રશિયામાં લોહિયાળ ખેલ: મેડિકલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં કિશોરનો છરીથી હુમલો, એક ભારતીય સહિત 8 ઘાયલ

રશિયાના બાશ્કોર્ટોસ્તાન રિપબ્લિકમાં આવેલી ઉફા સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીના હોસ્ટેલમાં શનિવારે સાંજે ભયાનક ઘટના સામે આવી છે. હોસ્ટેલના સ્પોર્ટ્સ હોલમાં ઘૂસી આવેલા 15 વર્ષીય કિશોરે અચાનક વિદેશી વિદ્યાર્થીઓ પર છરીથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક ભારતીય વિદ્યાર્થી સહિત કુલ 6 વિદેશી વિદ્યાર્થીઓ અને 2 રશિયન પોલીસ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, હુમલાખોર કિશોર છાત્રાલયમાં ઘૂસીને સ્પોર્ટ્સ હોલમાં હાજર વિદ્યાર્થીઓ પર આડેધડ છરીના ઘા મારવા લાગ્યો હતો. ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. હુમલાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ધરપકડનો પ્રતિકાર કરતા હુમલાખોરે બે પોલીસ અધિકારીઓને પણ છરી મારી હતી.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલા બાદ આરોપીએ પોતાને પણ ગંભીર ઇજા પહોંચાડી હતી. રશિયન મીડિયા ચેનલ ‘રેન ટીવી’ મુજબ ઘટનાસ્થળે ચારેબાજુ લોહીના ડાઘા જોવા મળ્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

આ ઘટનાને પગલે રશિયન તપાસ સમિતિ અને ગૃહ મંત્રાલયે કડક તપાસ શરૂ કરી છે. યુનિવર્સિટી પ્રશાસને હજુ સુધી ઘાયલ વિદ્યાર્થીઓની સત્તાવાર રાષ્ટ્રીયતા જાહેર કરી નથી, પરંતુ ટેલિગ્રામ ચેનલ ‘112’એ પ્રત્યક્ષદર્શીઓને ટાંકીને જણાવ્યું છે કે ઘાયલોમાં ઓછામાં ઓછો એક ભારતીય વિદ્યાર્થી સામેલ છે.

હુમલાખોર કિશોરને ગંભીર હાલતમાં બાળકોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોની સ્થાનિક ક્લિનિકલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાને લઈ ભારતીય દૂતાવાસ પણ માહિતી એકત્ર કરી રહ્યું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Gandhinagarમાં SLBCની ૧૯૦મી બેઠક: CM ભૂપેન્દ્ર પટેલનું છેવાડાના માનવી સુધી ધિરાણ પહોંચાડવા આહવાન Inclusive Growth 2026

Gandhinagarમાં SLBCની 190મી બેઠક: CM ભૂપેન્દ્ર પટેલનું બેન્કર્સને આહવાન, છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચાડો ધિરાણ Gandhinagarમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 190મી બેઠક યોજાઈ. CM ભૂપેન્દ્ર પટેલે MSME, મહિલા ઉદ્યોગકારો, ખેડૂતો અને ગ્રામીણ કારીગરો સુધી સરળતાથી ધિરાણ પહોંચાડવા બેન્કર્સને આહવાન કર્યું. Gandhinagarમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ની 190મી બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના બેન્કિંગ ક્ષેત્રની કામગીરી, સરકારી યોજનાઓના લાભાર્થીઓ સુધી ધિરાણ પહોંચાડવા, ખેડૂતો, નાના ઉદ્યોગકારો, મહિલા ઉદ્યોગ સાહસિકો અને ગ્રામીણ કારીગરોને સમયસર નાણાકીય સહાય સહિતના વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેન્કર્સને **‘ક્રેડિટ ટુ લાસ્ટ માઈલ’**ના અભિગમને સાકાર કરવા ખાસ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે બેન્કિંગ સેવાઓનો લાભ સમાજના છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે બેન્કિંગ ક્ષેત્રે…

India Day : અમેરિકાના અનેક રાજ્યોમાં ૧૫ ઓગસ્ટ ‘India Day’ તરીકે જાહેર Global Pride 2026

અમેરિકાના અનેક રાજ્યોમાં 15 ઓગસ્ટને ‘India Day’: ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીને ખાસ સન્માન  ભારતના 80મા સ્વતંત્રતા દિવસ પહેલાં અમેરિકાના અનેક રાજ્યોમાં 15 ઓગસ્ટ 2026ને India Day અથવા India Independence Day તરીકે માન્યતા આપવામાં આવી છે. જાણો સંપૂર્ણ વિગતો. ભારતના 80મા સ્વતંત્રતા દિવસ પહેલાં અમેરિકામાં ભારતીય તિરંગાની ગુંજ જોવા મળી રહી છે. અમેરિકાના અનેક રાજ્યોએ 15 ઓગસ્ટ 2026ને ‘India Day’ અથવા ‘India Independence Day’ તરીકે માન્યતા આપવાની વિશેષ જાહેરાતો કરી છે. આ નિર્ણય માત્ર ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂરતો સીમિત નથી, પરંતુ અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકોના યોગદાન અને ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોને પણ પ્રતિબિંબિત કરે છે.હાલમાં ડેલાવેર, ન્યૂયોર્ક, ન્યૂ જર્સી અને મેસેચ્યુસેટ્સ સહિતના રાજ્યોમાં 15 ઓગસ્ટને વિશેષ રીતે માન્યતા આપવામાં આવી છે. આ જાહેરાતોથી અમેરિકામાં ભારતીય…