અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથેની મુલાકાત પછી જણાવ્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવામાં સમય લાગશે. ટ્રમ્પે કહ્યું કે યુદ્ધ તાત્કાલિક સમાપ્ત થવાની સંભાવના નથી, છતાં દુનિયાના દરેક દેશની ઈચ્છા છે કે આ સંઘર્ષ ઝડપથી ખતમ થાય.
ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે દાવોસમાં એક કલાક સુધી બેઠક થઈ, જેમાં બંને ટીમોના કામ અને યુક્રેન માટેના હવાઈ સંરક્ષણ પેકેજ અંગે ચર્ચા થઇ. ઝેલેન્સકીએ X પર લખ્યું કે તેમણે દસ્તાવેજો વધુ સારી રીતે તૈયાર કર્યા અને હવાઈ સંરક્ષણ પેકેજ માટે ટ્રમ્પનો આભાર માન્યો.
ટ્રમ્પે જણાવ્યું કે હવે અમેરિકાના વહીવટી અધિકારીઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ વાટાઘાટો કરવા જઈ રહ્યા છે. ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને તેમના જમાઈ જેરેड़ કુશનર મોસ્કોમાં પુતિન સાથે 20 મુદ્દાની શાંતિ યોજના પર ચર્ચા કરશે. આ બેઠકનો હેતુ યુદ્ધવિરામને આગળ વધારવાનો અને બંને પક્ષો વચ્ચે સમાધાન લાવવાનો છે.
ટ્રમ્પે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધ એક જટિલ બાબત છે, જેમાં અનેક દેશો અને હિતો જોડાયેલા છે. અમેરિકા બંને પક્ષો વચ્ચે વાતચીત લાવવા અને હિંસા અટકાવવા માટે કાર્યરત છે. તેમણે ઉમેર્યું, “અમારી પ્રાથમિકતા જીવન બચાવવી છે.”
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






