ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલે મેળવી અનોખી સિદ્ધિ, એક માસમાં 400થી વધુ સફળ ડિલિવરી

સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકો આજે આરોગ્યસેવામાં નવો માપદંડ સ્થાપિત કરી રહ્યો છે. ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ હવે માત્ર એક હોસ્પિટલ નથી, પરંતુ માતૃત્વસુરક્ષા અને માનવતા માટેનું પ્રતિક બની ચૂકી છે. જેમાં રાજસ્થાનના કેબિનેટ મંત્રી બાબુલાલ ખરાડીના પરિવારે પણ હોસ્પિટલની સુવિધાનો લાભ લઈ સંતોષ વ્યક્ત કર્યો

હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ તથા ગાયનેકોલોજિસ્ટ ડૉ. અશ્વિનભાઈ ગઢવીના દૃઢ નેતૃત્વ હેઠળ અહીં સતત ઉચ્ચ ગુણવત્તાની સેવા આપવામાં આવી રહી છે. તેમની ટીમની નિષ્ઠા, સેવા અને કાર્યદક્ષતાના કારણે ન માત્ર ખેડબ્રહ્મા તાલુકાના પરંતુ પાડોશી રાજસ્થાન રાજ્યના અનેક મહિલા દર્દીઓ માટે પણ આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની છે.

ડૉ. અશ્વિનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે,“અહીં દર મહિને સરેરાશ ૩૫૦ જેટલી ડિલિવરી કરવામાં આવે છે, પરંતુ આ મહિનામાં 400થી વધુ ડિલિવરી કરીને અમારી ટીમે નવી સિદ્ધિ હાંસલ કરી છે.”હોસ્પિટલમાં માત્ર 10 ટકા જેટલી જ સિઝેરિયન ડિલિવરી, જ્યારે બાકીની ૯૦ ટકા નોર્મલ ડિલિવરી થાય છે. જે હોસ્પિટલની કુશળ ટીમ અને સુવિધાસભર વ્યવસ્થાનું પ્રતિબિંબ છે. આ હોસ્પિટલની વિશ્વસનીયતા અને કાર્યક્ષમતા એ સ્તરે પહોંચી છે કે રાજસ્થાનના કેબિનેટ મંત્રીશ્રી બાબુલાલ ખરાડીના પરિવારે પણ અહીંની સેવા લીધી હતી.

મંત્રીની પુત્રવધૂ સોનાકુમારી દેવેન્દ્રકુમાર ખરાડીને ડોક્ટરોની ટીમે સફળતાપૂર્વક જોડિયા પુત્રોને જન્મ આપ્યો હતો. પોતાની પુત્રવધૂના પ્રસૂતિ પ્રસંગે મંત્રીશ્રીના પરિવારજનો હોસ્પિટલમાં હાજર રહ્યા હતા અને અહીં મળતી આરોગ્યસેવાનો અનુભવ લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ સિદ્ધિ માત્ર એક આંકડો નથી. પરંતુ આરોગ્યક્ષેત્રમાં સમર્પિત સેવા, ટીમવર્ક અને માનવતાનો જીવંત દાખલો છે. ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલના ડૉ. અશ્વિનભાઈ ગઢવી અને સમગ્ર સ્ટાફે જે સમર્પણ સાથે માતૃત્વસુરક્ષા ક્ષેત્રે સેવા આપી છે, તે આરોગ્ય વિભાગ માટે ગૌરવ અને પ્રેરણાનું પ્રતિક બની રહી છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…