પેરુમાં ભયાનક માર્ગ અકસ્માત : પેસેન્જર બસ ખીણમાં ખાબકી, 37 ના મોત

દક્ષિણ પેરુમાંથી એક દિલ દહોળી દેતી ઘટના સામે આવી છે. બુધવારે વહેલી સવારે એક પેસેન્જર બસ 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી, જેમાં ઓછામાં ઓછા 37 લોકોનાં મોત થયા છે અને 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

સ્થાનિક રેડિયો RPP મુજબ, બસ એક પિકઅપ ટ્રક સાથે અથડાયા પછી વળાંક પરનો કાબૂ ગુમાવી બેસી હતી અને સીધી ઓકોના નદીની ખીણમાં ખાબકી ગઈ હતી. બસ ચલા શહેર (ખાણકામ વિસ્તાર)થી અરેક્વિપા તરફ જઈ રહી હતી.

પેરુમાં આવા માર્ગ અકસ્માતો નવી બાબત નથી. ગયા થોડા મહિનાઓમાં જ આવા અનેક અકસ્માતો થયા છે.

– ઓગસ્ટમાં હાઇવે પર બસ પલટી જતાં 10 લોકોના મોત થયા હતા.
– જુલાઈમાં, લીમાથી એમેઝોન વિસ્તાર જતી બસના અકસ્માતમાં 18 લોકોના મોત અને 48 લોકો ઘાયલ થયા હતા.

સ્થાનિક અધિકારીઓ અને બચાવદળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી ચાલુ છે. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માતનું મુખ્ય કારણ વધુ ઝડપ અને રસ્તાની વળાંકવાળી સ્થિતિ હોવાનું અનુમાન છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

કેરલા સ્ટોરી- 2 નો મ્યુઝિકલ સરપ્રાઇઝ – દુર્ગા પૂજાની એક જ રાતમાં તૈયાર થયું ‘ઘૂમરગીત ’

ફિલ્મ  The Kerala Story -2 ના લોકપ્રિય બનતા ગીત ‘ઘૂમર’  પાછળનો અવાજ એટલે ગીતકાર  સાહિલ સુલતાનપુરી. આ દિવસોમાં તેઓ પોતાના સર્જન અને ફિલ્મને લઈને થયેલા વિવાદો વચ્ચે ચર્ચાના કેન્દ્રમાં છે.…

ચીન જઈ રહેલ રશિયન તેલ ટેન્કરે લીધો યુ-ટર્ન, આવી રહ્યું છે હવે ભારત તરફ

વૈશ્વિક ઇંધણ પુરવઠા સંકટ વચ્ચે, રશિયન તેલ સંબંધિત મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો સૂચવે છે કે ચીન તરફ જઈ રહેલા એક રશિયન તેલ ટેન્કરે દક્ષિણ ચીન સમુદ્રમાં પોતાનો માર્ગ…