કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી નવી દિલ્હીના ઇન્દિરા ભવન ખાતે મત ચોરીના મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ કરી . “H Files” નામથી કરવાં આવેલ આ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ ચૂંટણીમાં ગોટાળાના ગંભીર આરોપો લગાવ્યા છે. આ પ્રેસ કોન્ફરન્સ બિહારમાં 121 વિધાનસભા બેઠકો માટે મતદાનના પ્રથમ તબક્કાના થોડા દિવસો પહેલા આવી છે. અગાઉ, કોંગ્રેસે તેના સત્તાવાર X હેન્ડલ પરથી એક પોસ્ટમાં રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સને “હાઇડ્રોજન બોમ્બ લોડિંગ” ગણાવી હતી.
રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સમાં એક યુવતીનો ફોટો બતાવવામાં આવ્યો હતો. આ તસવીર સાથે 22 જગ્યાએ અલગ અલગ નામથી મતદાન કરવાના આરોપો પણ લગાવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે આ યુવતીએ ક્યારેક સીમાના નામથી તો ક્યારેક સરસ્વતીના નામથી 22 મત આપ્યા. રાહુલ ગાંધીએ પૂછ્યું કે હરિયાણાની મતદાર યાદીમાં આ બ્રાઝિલિયન મહિલા શું કરી રહી છે. હરિયાણામાં પાંચ તબક્કામાં 25 લાખ મત ચોરાઈ ગયા. તેમણે તબક્કાવાર આંકડા પણ આપ્યા અને કહ્યું કે 5 લાખ 21 હજારથી વધુ ડુપ્લિકેટ મતદારો મળી આવ્યા છે. હરિયાણામાં કુલ 2 કરોડ મતદારો છે. 25 લાખ મત ચોરાઈ ગયા એટલે કે દર આઠ મતદારોમાંથી એક નકલી હતો. આ કારણે કોંગ્રેસ હારી ગઈ.
ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલો
હરિયાણા ચૂંટણી પરિણામોનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું, “બધા એક્ઝિટ પોલ્સ કોંગ્રેસને આગળ બતાવી રહ્યા હતા. પોસ્ટલ બેલેટના પરિણામોમાં, કોંગ્રેસ 73 બેઠકો પર આગળ હતી. હરિયાણા અને કર્ણાટકમાં મત ચોરી થઈ. હું 100% સત્ય કહી રહ્યો છું.” રાહુલ ગાંધીએ કહ્યું, “હરિયાણામાં કોંગ્રેસ માત્ર 22779 મતોથી હારી ગઈ. હું ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રક્રિયા બંને પર સીધો સવાલ ઉઠાવી રહ્યો છું.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






