ભારતીય કોસ્ટગાર્ડની મોટી કાર્યવાહી : કચ્છમાં પાકિસ્તાની બોટ પકડી, 11 માછીમારો કસ્ટડીમાં

કચ્છની દરિયાઈ સરહદે ફરી એક વખત સુરક્ષા ભંગ કરવાનો પ્રયાસ સામે આવ્યો છે. અરબ સાગરમાં રૂટીન પેટ્રોલિંગ દરમિયાન ભારતીય કોસ્ટગાર્ડે જખૌ નજીક એક શંકાસ્પદ બોટ કબ્જે લીધી. તપાસમાં જાણવા મળ્યું કે બોટ પાકિસ્તાનની ‘અલવલી’ હતી અને તેમાં 11 પાકિસ્તાની માછીમારો, જેમાં બે સગીર પણ સામેલ છે, સવાર હતા.

પ્રાથમિક તપાસમાં કોઈ હથિયાર, નશીલા પદાર્થો અથવા વાંધાજનક સામાન મળ્યો નથી. છતાં સુરક્ષા એજન્સીઓ કોઈ જોખમ ટાળી ન દેવા વધુ પૂછપરછ કરી રહી છે. માછીમારો દિશા ભટકી ભારતીય જળસીમામાં પ્રવેશ્યા હોવાની શક્યતા છે, પણ તપાસ ટીમ તમામ ટેકનિકલ ડેટા — GPS, રૂટ અને સંદેશાવ્યવહાર સાધનોની વિગતવાર તપાસ કરી રહી છે.

પકડી પાડવામાં આવેલો જૂથ હાલ જખૌ પોર્ટ ખાતે કસ્ટડીમાં છે, જ્યાં મરીન પોલીસ અને વિવિધ ઇન્ટેલિજન્સ એજન્સીઓ સંયુક્ત પૂછપરછ કરી રહી છે.

કચ્છની દરિયાઈ સરહદ પાકિસ્તાની પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ હોવાને કારણે કોસ્ટગાર્ડે પેટ્રોલિંગ વધુ મજબૂત કર્યું છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ભારતીય જળસીમાની સુરક્ષામાં કોઈ સમજૂતી નહીં થાય.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

મુઘલો અને અંગ્રેજો કેમ ગોવા ન જીતી શક્યા? જાણો રસપ્રદ ઈતિહાસ

ભારતના ઈતિહાસમાં અનેક સામ્રાજ્યો આવ્યા અને ગયા, પરંતુ Goaનું સ્થાન હંમેશાં અનોખું રહ્યું છે. દેશના મોટા ભાગ પર શાસન કરનાર Mughal Empire અને બાદમાં British Empire હોવા છતાં ગોવા લાંબા સમય સુધી તેમની પહોંચ બહાર રહ્યું હતું.

અગમ્ય કારણે આગ લાગી, ઘરની સાથે નસીબ પણ બળીને ખાખ

કહેવુ સહેલું હોય છે કે રાખમાંથી બેઠો થાય તે માનવી અને અમે તો ફિનિક્સ પક્ષી સમાન છીએ જે રાખમાંથી પુન:ઉત્પન થાય છે. જ્યારે પ્રશ્ન ધરતી પરનાં પોતાનાં સ્વર્ગ એવા પોતાનાં ઘરનો હોય ત્યારે આ તમામ વાતો સુફિયાણી જ લાગે. જે લોકો કોઇ પણ વાંક ગુના વિના જ પોતાનું ઘર ગુમાવી દેતા હોય છે તેની મનોદશા આવી સુફિયાણી વાતોને લઇને અકલ્પનીય થઇ જાય છે