ફેડરલ રિપબ્લિક ઑફ જર્મનીના ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મૅર્ઝનો ભારત-ગુજરાત પ્રવાસ સંપન્ન, રાજ્યપાલ અને CMએ આપી વિદાય

ફેડરલ રિપબ્લિક ઑફ જર્મનીના ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મૅર્ઝનો ભારત-ગુજરાત પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિવિધ સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક કાર્યક્રમોમાં તથા ભારત-જર્મન સી.ઈ.ઓ. ફોરમમાં સહભાગી થયા બાદ તેમણે આજે અમદાવાદ એરપોર્ટ ખાતેથી જર્મની જવા પ્રસ્થાન કર્યુ હતુ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ જર્મન ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મૅર્ઝને ભાવસભર વિદાય આપી હતી.

આ પ્રસંગે મુખ્ય સચિવ એમ. કે. દાસ, જીએડીના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજૂ શર્મા, શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, ચીફ પ્રોટોકોલ અધિકારી જલવંત ત્રિવેદી, જિલ્લા કલેકટર સુજીત કુમાર, એમઇએના અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

2025માં ચાન્સેલર તરીકે ચૂંટાયા
જર્મનીની 2025ની ચૂંટણીમાં ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો, જ્યારે ફ્રેડરિક મેર્ઝની જમણેરી પાર્ટી સત્તામાં આવી છે. આ ચૂંટણી યુક્રેન યુદ્ધ અને અર્થતંત્ર જેવા મુખ્ય મુદ્દાઓ પર કેન્દ્રિત હતી, જેણે મતદારોને પ્રભાવિત કર્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

 

Related Posts

લેબનોનમાં ઇઝરાયલના ભીષણ હવાઈ હુમલા : હિઝબુલ્લાહના વરિષ્ઠ કમાન્ડર સહિત 12ના મોત

લેબનોનના પૂર્વી અને દક્ષિણ વિસ્તારોમાં રવિવારે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના એક વરિષ્ઠ કમાન્ડર સહિત ઓછામાં ઓછા 12 લોકોના મોત નીપજ્યા હોવાનું અહેવાલો જણાવે છે. હુમલાઓને કારણે…

IMDની ચેતવણી : દેશના વાતાવરણમાં મોટો ફેરફાર, અનેક રાજ્યોમાં એલર્ટ

દેશના હવામાનમાં આવનારા દિવસોમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ IMD જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં ગરમીનું મોજું વધુ તીવ્ર બનશે, જ્યારે દક્ષિણ અને પૂર્વી રાજ્યોમાં ભારે વરસાદ,…