નવરચિત વાવ-થરાદ જિલ્લામાં રાજ્યકક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, જાણો કેવી છે તૈયારી

તા.26 જાન્યુઆરી, 2026ના રોજ 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવીન વાવ–થરાદ જિલ્લામાં યોજાનાર છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં યોજાનાર આ મહત્વપૂર્ણ ઉજવણીને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક આયોજન અને વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

આ અંગે મીડિયાના મિત્રોને આયોજન અને કાર્યક્રમોની સંપૂર્ણ માહિતી આપવા માટે આજે જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિના અધ્યસ્થાને કલેક્ટર કચેરી, થરાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “આપણો જિલ્લો ભાગ્યશાળી છે કે તેને રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વ ઉજવણીનું આયોજન મળ્યું છે. નવીન જિલ્લા માટે આ એક ઉત્તમ તક છે અને આ ઉજવણી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.”

તેમણે જણાવ્યું કે, તા. 26 જાન્યુઆરીના રોજ સવારે 9.00 વાગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા વિવિધ પરેડ અને કાર્યક્રમો યોજાશે. જિલ્લા કલેક્ટરએ માહિતી આપતા જણાવ્યું કે, તા. 25 જાન્યુઆરીના રોજ સવારે 10.00 વાગે મુખ્યમંત્રીનું આગમન થશે. આ દિવસે સેવા સદનનું ભૂમિપૂજન, ગૌમાતા સર્કલનું અનાવરણ, દૂધવા જીઆઇડીસીનું ભૂમિપૂજન, નારી સશક્તિકરણ કાર્યક્રમ, ગૌભક્તો સાથે મુખ્યમંત્રીનો સંવાદ તેમજ ગાયત્રી મંદિરમાં શસ્ત્ર પ્રદર્શન જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાશે.

આ ઉપરાંત, તા. 25 જાન્યુઆરીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં થરાદના મલુપુર ખાતે “એટ હોમ” કાર્યક્રમ સાથે સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ગ્રામ્ય કક્ષાએ પણ લોકો વિશાળ પ્રમાણમાં સહભાગી બને તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દરેક ગામમાં શાળા અને ગ્રામ પંચાયત કક્ષાએ ઉજવણી થાય તે માટે વહીવટીતંત્ર તથા પદાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. ઉજવણી દરમિયાન સ્વચ્છતા અને રોશની માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.

ઉજવણીના ભાગરૂપે તા. 22 જાન્યુઆરીએ ચેતક કમાન્ડોની મોકડ્રીલ યોજાઈ હતી. જ્યારે તા. 23 અને 24 જાન્યુઆરીના રોજ સવારે ૫.૦૦ વાગે પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લામાં દેશભક્તિનો માહોલ સર્જાય અને વધુમાં વધુ નાગરિકો આ રાષ્ટ્રીય પર્વમાં સહભાગી બને તેવી જિલ્લા કલેક્ટરએ અપીલ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં નિવાસી અધિક જિલ્લા કલેક્ટર તુષાર જાની, નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર, સહાયક માહિતી નિયામક નરેન્દ્ર પંડ્યા (અમદાવાદ) સહિત જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Horoscope : 30 સપ્ટેમ્બર 2026નું રાશિફળ, બુધવાર

Horoscope ♈ મેષ રાશિ કરિયર: અટકેલા કામને આગળ ધપાવવાનો દિવસ છે. ઓફિસમાં તમારી જવાબદારી વધી શકે છે.નાણાં: પરિવારના ખર્ચ અથવા બજેટને લઈને ચર્ચા થઈ શકે છે, તેથી ખર્ચ કરતા પહેલાં હિસાબ ચોક્કસ કરો. પ્રેમ: જીવનસાથી સાથે નાની ગેરસમજ થઈ શકે, પરંતુ વાતચીતથી ઉકેલ આવશે.સ્વાસ્થ્ય: થાક અને ઊંઘની કમીથી બચો.શુભ રંગ: લાલ | શુભ અંક: 9 ♉ વૃષભ રાશિ કરિયર: કામમાં સ્થિરતા રહેશે. અધૂરું કામ પૂર્ણ કરવા માટે સારો દિવસ છે.નાણાં: પૈસાની બાબતમાં વ્યવહારુ નિર્ણય લેવો લાભદાયક રહેશે. બિનજરૂરી ખરીદી ટાળો.પ્રેમ: સંબંધોમાં વિશ્વાસ વધશે અને પરિવાર તરફથી સહયોગ મળશે.સ્વાસ્થ્ય: આરામ અને નિયમિત દિનચર્યા પર ધ્યાન આપો.શુભ રંગ: સફેદ | શુભ અંક: 6 ♊ મિથુન રાશિ કરિયર: નવી તક અથવા નવા પ્રોજેક્ટની શરૂઆત થઈ શકે છે. તમારી વાત…

દુબઈથી Mumbai આવતા જ , ₹5.17 કરોડનું કૌભાંડ આચરનાર કુખ્યાત શખ્સ દબોચાયો Breakthrough

કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી Mumbaiઆવતા જ ઝડપાયો: ટાસ્ક ફ્રોડ અને ફેક આઈસગેટ કૌભાંડમાં 3 વર્ષથી ફરાર હતો, બે દિવસમાં ₹5.17 કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરાવ્યા’તા Mumbai: સાયબર ક્રાઇમના એક મોટા કેસમાં ત્રણ વર્ષથી ફરાર આરોપી દુબઈથી Mumbai પરત ફરતા જ પોલીસના હાથે ઝડપાયો હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ટાસ્ક ફ્રોડ અને કથિત ફેક આઈસગેટ કૌભાંડ સાથે સંકળાયેલો હતો. તપાસમાં આરોપી દ્વારા માત્ર બે દિવસના સમયગાળામાં આશરે ₹5.17 કરોડના શંકાસ્પદ ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં આરોપીની ભૂમિકા સાયબર છેતરપિંડીના નાણાકીય વ્યવહારો અને બેંક ખાતાઓના ઉપયોગ સાથે જોડાયેલી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. લાંબા સમયથી પોલીસથી બચવા માટે વિદેશમાં રહેતો આરોપી દુબઈથી Mumbai આવ્યો ત્યારે જ તપાસ…