ઇમરાન ખાનની આંખનું ગુપ્ત રીતે કરાયું ઓપરેશન, ત્રણ કલાક સુધી ચાલી સર્જરી

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને હાલ જેલમાં બંધ ઇમરાન ખાનની આંખની સર્જરી ગુપ્ત રીતે કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. પાકિસ્તાનના માહિતી પ્રધાન અતાઉલ્લાહ તરારએ ગુરુવારે આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ઇમરાન ખાનની હાલત સંપૂર્ણપણે સ્થિર છે અને તેમને કોઈ ગંભીર આરોગ્ય સંકટ નથી.

73 વર્ષીય ઇમરાન ખાન હાલમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. ગયા અઠવાડિયે આંખમાં તકલીફની ફરિયાદ બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીએ દાવો કર્યો હતો કે ઇમરાન ખાનને આંખની ગંભીર બીમારી છે.

સમર્થકો અને પરિવારજનોમાં ચિંતા
પીટીઆઈના અહેવાલ મુજબ, ઇમરાન ખાનને જમણી આંખમાં સેન્ટ્રલ રેટિના વેઇન ઓક્લુઝન હોવાનું નિદાન થયું છે, જે આંખની નસમાં અવરોધ સર્જે છે. જોકે, ઇમરાન ખાનની બહેન નૂરીન ખાને આ દાવાને નકારી કાઢતા કહ્યું હતું કે તેમના ભાઈને આંખની કોઈ ગંભીર બીમારી નથી.

નૂરીન ખાને આરોપ લગાવ્યો હતો કે ઇમરાન ખાનને સારવારના બહાને રાત્રિના અંધારામાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને સ્પષ્ટ માહિતી આપ્યા વિના લગભગ ત્રણ કલાક બાદ ફરીથી જેલમાં પરત લાવવામાં આવ્યા હતા, જેના કારણે પરિવાર અને સમર્થકોમાં ચિંતા ફેલાઈ હતી.

કેવી રીતે કરાઈ સારવાર?
અલ-કાદિર ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં દોષિત ઠરાવવામાં આવેલા ઇમરાન ખાનને શરૂઆતમાં અદિયાલા જેલમાં જ તબીબી તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ ડોકટરોની સલાહ અનુસાર, તેમને શનિવારે રાત્રે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ ઈસ્લામાબાદ સ્થિત પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (PIMS) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

માહિતી પ્રધાન અતાઉલ્લાહ તરારે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ઇમરાન ખાનની આંખોની વિસ્તૃત તપાસ અને જરૂરી સારવાર કરવામાં આવી હતી. સર્જરી લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી, ત્યારબાદ તેમને ફરીથી જેલમાં ખસેડવામાં આવ્યા હતા. સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઇમરાન ખાનની તબિયત હાલમાં સ્થિર છે અને તેમને જરૂરી તબીબી દેખરેખ આપવામાં આવી રહી છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર; બે નવા વેટલેન્ડને રામસર સાઈટ બનાવવા પ્રસ્તાવ

ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ-‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા તા.01 અને 02 ફેબ્રુઆરી 2026ના રોજ પોરબંદર ખાતે ૦૮મા ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ’ સેમિનાર-કમ-વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સેમિનારનું ઉદ્ઘાટન તા. ૦૧…

ગુજરાત: SIR પ્રક્રિયામાં 14.70 લાખ ફોર્મ મળ્યા, વાંધા-દાવાની સમયમર્યાદા 30 જાન્યુઆરીએ પૂર્ણ

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)…