અક્ષય કુમારની કારનો અકસ્માત: ઓટો ડ્રાઈવર ઈજાગ્રસ્ત, અભિનેતા સલામત

બોલીવુડ સ્ટાર અક્ષય કુમારની કાર મંગળવારે રાત્રે જુહુ વિસ્તારના થિંક જીમ નજીક અકસ્માતમાં ફસાઈ ગઈ. કાફલાની એસ્કોર્ટ કાર, જેમાં તેમના સુરક્ષા સ્ટાફ સવાર હતા, ઓટો-રિક્ષા સાથે અથડાઈ, જેના કારણે કારને નુકસાન થયું છે. સદનસીબે, અક્ષય કુમાર અને તેમની પત્ની ટ્વિંકલ સલામત રહ્યા, જ્યારે ઓટો ડ્રાઈવરને ઈજા થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું.

એક મર્સિડીઝ કાર ઝડપથી આવી, પહેલા ઓટો-રિક્ષાને ટક્કર મારી, પછી કાબૂ ગુમાવીને અક્ષય કાફલાની ઇનોવા કાર સાથે અથડાઈ. અક્ષય અને ટ્વિંકલ કાફલાની આગળની બીજી કારમાં મુસાફરી કરી રહ્યા હતા, જેને થોડાક હલકા નુકસાન થયાં, પરંતુ ગંભીર ઈજા કોઈને થઈ નથી.

સોશિયલ મીડિયામાં અકસ્માતનો વિડિયો વાયરલ થયો છે, જેમાં ગાડી ઓટો-રિક્ષા પર પલટી જાય છે અને આસપાસની ભીડ ઘટના જોતી જોવા મળે છે. આ ઘટનાને કારણે સ્થાનિક વિસ્તારમાં થોડો ગભરાટ ફેલાયો હતો, પરંતુ પરિસ્થિતિ ઝડપથી કાબુમાં આવી.

પોલીસ તપાસ:
અકસ્માત અંગે પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી, અને દૂર્ઘટના મર્સિડીઝ ડ્રાઇવરની ભૂલથી થઈ કે ટેકનિકલ ખામીની કારણે, તે સ્પષ્ટ નથી.

અક્ષય કુમારની ટીમે પણ આ ઘટના અંગે હજુ સત્તાવાર નિવેદન આપ્યું નથી. ચાહકો સોશિયલ મીડિયા પર તેમની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Census2026/ 1 જૂનથી શરૂ, ગુજરાતીઓ તૈયાર રહો આ 33 સવાલોનાં જવાબ આપવા માટે

Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે સરકાર વસ્તી ગણતરીની (Gujarat Census 2026) પ્રક્રિયાને વધુ આધુનિક, ઝડપી અને ભૂલરહિત બનાવવા માટે સંપૂર્ણપણે ડિજિટલ ટેક્નોલોજી પર ભાર મૂકી રહી છે.

ભારતમાં હેન્ટાવાઇરસને લઈને ચિંતા વચ્ચે NIV અને WHOએ આપી રાહત

તાજેતરમાં ડચ ક્રૂઝ શિપ MV Hondius પર હેન્ટાવાઇરસના કેસો સામે આવતા વૈશ્વિક સ્તરે ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને જહાજ પર બે ભારતીય નાગરિકો પણ ક્રૂ મેમ્બર તરીકે હાજર હોવાના અહેવાલો…