ખેડબ્રહ્મામાં આંજણા ચૌધરી સમાજના કુળદેવી અર્બુદા માતાજીનો 11 મો પાટોત્સવ યોજાયો

ખેડબ્રહ્મા ,જયેશ ઠાકોર/ શૈલેષ પટેલ : સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં આંજણા ચૌધરી સમાજની કુળદેવી અર્બુદા માતાજી નો 11 મો પાટોત્સવ સમાજના ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં ધામધૂમ પૂર્વક યોજાયો. આજરોજ તારીખ 27-11-25 ને ગુરુવારના રોજ પટેલ માધાભાઈ શામળભાઈ સમાજ વાડીમાંથી સવારે 10:00 કલાકે અર્બુદા માતાજીની શોભા યાત્રા પ્રસ્થાન થઈ હતી. અર્બુદા માતા નો ફોટો સુંદર શણગારેલ રથમાં પ્રસ્થાપિત કરાયો હતો.

આ શોભાયાત્રા બ્રહ્માજી ચોક થઈ ગામ વિસ્તારના મુખ્ય માર્ગોમાં ફરી પરત સમાજવાડીમાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન રસ્તામાં ઠેર ઠેર અન્ય સમાજના લોકોએ પણ શોભાયાત્રા નું સ્વાગત કર્યું હતું અને માં અર્બુદા ના દર્શન કર્યા હતા.

આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા કો-ઓપરેટીવ બેંકના ડિરેક્ટર ગોપાલભાઈ આર. પટેલ, પૂર્વ સાબર ડેરી ના વાઇસ ચેરમેન બ્રિજેશભાઈ પટેલ અર્બુદા મંડળના સભ્યો તથા વડીલો તથા શહેરના ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા. સવારે ઉપસ્થિત સૌ ધર્મ પ્રેમી લોકોની પ્રસાદ પીરસાયો હતો. તથા સાંજે પટેલ સમાજવાડીમાં મહાપ્રસાદ આયોજન કરવામાં આવેલ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતમાં 17થી 24 ડિસેમ્બર વચ્ચે માવઠાની શક્યતા, ખેડૂતોમાં ચિંતા વધી

ગુજરાતમાં ફરી એકવાર ભરશિયાળે વરસાદ ખાબકવાની આગાહી સામે આવી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બર માસ દરમિયાન માવઠુ થવાની સંભાવના છે. ખાસ કરીને 17…

ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% સુધીનો ફાળો, જાણો શું કહે છે આ આંકડા

ગાંધીનગર, 5 ડિસેમ્બર 2025: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી…