ગુજરાતના ખેડૂત ખાતેદારો માટે રાહતભર્યા સમાચાર, જમીન રિ-સર્વે ક્ષતિ સુધારવા સમય મર્યાદામાં વધારો

ગુજરાત રાજ્યના ખેડૂત ખાતેદારો માટે મહત્વના અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન રિ-સર્વે સંબંધિત ક્ષતિઓ સુધારવા માટે અરજી કરવાની સમય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે.

રાજ્યમાં રિ-સર્વે રેકોર્ડનું પ્રમોલગેશન થયા બાદ અનેક ખેડૂતો દ્વારા ખાતા નંબર, ક્ષેત્રફળ, હદબંધી, માલિકીના નામો સહિતની વિગતોમાં ભૂલો હોવાની રજૂઆતો કરવામાં આવી હતી. ખેડૂતોને આવી વહીવટી અને ટેક્નિકલ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોવાથી સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

નવા નિર્ણય અનુસાર હવે ખેડૂત ખાતેદારો 31 ડિસેમ્બર 2026 સુધી રિ-સર્વે બાદની ક્ષતિઓ સુધારવા અરજી કરી શકશે. અગાઉની સમય મર્યાદા પૂર્ણ થવાના કારણે અનેક ખેડૂતો અરજી કરી શક્યા નહોતા, પરંતુ હવે તેમને પૂરતો સમય મળતાં મોટી રાહત મળી છે.

આ નિર્ણયથી ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોના ખેડૂતોને મોટો લાભ થશે. મહેસૂલ વિભાગના અધિકારીઓ મુજબ, ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને આ સમયવધારો કરવામાં આવ્યો છે. ખેડૂત ખાતેદારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સમયસર તલાટી, મહેસૂલ કચેરી અથવા ઓનલાઈન માધ્યમ દ્વારા પોતાની જમીન સંબંધિત રિ-સર્વે ક્ષતિઓ સુધારવા અરજી કરી લે, જેથી ભવિષ્યમાં કોઈ કાનૂની કે વહીવટી મુશ્કેલી ઊભી ન થાય.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…