Jammu Kashmir: પૂંછમાં શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન નજરે પડ્યા, સેનાએ ગોળીબાર કરીને જવાબ આપ્યો

જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી ડ્રોન પ્રવૃત્તિ ફરી એકવાર સામે આવી છે. પૂંછ જિલ્લાના દિગ્વાર સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) નજીક એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું, જેના પગલે ભારતીય સેનાએ તરત જ કાર્યવાહી કરીને 40થી વધુ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.

અધિકારીઓના જણાવ્યા મુજબ આ ડ્રોન પાકિસ્તાની સેનાની 24 પીઓકે યુનિટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું, જે 03 પીઓકે બ્રિજ હેઠળ આવે છે. ઘટનાના પગલે સરહદી વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ ડ્રોન ગતિવિધિ
પૂંછ ઉપરાંત સાંબા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પર પણ શંકાસ્પદ ડ્રોન પ્રવૃત્તિના અહેવાલો સામે આવ્યા છે. થોડા સમય પહેલાં રામગઢ સેક્ટરમાં ડ્રોન જોવા મળ્યા, જેના કારણે સુરક્ષા દળોમાં ચેતવણી ફેલાઈ ગઈ હતી. માહિતી મળતાની સાથે જ સરહદ પર તૈનાત તમામ સુરક્ષા દળોને અલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

સવારે વિશાળ સર્ચ ઓપરેશન શરૂ થશે
અધિકારીઓએ જણાવ્યું કે રાત્રિના સમયે અંધારાને કારણે શોધખોળ શક્ય બની ન હતી. સવારે પ્રકાશ પડતાં જ સમગ્ર વિસ્તારમાં વિશાળ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવશે. ડ્રોનની હાજરી, તેના હેતુ અને સંભવિત આતંકી પ્રવૃત્તિની તપાસ કરવામાં આવશે.

રાજૌરીમાં IED જપ્ત
આ દરમિયાન રાજૌરી જિલ્લાના માંજાકોટ વિસ્તારમાંથી 3.5 કિલોગ્રામ IED મળવાની પણ માહિતી મળી છે. સેનાએ આતંકવાદ વિરોધી કાર્યવાહી દરમિયાન આ વિસ્ફોટક જપ્ત કર્યું હતું. IED મળ્યા બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધુ તેજ કરી દીધું છે.

સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય સમીક્ષા
જમ્મુ અને કાશ્મીરમાં વધી રહેલી સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન ગુરુવારે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં કાશ્મીર અને જમ્મુ બંને વિસ્તારોમાં સુરક્ષા પરિસ્થિતિ, આતંકવાદ વિરોધી કામગીરી અને ભવિષ્યની સુરક્ષા તૈયારી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

LPG Gas Cylinder: માત્ર 6 દિવસ બાકી, ગેસ બંધ થાય તે પહેલાં પતાવી લો આ કામ! Urgent Action

માત્ર 6 દિવસ બાકી, પછી LPG ગેસ સિલિન્ડર નહીં મળે? કંપનીઓની ચેતવણી વચ્ચે જાણો શું કરવું LPG ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર. KYC અને ગ્રાહકની માહિતી અપડેટ કરાવવા અંગેની ચેતવણી વચ્ચે જાણો શું કરવું, કયા દસ્તાવેજો જરૂરી છે અને સિલિન્ડર સપ્લાય પર શું અસર પડી શકે છે.LPG ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા કરોડો ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા અને વિવિધ અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે માત્ર 6 દિવસ બાદ કેટલાક ગ્રાહકોને LPG સિલિન્ડર નહીં મળે, જો તેમણે જરૂરી પ્રક્રિયા પૂર્ણ નહીં કરી હોય. આ દાવાને કારણે ઘરેલુ ગેસ ગ્રાહકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને સબસિડી, ગેસ કનેક્શન અને સિલિન્ડરની ડિલિવરી સાથે જોડાયેલા ગ્રાહકો માટે KYC અને ગ્રાહક વિગતો અપડેટ રાખવી…

ચમોલીમાં વાદળ ફાટ્યું, તમક નાળામાં અચાનક પૂરઃ પુલ તણાયો, BRO કર્મચારી લાપતા

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સોમવારે ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટવાની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભારે વરસાદ બાદ નીતી ઘાટીમાં આવેલા તમક નાળામાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. પાણીના તેજ પ્રવાહના કારણે મલારીથી આગળ નાળા પર બનાવવામાં આવેલો પુલ તણાઈ ગયો હતો. પુલ તણાઈ જતાં નીતી ઘાટી તરફનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. ઘટનાને પગલે સ્થાનિક પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ભારે વરસાદ અને અચાનક પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને નાળા તથા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. ચમોલી જિલ્લામાં તમક નાળામાં અચાનક વધ્યો પાણીનો પ્રવાહ ચમોલી જિલ્લાના નીતી ઘાટી વિસ્તારમાં સોમવારે ભારે વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન વાદળ ફાટવાની ઘટના બનતા તમક નાળામાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. ચમોલી…