સોમનાથ સ્વાભિમાન પર્વ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરી

જૂનાગઢ, તા. ૧૦ — ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું આજે જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટ ખાતે જિલ્લા પ્રશાસન તથા ભાજપના આગેવાનો દ્વારા ઉમળકાભેર અને ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને મહાનુભાવો સોમનાથ ખાતે આયોજિત ‘સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા પધાર્યા હતા.

કેશોદ એરપોર્ટ પર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગટીયા, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, આસિસ્ટન્ટ કલેક્ટર વંદના મીણા સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉષ્માભેર આવકાર કર્યો હતો.

આ ઉપરાંત કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા તથા અન્ય સ્થાનિક આગેવાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિ પણ નોંધપાત્ર રહી હતી.

સોમનાથ ખાતે યોજાનાર સ્વાભિમાન પર્વ અંતર્ગત ધાર્મિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ગૌરવના કાર્યક્રમોમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહભાગી થવાના છે. આ પ્રસંગે સુરક્ષા અને વ્યવસ્થાપન માટે જિલ્લા પ્રશાસન દ્વારા યોગ્ય તૈયારીઓ કરવામાં આવી હતી.

આ મુલાકાતને લઈ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

  • Related Posts

    એક ડોઝ કે બે? HPV રસીકરણની ભલામણો વિશે શું જાણવું જરૂરી…..

    હ્યુમન પેપિલોમાવાયરસ એટલે કે HPV સામેનું રસીકરણ સર્વાઇકલ કેન્સર સહિત HPVથી સંબંધિત અનેક પ્રકારના કેન્સરથી બચાવ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે HPV રસીકરણ અંગે લોકોમાં વારંવાર એક સવાલ જોવા મળે છે—રસીના એક ડોઝથી કામ થઈ જાય કે બે ડોઝ જરૂરી છે? આ પ્રશ્નનો જવાબ દરેક વ્યક્તિ માટે એકસરખો નથી. રસી કઈ ઉંમરે શરૂ કરવામાં આવી, વ્યક્તિની રોગપ્રતિકારક સ્થિતિ કેવી છે અને કયા દેશની રસીકરણ માર્ગદર્શિકા લાગુ પડે છે તેના આધારે ડોઝની સંખ્યા બદલાઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) 9થી 14 વર્ષની છોકરીઓ માટે એક અથવા બે ડોઝની ભલામણને માન્ય રાખે છે, જ્યારે કેટલીક રાષ્ટ્રીય માર્ગદર્શિકાઓ બે ડોઝને પ્રમાણભૂત શેડ્યૂલ તરીકે સૂચવે છે. HPV શું છે અને રસી કેમ મહત્વની છે? HPV એક સામાન્ય વાયરસ…

    રાજ ઠાકરે અને Uddhav Thackeray 4 ઓક્ટોબરે મુંબઈમાં જનમોર્ચાનું નેતૃત્વ કરશે, SIR મુદ્દે ચૂંટણી પંચ સામે વિરોધ

    મુંબઈ : મહારાષ્ટ્રના રાજકારણમાં લાંબા સમય બાદ ફરી એકવાર રાજ ઠાકરે અને Uddhav Thackeray એક જ મુદ્દે સાથે જોવા મળવાના છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે અને શિવસેના (UBT)ના પ્રમુખ Uddhav Thackeray 4 ઓક્ટોબર 2026ના રોજ મુંબઈમાં સંયુક્ત જનમોર્ચાનું નેતૃત્વ કરશે. આ માર્ચ ચૂંટણી પંચની મતદાર યાદીના Special Intensive Revision (SIR) સહિત ચૂંટણી પ્રક્રિયા અંગેના વિરોધને કેન્દ્રમાં રાખીને યોજાશે. બંને પક્ષોએ આ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો અને અન્ય રાજકીય પક્ષોને જોડાવાનું આહ્વાન કર્યું છે. રાજ ઠાકરેએ સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે માર્ચની જાહેરાત કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે MNS અને શિવસેના (UBT)ના બેનર હેઠળ યોજાનારી આ રેલીને માત્ર બે પક્ષોની રાજકીય પ્રવૃત્તિ તરીકે નહીં પરંતુ મતદાર યાદી અને ચૂંટણી પ્રક્રિયા અંગેની ચિંતાઓને લઈને જનઆંદોલન તરીકે…