IND vs PAK: એશિયા કપ 2025 ફાઈનલમાં ભારતની હાર, સમીર મિન્હાસે ધૂમ મચાવી

ACC અંડર-19 એશિયા કપ 2025ની ફાઈનલ મેચ દુબઈના ICC એકેડેમી ગ્રાઉન્ડ પર રમાઈ હતી, જેમાં ભારત અંડર-19 ટીમનો સામનો પાકિસ્તાન સાથે થયો. ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ પાકિસ્તાનએ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 347 રન બનાવ્યા. ભારત આ ટાર્ગેટનો પીછો ન કરી શક્યું અને માત્ર 156 રનમાં ઓલઆઉટ થયું, જેનાથી પાકિસ્તાન એશિયન ચેમ્પિયન બન્યું.

પાકિસ્તાનની બોલિંગ અને બેટિંગની જબરદસ્ત કામગીરી
પાકિસ્તાનના ઓપનર સમીર મિન્હાસે 113 બોલમાં 172 રન બનાવ્યા, જેમાં 17 ચોગ્ગા અને 9 છગ્ગા શામેલ હતા. હમઝા ઝહૂરે 18 રન, ઉસ્માન ખાન 35 રન, અને અહેમદ હુસૈને 56 રન બનાવ્યા. અન્ય બેટ્સમેનો મોટો પ્રદર્શન ન કરી શક્યો છતાં ટીમે ટોટલ 347 રન હાંસલ કર્યા. ભારત તરફથી દીપેશ દેવેન્દ્રને 3 વિકેટ મળી, હેનિલ પટેલ અને ખિલાન પટેલે 2-2 વિકેટ લીધી.

ભારતનો બેટિંગ ફટકો
ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ભારત અંડર-19 ટીમના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા. વૈભવ સૂર્યવંશી 26 રન કરીને આઉટ થયો, કેપ્ટન આયુષ માત્ર 2 રન બનાવી શક્યો. એરોન જ્યોર્જ 16 રન, વિહાન મલ્હોત્રા, વેદાંત ત્રિવેદી અને અભિજ્ઞાન કુંડુ પણ નિષ્ફળ રહ્યા. ભારત આખરે 156 રનમાં ઓલઆઉટ થયું અને 191 રનથી હારી ગયું. પાકિસ્તાન તરફથી અલી રાજાએ 4 વિકેટ લીધી, મોહમ્મદ સૈયમ અને હુઝૈફા એહસાને 2-2 વિકેટ, અબ્દુલ સુભાને પણ 2 વિકેટ લીધી.

લીગ સ્ટેજમાં ભારત જીત્યું હતું
ભારત ટીમે ટુર્નામેન્ટના લીગ સ્ટેજમાં પાકિસ્તાનને 90 રનથી હરાવ્યું હતું, પરંતુ ફાઈનલનો દબાણ યુવા ખેલાડીઓ પર ભારે પડ્યો અને ભારતને હારનો સામનો કરવો પડ્યો. આ હાર સાથે ભારતીય ટીમનો ટુર્નામેન્ટમાં વિજય ક્રમ અટકી ગયો છે.+

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

નવા વાયુસેના પ્રમુખ બન્યા Ashutosh Dixit: 2028 સુધી સંભાળશે કમાન… Pride

નવા વાયુસેના પ્રમુખ બન્યા Ashutosh Dixit: 2028 સુધી સંભાળશે કમાન, 20 પ્રકારના ફાઇટર એરક્રાફ્ટ ઉડાડવાનો અનુભવ ભારતીય વાયુસેનાને હવે નવા વડા મળ્યા છે. Ashutosh Dixitવાયુસેના પ્રમુખ તરીકે કમાન સંભાળી છે. લાંબા સમયથી ભારતીય વાયુસેનામાં વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવનાર દીક્ષિત પાસે ફાઇટર એરક્રાફ્ટ ઉડાડવાનો પણ વિશાળ અનુભવ હોવાનું જણાવવામાં આવે છે. તેઓ અંદાજે 20 પ્રકારના ફાઇટર એરક્રાફ્ટ ઉડાડવામાં નિષ્ણાત હોવાનું કહેવાય છે.તેમની કારકિર્દી દરમિયાન તેમણે અનેક મહત્વપૂર્ણ ઓપરેશન અને જવાબદારીઓ સંભાળી છે. કારગિલ યુદ્ધ દરમિયાન પણ તેમની ભૂમિકા રહી હોવાનું જણાવવામાં આવે છે. હવે વાયુસેનાના વડા તરીકે તેમની સામે ભારતીય વાયુસેનાને વધુ આધુનિક, મજબૂત અને ભવિષ્યના પડકારો માટે તૈયાર રાખવાની મોટી જવાબદારી રહેશે. -> 2028 સુધી સંભાળશે વાયુસેનાની કમાન : આશુતોષ દીક્ષિતનો કાર્યકાળ 2028 સુધી રહેવાનો છે. આ…

AMC : મકરબા ઓવરબ્રિજની ડિઝાઇનમાં મોટી ખામી? AMCએ કન્સલ્ટન્ટને ફટકારી નોટિસ… Safety 3

મકરબા રેલવે ઓવરબ્રિજની ડિઝાઇન મામલે AMC જાગ્યું: ખોટી ડિઝાઇન અને ટ્રાફિક સમસ્યાને લઈ કન્સલ્ટન્ટ એજન્સી ડેલ્ફને નોટિસ AMC : અમદાવાદમાં વધતા ટ્રાફિકને નિયંત્રિત કરવા અને વાહનચાલકોને રાહત આપવા માટે કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ બ્રિજ અને રોડ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે. જોકે, કેટલીક વખત બાંધકામ પૂર્ણ થયા બાદ સામે આવતી ખામીઓ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કરે છે. હવે મકરબા રેલવે ઓવરબ્રિજની ડિઝાઇનને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હરકતમાં આવ્યું છે.મકરબા વિસ્તારમાં આવેલા રેલવે ઓવરબ્રિજની ડિઝાઇન, ટ્રાફિક વ્યવસ્થા અને તેના કારણે સર્જાતી મુશ્કેલીઓને લઈને AMC દ્વારા પ્રોજેક્ટની કન્સલ્ટન્ટ એજન્સી ડેલ્ફને નોટિસ પાઠવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. AMCએ સમગ્ર મામલે એજન્સી પાસેથી ખુલાસો માગ્યો છે અને ત્રણ દિવસમાં જવાબ આપવા માટે સમય આપવામાં આવ્યો છે.…