પીએમ મોદીબે દિવસના મલેશિયા દૌરાએ,દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય મલેશિયા પ્રવાસે છે. પ્રવાસના પ્રથમ દિવસે તેમણે ભારતીય સમુદાયને સંબોધિત કરતાં ‘IMPACT’ વિઝન રજૂ કર્યું અને UPI લોન્ચ કરવાની જાહેરાત કરી. પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી મોદીએ મલેશિયાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાર્તા કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય સત્તાવાર પ્રવાસે મલેશિયા પહોંચ્યા છે. ઓગસ્ટ 2024 માં ભારત–મલેશિયા સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો મળ્યા બાદ આ તેમનો પ્રથમ પ્રવાસ છે, જેને દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. કુઆલાલંપુર પહોંચતાં જ મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમે એરપોર્ટ પર જાતે તેમનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રી મોદીએ અહીં ભારતીય નાગરિકો સાથે પણ મુલાકાત કરી.

“કોઈ બેવડા માપદંડ નહીં, કોઈ સમાધાન નહીં”-પો મોદી

મલેશિયાના પ્રધાનમંત્રી ઇબ્રાહિમ સાથેની પ્રેસ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “અમે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ સાર્થક ચર્ચા કરી. વૈશ્વિક અસ્થિરતાના આ માહોલમાં ભારત અને મલેશિયા વચ્ચે વધતી મિત્રતા બંને દેશો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અમે બંને માનીએ છીએ કે આજના પડકારોનું સમાધાન વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા દ્વારા જ શક્ય છે. શાંતિ માટેના દરેક પ્રયાસને અમે સમર્થન આપતા રહીશું. આતંકવાદ પર અમારો સંદેશ સ્પષ્ટ છે — કોઈ બેવડા માપદંડ નહીં, કોઈ સમાધાન નહીં.”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમની ઉપસ્થિતિમાં ભારત અને મલેશિયા વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે સમજુતીના કરારો (MoUs) નું આદાન-પ્રદાન કરવામાં આવ્યું. આ પગલું બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો અને ભાગીદારીને વધુ મજબૂત બનાવવા દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું, “આજે આપણો સહયોગ કૃષિ અને મેન્યુફેક્ચરિંગથી લઈને સ્વચ્છ ઊર્જા અને સેમિકન્ડક્ટર સુધી દરેક ક્ષેત્રમાં વધુ ઊંડો બની રહ્યો છે. કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણમાં પણ આપણે મહત્વપૂર્ણ ભાગીદાર છીએ. આપણી રક્ષા અને સુરક્ષા સહકાર પણ સતત મજબૂત થઈ રહ્યો છે. આસિયાનની સફળ અધ્યક્ષતા માટે હું તમને ફરી એકવાર અભિનંદન આપું છું. અમને વિશ્વાસ છે કે મલેશિયાના સહયોગથી આસિયાન સાથે આપણા સંબંધો વધુ ઊંડા અને વ્યાપક બનશે. આપણા સંબંધોની સાચી શક્તિ લોકો વચ્ચેના સંબંધોમાં છે. ભારતીય મૂળના લગભગ 30 લાખ મલેશિયાઈ નાગરિકો આપણા બંને દેશો વચ્ચે જીવંત સેતુ સમાન છે.”

મલેશિયામાં દ્વિપક્ષીય વાર્તા દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “પ્રધાનમંત્રી ઇબ્રાહિમ, હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. તમે જેમ રીતે મારું અને મારા પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું, અને આ થોડા કલાકોમાં પરંપરાગત રીતરિવાજોથી આગળ વધી મલેશિયાઈ જીવનની સુંદર ઝલક દર્શાવી, તેમજ જે ઉત્તમ રીતે દરેક વ્યવસ્થા કરી — તે હંમેશા અમારી યાદોમાં રહેશે. તેના માટે હું આપનો દિલથી અને વિશેષ આભાર વ્યક્ત કરું છું.”

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

HAR GHAR TIRANGA National Pride 2026: ચકલાસીમાં “ભારત માતા કી જય”ના નાદ સાથે ભવ્ય તિરંગા યાત્રા

હર ઘર તિરંગા અભિયાન 2026: ચકલાસીમાં ભવ્ય તિરંગા યાત્રા, 1,370 નાગરિકો જોડાયા TIRANGA: હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં 1,370 જેટલા નાગરિકોએ રાષ્ટ્રધ્વજ સાથે ભાગ લીધો. દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને જનજન સુધી પહોંચાડવાના હેતુથી દેશભરમાં ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ગુજરાતમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ કડીમાં નડિયાદ તાલુકાના ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી તથા મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિ અને આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં અંદાજે 1,370 જેટલા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તિરંગા યાત્રા દરમિયાન…

Emergency In Gandhinagar District 2026: કલોલ ONGC પ્લાન્ટમાં આગથી ભારે અફરાતફરી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબૂ મેળવવાની કામગીરી સાથે આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો અને વાહનવ્યવહાર ડાયવર્ટ કર્યો. ગાંધીનગર જિલ્લાના કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાન્ટમાં આગની ઘટના સામે આવતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમોને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આગ આસપાસના વિસ્તારમાં ન ફેલાય તે માટે સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા. આગની તીવ્રતા જોતા ફાયર વિભાગ દ્વારા આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો, જ્યારે કલોલ-માણસા હાઈવે પર વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાહનોને અન્ય માર્ગો તરફ ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ONGC પ્લાન્ટમાં આગથી ચકચાર કલોલ-માણસા હાઈવે…