કૉંગ્રેસની મહત્ત્વપૂર્ણ બેઠક : ખડગે-રાહુલ ગાંધીએ બોલાવી 8 રાજ્યોની બેઠક, અમેરિકા ટ્રેડ ડીલ પર ઘડાશે રણનીતિ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેે પાર્ટી સંગઠન મજબૂત કરવા અને વર્તમાન રાજકીય મુદ્દાઓ પર રણનીતિ ઘડવા માટે 8 રાજ્યોની મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠક 10 ફેબ્રુઆરીે સવારે 10 વાગ્યે કોંગ્રેસ મુખ્યાલય ઇન્દિરા ભવન ખાતે યોજાશે.

બેઠકમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ હાજર રહેશે. ચર્ચા માટે આવેલા રાજ્યોમાં જમ્મુ-કાશ્મીર, પંજાબ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા અને તમિલનાડુનો સમાવેશ થાય છે.

બેઠકમાં ચર્ચા માટે મુખ્ય મુદ્દાઓ:
– પાર્ટીના સંગઠનાત્મક માળખાને મજબૂત બનાવવા માટે રણનીતિ
– મનરેગા સંબંધિત મુદ્દાઓ
– ભારત-અમેરિકા સંભવિત વેપાર કરારથી ખેડૂતો પર પડતા અસર
– જનતા સુધી ખેડૂત મુદ્દાઓ પહોંચાડવા માટે વ્યાપક રણનીતિ

પક્ષનું નેતૃત્વ આ બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ભવિષ્યની રાજકીય રણનીતિ ઘડી શકે છે. ખાસ કરીને સંગઠનને મજબૂત બનાવવું અને રાજ્યોમાં પાર્ટીની સક્રિયતા વધારવું આ બેઠકનો મુખ્ય હેતુ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

દીવ-મુંબઈ વચ્ચે ઈન્ડિગો ફ્લાઇટનો ભવ્ય પ્રારંભ, પ્રથમ ઉડાનમાં 59 મુસાફરો રવાના

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને મુંબઈ વચ્ચે નવા હવાઈ કનેક્શનથી મુસાફરો માટે રાહત વધારાઈ છે. દીવના નાગવા એરપોર્ટ પરથી આજે ઈન્ડિગો એરલાઈન્સની દીવ-મુંબઈ ફ્લાઇટનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નવી હવાઈ…

ઈરાનનો સાઉદી અરેબિયામાં Prince Sultan Air Base પર હુમલો, US વિમાન અને સૈનિકોને ભારે નુકસાન

સાઉદી અરેબિયામાં પ્રિન્સ સુલતાન એર બેઝ પર 27 માર્ચે ઈરાની મિસાઈલ અને ડ્રોન હુમલામાં યુએસ સૈનિકો અને લશ્કરી સાધનોને મોટો ફટકો પહોંચી ગયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 10 યુએસ…