દીપ્તિ શર્માએ ઇતિહાસ સર્જ્યો, T20 ઈન્ટરનેશનલમાં 150 વિકેટનો રેકોર્ડ બનાવ્યો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રીજી T20માં શ્રીલંકાની મહિલા ટીમને 8 વિકેટથી હરાવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ટોસ જીતી ભારતીય કેપ્ટન હર્મનપ્રીત કૌરે બોલીંગ લેવાનો નિર્ણય લીધો, અને ભારતીય બોલરોએ કમાલ કરી દીધું. રેણુકા સિંહે 4 અને દીપ્તિ શર્માએ 3 વિકેટ લીધી, જેમાં દીપ્તિ શર્માએ એક વિશેષ ઇતિહાસ રચ્યો.

દીપ્તિ શર્માનો ઇતિહાસ
દીપ્તિ શર્માએ T20 ઈન્ટરનેશનલમાં 150 વિકેટનો રેકોર્ડ બનાવ્યો અને આ સિદ્ધિ હાંસલ કરનારી પહેલી ભારતીય મહિલા બોલર બની. શ્રીલંકાની પ્રથમ વિકેટ દીપ્તિ શર્માએ લીધી, જે વિરોધી ટીમની કેપ્ટન અટ્ટાપટ્ટાને આઉટ કરીને પહોંચી. ત્યારબાદ દીપ્તીએ કવિશા દિલહરીની વિકેટ લઈને આ રેકોર્ડ પૂરું કર્યું.

હાલમાં મેન્સ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ T20 વિકેટ અર્શદીપ સિંહ (110 વિકેટ) નો રેકોર્ડ ધરાવે છે, જે દીપ્તિ શર્માના આ આંકડાની સામે ઓછો છે. ત્રીજી T20માં દીપ્તિ શર્માએ માલશા શેહાનીને બોલ્ડ કરીને ત્રીજી વિકેટ મેળવી, 4 ઓવરના સ્પેલમાં માત્ર 18 રન આપ્યા અને 4.50 ની ઇકોનોમી રેટ નોંધાવી.

ભારતીય ટીમની શાનદાર જીત
શ્રીલંકાએ પ્રથમ બેટિંગમાં 112 રન જ બનાવ્યા. જવાબમાં ભારતની સ્ટાર ઓપનર શેફાલી વર્માએ 79 રનની વિસ્ફોટક ઈનિંગ્સ રમી, જેમાં 3 સિક્સ અને 11 ચોગ્ગા હતા. સ્મૃતિ મંધાના 6 બોલમાં 1 રન કરીને આઉટ થઈ. ત્યારબાદ જેમિમાહ રોડ્રિગ્ઝે 15 બોલમાં 9 રન, અને હર્મનપ્રીત કૌરે 18 બોલમાં 21 રન બનાવી ભારતીય ટીમને સરળ વિજયમાં મદદ કરી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ… 2026

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ, 4 દિવસ સુધી વિવિધ રમતોમાં પોલીસ જવાનો અજમાવશે કૌશલ્ય સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજથી રાજ્યકક્ષાની પ્રતિષ્ઠિત ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા યોજાતી આ રમતોત્સવ જેવી ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી પોલીસ કર્મચારીઓ અને વિવિધ પોલીસ એજન્સીઓની ટીમો ભાગ લઈ રહી છે. આગામી ચાર દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં એથ્લેટિક્સ અને સાયકલિંગ સહિતની વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાશે. હિંમતનગરમાં યોજાઈ રહેલી આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું યજમાનપદ આ વખતે સાબરકાંઠા પોલીસને મળ્યું છે. ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગાંધીનગર રેન્જના આઈ.જી.પી. વીરેન્દ્રસિંગ યાદવના વરદ હસ્તે સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. પ્રારંભિક કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ ટીમોના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ચાર દિવસ સુધી રમતગમતનો માહોલ : ‘DGP કપ’ ટુર્નામેન્ટ આગામી…

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં… Clarity 2026

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં, યુનિફોર્મ સહિત અનેક મુદ્દે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ University ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ફરી એકવાર વિદ્યાર્થીઓના વિરોધને લઈને ચર્ચામાં આવી છે. યુનિફોર્મ સહિત વિદ્યાર્થીઓને આપવામાં આવતા પેપર અને અન્ય શૈક્ષણિક બાબતોમાં વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓની ફરિયાદો અને રજૂઆતો બંધ બારણે ચાલતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આજે વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, તેમની કેટલીક સમસ્યાઓ અંગે અગાઉથી University તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, તેમની ફરિયાદોનું યોગ્ય નિરાકરણ ન આવતા અંતે વિદ્યાર્થીઓને વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.…