એજિયન સમુદ્રમાં હાઈ-સ્પીડ બોટ અને ગ્રીસ કોસ્ટ ગાર્ડ વચ્ચે ભયાનક ટક્કર, 15ના મોત

એજિયન સમુદ્રના ચિઓસ ટાપુ નજીક મંગળવારની મોડી રાત્રે એક કાળજું કંપાવી દેતી ઘટના સર્જાઈ. ગ્રીક કોસ્ટ ગાર્ડનું પેટ્રોલિંગ જહાજ અને શરણાર્થીઓ લઈને આવી રહેલી હાઈ-સ્પીડ બોટ વચ્ચે ટક્કર થવા થી દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો, જેમાં અત્યાર સુધી 15 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મોતમાં 11 પુરૂષો અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. અનેક લોકો હજુ સમુદ્રમાં ગુમ છે, અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

અકસ્માતના કારણો
કોસ્ટ ગાર્ડના સત્તાવાર નિવેદન મુજબ, આ સ્પીડબોટ નેવિગેશન લાઇટ વગર અંધારામાં તુર્કી કિનારેથી ગ્રીસ તરફ આવી રહી હતી. જ્યારે પેટ્રોલિંગ જહાજે અવાજ અને પ્રકાશના સંકેતો આપી તેને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે બોટના ચાલકે દિશા બદલી અને સીધી ટક્કર થઈ. તેના કારણે બોટ સમુદ્રમાં પલટી ખાઈ ગઈ.

બચાવ કામગીરી
રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અત્યાર સુધી 24 લોકો બચાવવામાં આવ્યા, જેમાં 11 બાળકો અને 2 સગર્ભા મહિલાઓ પણ શામેલ છે. હોસ્પિટલના સૂત્રો અનુસાર, કેટલાક બાળકોની હાલત ગંભીર છે અને તેમને આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. દુર્ભાગ્યવશ, સારવાર દરમિયાન બે સગર્ભા મહિલાઓએ ગર્ભપાતનો સામનો કરવો પડ્યો છે.

ગ્રીસ સરકારની પ્રતિક્રિયા
આ ઘટનાને લઈને ગ્રીસના મેરીટાઇમ અફેર્સ મંત્રી વાસિલિસ કિલીલિયસએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને તેને માનવીય ત્રાસદી ગણાવી છે. હાલમાં, એરફોર્સના સુપર પુમા હેલિકોપ્ટર, ખાનગી ડાઇવર્સ અને ચાર પેટ્રોલિંગ જહાજો દ્વારા સમુદ્રમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, જેથી કોઈ અન્ય ગુમ થયેલ વ્યક્તિ મળી શકે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

 

Related Posts

New Tourism Era In Gujarat Maritime Wonders 2026: રાજ્યના ૧૭ લાઇટહાઉસ હવે બનશે ટૂરિસ્ટ હોટસ્પોટ

Gujarat Maritime Tourism: રાજ્યના 17 લાઇટહાઉસ આધુનિક સુવિધાઓ સાથે બન્યા પ્રવાસન કેન્દ્રો ગુજરાતમાં મેરિટાઈમ Tourismને વેગ આપવા 17 લાઇટહાઉસને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. દ્વારકા, માંડવી, ગોપનાથ, વેરાવળ અને હજીરા સહિતના લાઇટહાઉસમાં કેફેટેરિયા, બગીચા, એમ્ફિથિએટર અને લાઇટ એન્ડ સાઉન્ડ શો જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ગાંધીનગર, 14 ઓગસ્ટ 2026: ગુજરાતના લાંબા દરિયાકિનારા અને સમૃદ્ધ દરિયાઈ વારસાને પ્રવાસન સાથે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં મેરિટાઈમ Tourismને નવી ઊંચાઈ આપવાના હેતુથી કુલ 17 ઐતિહાસિક લાઇટહાઉસને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. હવે જહાજોને દરિયાઈ માર્ગદર્શન આપતી આ દીવાદાંડીઓ માત્ર નેવિગેશન માટે જ નહીં, પરંતુ પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા દેશના…

PM SVANidhi :Aadhar card થી ₹90,000 ની લોન મળશે ? જાણો સંપૂર્ણ માહિતી…Safety & Awareness

Aadhar card ધાર કાર્ડથી મળશે ₹90,000 સુધીની લોન? 75 લાખથી વધુ લોકોએ લીધો લાભ, જાણો યોજનાની સંપૂર્ણ માહિતી PM SVANidhi  સરકારની એક યોજના હેઠળ નાના વેપારીઓ અને જરૂરિયાતમંદ લોકોને લોનની સુવિધા મળે છે. ₹90,000 સુધીની લોન, પાત્રતા, અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો વિશે જાણો. આજના સમયમાં નાનો વ્યવસાય શરૂ કરવા અથવા પહેલેથી ચાલી રહેલા ધંધાને આગળ વધારવા માટે મૂડીની જરૂર પડે છે. પરંતુ ઘણા નાના વેપારીઓ અને સ્વરોજગાર સાથે જોડાયેલા લોકો માટે બેન્કમાંથી લોન મેળવવી મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને ગેરંટી, જામીન અને વિવિધ દસ્તાવેજોની પ્રક્રિયાને કારણે લોકો લોન લેવાનું ટાળે છે. આવી સ્થિતિમાં સરકારની પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના (PM SVANidhi) નાના સ્ટ્રીટ વેન્ડર્સ માટે મહત્વપૂર્ણ સહાય બની છે. આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને કોલેટરલ એટલે…