથી ઉકેલ આવશે.સ્વાસ્થ્ય: થાક અને ઊંઘની કમીથી બચો.શુભ રંગ: લાલ | શુભ અંક: 9 ♉ વૃષભ રાશિ કરિયર: કામમાં સ્થિરતા રહેશે. અધૂરું કામ પૂર્ણ કરવા માટે સારો દિવસ છે.નાણાં: પૈસાની બાબતમાં વ્યવહારુ નિર્ણય લેવો લાભદાયક રહેશે. બિનજરૂરી ખરીદી ટાળો.પ્રેમ: સંબંધોમાં વિશ્વાસ વધશે અને પરિવાર તરફથી સહયોગ મળશે.સ્વાસ્થ્ય: આરામ અને નિયમિત દિનચર્યા પર ધ્યાન આપો.શુભ રંગ: સફેદ | શુભ અંક: 6 ♊ મિથુન રાશિ કરિયર: નવી તક અથવા નવા પ્રોજેક્ટની શરૂઆત થઈ શકે છે. તમારી વાત…

દુબઈથી Mumbai આવતા જ , ₹5.17 કરોડનું કૌભાંડ આચરનાર કુખ્યાત શખ્સ દબોચાયો Breakthrough

કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી Mumbaiઆવતા જ ઝડપાયો: ટાસ્ક ફ્રોડ અને ફેક આઈસગેટ કૌભાંડમાં 3 વર્ષથી ફરાર હતો, બે દિવસમાં ₹5.17 કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરાવ્યા’તા Mumbai: સાયબર ક્રાઇમના એક મોટા કેસમાં ત્રણ વર્ષથી ફરાર આરોપી દુબઈથી Mumbai પરત ફરતા જ પોલીસના હાથે ઝડપાયો હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ટાસ્ક ફ્રોડ અને કથિત ફેક આઈસગેટ કૌભાંડ સાથે સંકળાયેલો હતો. તપાસમાં આરોપી દ્વારા માત્ર બે દિવસના સમયગાળામાં આશરે ₹5.17 કરોડના શંકાસ્પદ ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં આરોપીની ભૂમિકા સાયબર છેતરપિંડીના નાણાકીય વ્યવહારો અને બેંક ખાતાઓના ઉપયોગ સાથે જોડાયેલી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. લાંબા સમયથી પોલીસથી બચવા માટે વિદેશમાં રહેતો આરોપી દુબઈથી Mumbai આવ્યો ત્યારે જ તપાસ…