અમદાવાદ: ફિલ્મ ‘ધુરંધર’ ને લઇ બલોચ સમુદાયની અરજી પર હાઈકોર્ટની સુનાવણી, જાણો શું છે મામલો

તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ધુરંધરમાં બલોચ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે દાખલ થયેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ગાંધીનગરના બે અરજદારોએ ફિલ્મના સંવાદોથી સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી હોવાનો દાવો કરી અરજી કરી હતી.

આ અરજીમાં ફિલ્મમેકર આદિત્ય ધાર, પ્રોડક્શન હાઉસ જિયો સ્ટુડિયો, સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તેમજ બોલિવૂડ અભિનેતા સંજય દત્તને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. અરજદાર પૈકી એક ઉત્તર ગુજરાત બલોચ સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ છે.

અરજદારોને ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત દ્વારા ભજવાયેલા પાત્ર એસપી ચૌધરી અસલમના એક સંવાદ સામે ગંભીર વાંધો હતો. આ સંવાદમાં બલોચ સમુદાય અંગે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હોવાનું અરજદારોએ જણાવ્યું હતું.

વાણી સ્વતંત્રતાનો દુરુપયોગ સ્વીકાર્ય નહીં
અરજદારો તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે વાણી સ્વતંત્રતાના નામે કોઈપણ સમુદાયને બદનામ કરવો યોગ્ય નથી. તેમણે ફિલ્મ ધુરંધરમાંથી તેમજ તેની પ્રમોશનલ સામગ્રી અને ઓનલાઈન કન્ટેન્ટમાંથી બલોચ સમુદાય વિરુદ્ધના તમામ અપમાનજનક સંદર્ભો દૂર કરવા અથવા સેન્સર કરવાની માગ કરી હતી.

આ અરજી અંગે 9 જાન્યુઆરી, 2026ના રોજ સુનાવણી દરમિયાન કોર્ટને જાણ કરાઈ હતી કે મિનિસ્ટ્રી ઑફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ દ્વારા પહેલેથી જ ફિલ્મના પ્રોડ્યુસર-ડિરેક્ટર આદિત્ય ધાર અને જિયો સ્ટુડિયોને વિવાદાસ્પદ સંવાદો દૂર કરવા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે.

કોર્ટને આપવામાં આવી ખાતરી
સુનાવણી દરમિયાન ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધાર અને પ્રોડક્શન હાઉસ જિયો સ્ટુડિયો તરફથી હાજર રહેલા વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે ફિલ્મમાંથી તમામ વિવાદાસ્પદ અને અપમાનજનક સંવાદો સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે.

બલોચ સમાજની રજૂઆતને ગુજરાત હાઈકોર્ટ અને CBFC દ્વારા ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવી હતી. આ કેસમાં અરજદાર તરફેથી એડવોકેટ હિતેન્દ્ર રાજપૂત અને એડવોકેટ ભાર્ગવ ડાંગર દ્વારા વિગતવાર દલીલો રજૂ કરવામાં આવી હતી, જેને કોર્ટ અને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા માન્ય રાખવામાં આવી હતી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

હિમાચલમાં ચોમાસાનો કહેર: કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ, ચંબામાં નાળામાં તણાઈ જતાં યુવતીનું મોત

હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ ફરી એકવાર ભારે તબાહી મચાવી છે. ગુરુવાર સાંજથી શરૂ થયેલા ભારે વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવનને અસર પહોંચાડી છે. કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-05 સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જ્યારે ચંબા જિલ્લામાં નાળામાં તણાઈ જવાથી 19 વર્ષીય યુવતીનું કરુણ મોત થયું છે. મનાલી અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર કાટમાળ જમા થયો છે, જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરતાં વહીવટીતંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના ચૌરા નજીક ભારે વરસાદ બાદ મોટું ભૂસ્ખલન થયું હતું. પહાડ પરથી મોટા પથ્થરો અને કાટમાળ સીધા NH-05 પર આવી પડતાં માર્ગ સંપૂર્ણપણે…

BRICS સમિટ માટે દિલ્હીમાં ભેગા થશે વિશ્વના મોટા નેતાઓ, પુતિન અને જિનપિંગની મુલાકાત પર નજર

BRICS સમિટ માટે ભારત આગામી સપ્ટેમ્બરમાં મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કૂટનીતિક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે. નવી દિલ્હીમાં યોજાનારી BRICS શિખર બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાનના પ્રતિનિધિમંડળની હાજરીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલા તણાવ, મિડલ ઈસ્ટની સ્થિતિ અને અમેરિકા સાથે વિવિધ દેશોના મતભેદ વચ્ચે આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. BRICS સમિટ માટે ભારત 12 અને 13 સપ્ટેમ્બરના રોજ BRICS શિખર સંમેલનની યજમાની કરશે. આ બેઠકમાં વિશ્વની ઉभरતી અર્થવ્યવસ્થાઓના નેતાઓ એકત્રિત થશે અને વૈશ્વિક અર્થતંત્ર, વેપાર, સુરક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. BRICS સમિટ માટે શી જિનપિંગની ભારત યાત્રા પર સૌની નજર BRICS સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ…