રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હિમાચલ પ્રદેશના પ્રતિનિધિ મંડળ સાથે અમદાવાદ ફ્લાવર શો અને અટલબ્રિજની મુલાકાત લીધી

ગુજરાતની મુલાકાતે પધારેલા હિમાચલ પ્રદેશના સાંસદઓ અને ધારાસભ્યઓના પ્રતિનિધિ મંડળ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો અને આઇકોનિક અટલબ્રિજની મુલાકાત લીધી હતી.

‘ભારત એક ગાથા’ થીમ પર આધારિત 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શૉની મુલાકાત દરમિયાન રાજ્યપાલ અને પ્રતિનિધિ મંડળના સભ્યોએ ફૂલોથી કંડારેલી મનમોહક કૃતિઓ નિહાળી હતી. ભારતના ઉત્સવો, નૃત્ય શૈલીઓ, બાળકોનું ભારત, શાશ્વત ભારત અને ભારતની વૈશ્વિક સિદ્ધિઓને પ્રદર્શિત કરતા સ્કલ્પચર્સ જોઈને સૌ મહાનુભાવોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

વિશેષ કૃતિઓ બની આકર્ષણનું કેન્દ્ર
ખાસ કરીને, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પામેલા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ફૂલ ચિત્ર (Floral Portrait), ‘સ્ત્રી સશક્તીકરણ’ થીમ પર આધારિત સ્કલ્પચર અને યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલી અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર ‘દિવાળી’ પર તૈયાર કરાયેલી વિશેષ કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ફૂલ, કળા અને કલ્પનાના સંગમથી ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિને રજૂ કરતી આ કૃતિઓએ મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા.

આઇકોનિક અટલ બ્રિજની મુલાકાત લીધી
આ મુલાકાત દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ રાજ્યપાલ અને પ્રતિનિધિ મંડળને ફ્લાવર શોના આયોજન, તેની પૂર્વતૈયારીઓ અને વિવિધ કલાત્મક કૃતિઓની તકનીકી વિગતોથી માહિતગાર કર્યા હતા. ફ્લાવર શો બાદ પ્રતિનિધિ મંડળે આઇકોનિક અટલ બ્રિજની મુલાકાત લીધી હતી અને તેના અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે લેડી ગવર્નર દર્શના દેવીજી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અજિતેશ ઔરંગાબાદકર અને જયેશ ઉપાધ્યાય સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના વરિષ્ઠ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ: 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ, 22 બાળકોના મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ પર છે. રાજ્યમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વાયરસના લક્ષણો જોવા મળતા તપાસ, સારવાર અને સર્વેલન્સ વધુ સઘન બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા 184 શંકાસ્પદ કેસોમાંથી 35 કેસ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે, જ્યારે 11 દર્દીઓના સેમ્પલના ટેસ્ટ રિપોર્ટ હજુ બાકી છે. ગુજરાતમાં રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરા વાયરસના નથી. આરોગ્ય વિભાગ દરેક કેસની તપાસ કરી રહ્યું છે અને લેબોરેટરી પરીક્ષણ બાદ જ અંતિમ પુષ્ટિ કરવામાં આવે છે. ગુજરાતમાં 22 બાળકોના મોતથી ચિંતા વધી ગુજરાતમાં આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કારણે 22 બાળકોના મોત થયા છે. આ આંકડાએ…

ખેડૂતો માટે રાહતના સમાચાર: ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ બાદ હવે હવામાનમાં રાહત જોવા મળી રહી છે. સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું હતું, નદીઓમાં નવા નીર આવ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે હવામાન વિભાગે રાજ્ય માટે રાહતના સમાચાર આપ્યા છે. ગુજરાતમાં ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે. આગામી છ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી ખેડૂતો માટે ખાસ કરીને રાહતરૂપ માનવામાં આવી રહી છે, કારણ કે સતત ભારે વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થવાની આશંકા…