વડોદરા: ભારત vs ન્યૂઝીલેન્ડ ODI, ટિકિટ બુકિંગ અંગે મહત્વપૂર્ણ સૂચના

વડોદરામાં આવેલ કોટંબી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 11 જાન્યુઆરી 2026ના રોજ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે ઈન્ટરનેશનલ (ODI) મેચ રમાનાર છે. ટીમો અને ક્રિકેટ સ્ટાર્સ માટે ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ફેક વેબસાઈટ પર સાવચેત રહેવાની અપીલ:
બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) દ્વારા જણાવ્યું છે કે, ટિકિટ બુકિંગ માટે કેટલાક ફેક વેબસાઈટની લિંક વાયરલ થઈ રહી છે. ક્રિકેટ રસિયાઓને આવી નકલી વેબસાઈટ અને લિંક પર ટિકિટ બુકિંગ ન કરવા ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. ટિકિટ બુકિંગ અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

ભારત vs ન્યૂઝીલેન્ડ મેચ શેડ્યૂલ:
– 11 જાન્યુઆરી: 1લી ODI, વડોદરા
– 14 જાન્યુઆરી: 2જી ODI, રાજકોટ
– 18 જાન્યુઆરી: 3જી ODI, ઈન્દોર
– 21 જાન્યુઆરી: 1લી T20, નાગપુર
– 23 જાન્યુઆરી: 2જી T20, રાયપુર
– 25 જાન્યુઆરી: 3જી T20, ગુવાહાટી
– 28 જાન્યુઆરી: 4ઠી T20, વિશાખાપટ્ટનમ
– 31 જાન્યુઆરી: 5મી T20, તિરુવનંતપુરમ

BCAનો સંદેશ:
BCAના ટ્રેઝરર શિતલ મહેતા કહે છે કે સ્ટેડિયમ કરોડોના ખર્ચે તૈયાર કરાયું છે. ક્રિકેટ રસિયાઓએ નકલી લિંક અને વેબસાઈટ પરથી ટિકિટ બુકિંગ કરવા ટાળવું, અને સત્તાવાર જાહેરાતની રાહ જોવી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

અમદાવાદમાં ઓટોરિક્ષા ભાડામાં વધારો: મિનિમમ ભાડું ₹25, પ્રતિ કિમી ₹20; મુસાફરોમાં નારાજગી

અમદાવાદમાં વધતા CNGના ભાવ વચ્ચે ઓટોરિક્ષા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ભાડામાં સુધારાની માંગ કરી રહેલા રિક્ષા ચાલકોને રાહત આપતા ટ્રાન્સપોર્ટ વિભાગે નવા ભાડા દરોને મંજૂરી આપી છે.…

યુનિસેફનું ગંભીર એલર્ટ: ઇબોલાના વધતા કેસો, 30 લાખથી વધુ બાળકો જોખમમાં

વિશ્વમાં ફરી એકવાર ઇબોલા વાયરસનો પ્રકોપ ગંભીર સ્વરૂપ લઈ રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ ઇબોલાના કુલ કેસો વધીને 1,048 થયા છે, જેમાં અત્યાર સુધી 267 લોકોના મોત નોંધાયા છે. મૃત્યુદર…