Junagadh :ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠક યોજાઇ

કૃતાર્થ વૈષ્ણવ, જૂનાગઢ : જુનાગઢ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠક યોજાઇ હતી. જેમાં વિષયતજજ્ઞો, યુનિ.નાં ડિપાર્ટમેન્ટનાં અધક્ષ્ય, ડો. મયંક સોની સહિત ડીન, સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠક દરમિયાન પ્રો. પ્રતાપસિંહજી ચૈાહાણએ જણાવ્યું હતું કે, સત્ય સામેથી છાત્ર પાસે જાય તેવી અપેક્ષા રાખી શકાય નહીં. કોઇપણ નવિનત્તમ જ્ઞાન યુનિ.નાં બાળકોને મળી રહે તેજ બોર્ડ ઓફ સ્ટડીઝની ભુમીકા છે.

ભારતિય જ્ઞાન પરંપરામાં ઋષિકુળથી સાંપ્રત સમય સુધી શિક્ષણનો આત્મા તો એ જ છે, સત્ય તો એ જ છે, અધ્યાત્મ તો એ જ છે, મૂલ્યો પણ એ જ છે, નૈતિક ખ્યાલો પણ એ જ છે, શુચિતાભર્યું પવિત્ર જીવન કે એવા ખ્યાલો પણ એ જ છે, જ્ઞાનની પવિત્રતા પણ એ જ છે, જ્ઞાનની મહત્તા પણ એ જ છે, માણસ સમયે સમયે આ બુનિયાદી બાબતો સાથે બાંધછોડ કરતો રહ્યો છે. માણસની જાણ બહાર જ પછી માણસ, તેનો સમાજ, સઘળું બદલાતું જાય છે, વર્તણૂંકમાં નવાં ગણિતો ગણતો જાય છે પણ આગળ જવાની લ્હાયમાંને લ્હાયમાં તેની પેલી મૂલ્ય પરંપરાઓ, જ્ઞાન પરંપરાઓથી તે ફંટાઈ જાય છે, અને છેવટે સ્થિતિ એવી આવે કે તે ફંગોળાઈ પણ રહે છે. આવી ફંગોળાવાની સ્થિતિ આવે તે પહેલાં માણસે જાગી જવું જોઈએ, સબળ જ્ઞાન પરંપરાઓને પુનર્જીવિત કરવા, તેને ચુસ્તપણે અનુસરવા કૃતનિશ્ચયી બનવું પડે, એ માર્ગે ગતિ કરવા સંકલ્પબદ્ધ બનવું પડે. આવી વાત આજે ભક્તકવિ નરસિંહ મહેતા વિશ્વ વિદ્યાલયનાં કૂલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણે રસાયણ શાસ્ત્ર, જીવ વિજ્ઞાન અને અન્ય વિષયોનાં બોર્ડ ઓફ સ્ટડીઝનાં સભ્યોને સંબોધતા જણાવ્યુ હતુ.

પ્રો. પ્રતપસિંહજી ચૈાહાણે આજની શિક્ષણ વ્યવસ્થા, અભ્યાસ માળખામાં રીચર્સ જન્ય બદલાવોની સમાવેશ પર વાત કતરા જણાવ્યુ હતુ કે આપણી ભારતિય જ્ઞાન પ્રણાલીએ વિશ્વને શાંતિપાઠ આપ્યો છે. જે આકાશમાં, અંતરિક્ષમાં, પૃથ્વીમાં, જળમાં, વૃક્ષમાં, પ્રકૃતિમાં, બ્રહ્મ અને સઘળે માત્રને માત્ર શાંતિ ઇચ્છે છે. આ જ્ઞાને આપણને યુગોથી શીખવ્યું છે કે સૌનું સમાન ધ્યેય હોય સૌનો એક વિચાર હોય, સૌનું એક મન હોય, સૌની પ્રાર્થના કેવળ એકત્વ માટેની હોય, સૌનો વિચાર ભ્રાતૃભાવભર્યો રહ્યો હોય. સૌની કામના સંવાદ-સંવાદિતા માટેની હોય, સૌનો નિર્ધાર પ્રેમ અને ભાઈચારા માટેનો જ હોય. આપણુ પ્રચિન જ્ઞાન ઋષિઓનાં નિરીક્ષણોનું, અનુભવોનું, પ્રકૃતિ-પૃથ્વી-આકાશ-બ્રહ્મ અને આત્મા સાથેના એકત્વનું એ પરિણામ છે. આવું જ્ઞાન માણસને મુક્તિબોધ શીખવે છે, આવું ગાન માણસને આત્મબોધ કરાવે છે, અને આવું જ્ઞાન વિશ્વબોધ પણ કરાવે છે. આઈન્સ્ટાઈનને એવું જ્ઞાન જ વિશ્વને શાંતિ ભણી દોરી જવાની સંભાવનાવાળું લાગ્યું છે. બર્ટ્રાન્ડ રસેલને આવા જ્ઞાનમાં ભરી ભરી મનુષ્યજાતનાં દર્શન થયા છે.બોર્ડ ઓફ સ્ટડીઝ બી વિષયવાર યોજાઇ રહેલી બેઠકોમાં વિષયતજજ્ઞો, યુનિ.નાં ડિપાર્ટમેન્ટનાં અધક્ષ્ય, ડો. મયંક સોની સહિત ડીન, સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Khedbrahma : ભાદરવી પૂનમ મેળા માટે અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે સ્પેશિયલ ટ્રેન શરૂ Easy Transit 2026

ભાદરવી પૂનમ મેળા માટે અસારવા-Khedbrahma વચ્ચે સ્પેશિયલ ટ્રેન શરૂ Khedbrahmaમાં યોજાતા પ્રસિદ્ધ ભાદરવી પૂનમ મેળાને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓની સુવિધા માટે પશ્ચિમ રેલવેના Ahmedabad મંડળ દ્વારા અસારવા અને Khedbrahmaવચ્ચે મેળા સ્પેશિયલ ટ્રેનનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. 19 સપ્ટેમ્બર 2026થી શરૂ થયેલી આ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન 1 ઓક્ટોબર 2026 સુધી દરરોજ દોડાવવામાં આવશે. ભાદરવી પૂનમના પ્રસંગે Khedbrahma ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પહોંચે છે. આ દરમિયાન મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોવાથી તેમને સરળ અને સુવિધાજનક પરિવહન મળી રહે તે માટે રેલવે દ્વારા આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. -> શ્રદ્ધાળુઓની સુવિધા માટે ખાસ ટ્રેન : Khedbrahma ખાતે યોજાતા ભાદરવી પૂનમ મેળામાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચતા હોય છે. ખાસ…

Ahmedabad જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ, વિવિધ પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે કલેક્ટરની સૂચના Problem Shift 2026

Ahmedabad જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ, વિવિધ પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે કલેક્ટરની સૂચના Ahmedabad જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન Ahmedabad જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સંકલન સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેમનું સત્વરે અને હકારાત્મક રીતે નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને કલેક્ટર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. -> સંકલન બેઠકમાં વિવિધ પ્રશ્નો પર ચર્ચા  : જિલ્લા સંકલન સમિતિની બેઠકનો મુખ્ય હેતુ વિવિધ સરકારી વિભાગો વચ્ચે સંકલન વધારીને લોકોના પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવાનો રહ્યો હતો. બેઠક દરમિયાન શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોના પ્રાથમિક પ્રશ્નો ઉપરાંત માળખાકીય સુવિધાઓ સાથે સંકળાયેલા મુદ્દાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા.શહેરી…