જાણો શું છે બગદાણાનો મેનેજિંગ ટ્રસ્ટી વિવાદ, કેમ માયાભાઈએ માફી માંગી; કેમ હીરા સોલંકી આવ્યા મેદાને ?

રાજ્યમાં છેલ્લા 2 દિવસથી બગદાણા મેનેજિંગ ટ્રસ્ટી વિવાદ સતત ચર્ચામાં છે. આ વિવાદમાં રાજકારણ અને પોલીસ તંત્રની પણ એન્ટ્રી થઈ છે અને બીજી તરફ માયાભાઈ આહિરે પોતાના નિવેદન અંગે પણ વિડીયો જાહેર કર્યો હતો. પરંતુ ગઇકાલે ધારાસભ્ય હીરા સોલંકી આ મામલે મેદાને આવતા તાત્કાલિક PI ની બદલી કરવામાં આવી હતી,

આ વિવાદના મૂળ બગદાણા મંદિર ટ્રસ્ટ જોડે જોડાયેલ છે. ગત 24 ડિસેમ્બરના રોજ મુંબઈના કાંદિવલીમાં ભજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માયાભાઈ આહિરનો એક વિડીયો જાહેર થયો હતો. જેમાં માયાભાઈ આહિરે યોગેશ સાગરને બગદાણાધામના મેનેજિંગ ટ્રસ્ટી ગણાવ્યા હતા. જેને લઈને બગદાણાના નવનીતભાઈએ માયાભાઈ આહીર સાથે ફોન પર વાત કરી હતી. અને જણાવી હતું કે ટ્રસ્ટમાં કોઈ જ મેનેજિંગ ટ્રસ્ટી નથી. ત્યાર બાદ માયાભાઈ આહિરે માફી માંગતો વીડિયો જાહેર કર્યો. વિડીયો જાહેર થયા બાદ નવનીતભાઈ પર હુમલો થયો. જેને લઈ વિવાદ વધુ વકર્યો.

હીરાભાઈ સોલંકીની એન્ટ્રી…
આ સમગ્ર વિવાદને લઈ કોળી સમાજના આગેવાન નવીનીતભાઈ મામલે ધારાસભ્ય હીરા સોલંકી મેદાને આવ્યા અને ચેતવણી આપી હતી કે ‘હું અહી એળે આવ્યો છું કે ભવિષ્યમાં કોઈ કોળીનો ચાળો કરીને ન જાય તેવું કરીને જવાનો છું. કોળી સમાજે ખૂબ જ સહન કર્યું છે.’ નવનીતભાઈને માર મારવા મામલે PI ની બદલી પણ કરવામાં આવી હતી. આ સાથે જ સોમવારે સમગ્ર મામલે ધારાસભ્ય હીરા સોલંકી અને કોળી સમાજના આગેવાનો રાજ્યના ગૃહમંત્રીને મળશે.

પોલીસે આરોપીને પકડ્યા અને વરઘોડો પણ કાઢ્યો
બગદાણાના આગેવાન નવનીત બાલધિયાને માર મારનાર આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. અને વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો. પરંતુ નવનીત બાલધિયાએ આરોપ મૂક્યો હતો કે માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીરનો પહેલા મળવા માટે ફોન આવ્યો હતો અને ત્યાર બાદ તેમને માર મારવામાં આવ્યો હતો. અને માર માર્યાનો વિડીયો પણ ઉતાવામાં આવ્યો હતો. એટલે માર મારવાની ઘટનમાં જયરાજ આહીર પણ સામેલ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

બંગાળમાં મમતાની હાર, તમિલનાડુમાં સ્ટાલિન પરાજિત – 5 રાજ્યોના પરિણામોએ રાજકારણ હચમચાવ્યું

ભારતના પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ દેશના રાજકારણમાં મોટો ઉલટફેર સર્જ્યો છે. ખાસ કરીને મમતા બેનર્જી અને એમ. કે. સ્ટાલિન જેવા બે દિગ્ગજ મુખ્યમંત્રી ચૂંટણી હારી જતા રાજકીય ચર્ચાઓ…

પશ્ચિમ બંગાળમાં મમતાને હરાવી શુભેન્દુ અધિકારીએ મેળવી જીત

પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. મમતા બેનર્જીને તેમના મજબૂત ગઢ ભવાનીપુર બેઠક પર પરાજયનો સામનો કરવો પડ્યો છે, જ્યારે ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ 15,114 મતોથી…