દીવમાં દીવાળી વેકેશનનો ઉત્સવ, નાગોઆ બીચ પર પ્રવાસીઓની ભારે ભીડ

દીવના પ્રખ્યાત નાગોઆ બીચ પર હાલ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. દીવાળી વેકેશનની મજા માણવા માટે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશભરના અનેક રાજ્યોમાંથી સહેલાણીઓ અહીં ઉમટી રહ્યા છે. નાના બાળકો, યુગલો અને પરિવારો દરિયાની લહેરોમાં રમતા, સેલ્ફી લેતા અને પાણીમાં મોજ માણતા જોવા મળી રહ્યા છે.

પ્રવાસીઓ વોટર સ્પોર્ટ્સ અને એડવેન્ચર એક્ટિવિટીઝનો પણ આનંદ લઈ રહ્યા છે. દીવનું સ્વચ્છ દરિયાકિનારું, શાંત વાતાવરણ અને કુદરતી સૌંદર્ય સહેલાણીઓને પોતાની તરફ આકર્ષી રહ્યું છે.

સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પ્રશાસન દ્વારા બીચ પર લાઇફગાર્ડ, પોલીસ અને સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવી છે. કોઈ અણધાર્યો બનાવ ન બને તેની ચુસ્ત દેખરેખ રાખવામાં આવી રહી છે.

હાલ, દીવ કિલ્લામાં પ્રવેશ માટે ₹100 ફી અને પાર્કિંગ ચાર્જ તરીકે ₹50 વસુલાતા પ્રવાસીઓમાં નારાજગી પણ જોવા મળી રહી છે. દીવમાં આ દીવાળી તહેવાર કુદરત, આનંદ અને ઉત્સાહની વચ્ચે ઉજવાઈ રહી છે, જે પ્રવાસીઓને યાદગાર અનુભૂતિ આપી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

શું અમદાવાદ બની રહ્યું છે ડ્રગ્સનું હબ? એરપોર્ટ પરથી ઝડપાયો ₹4 કરોડની કિંમતનો નશીલો જથ્થો.

અમદાવાદ એરપોર્ટ પર કરોડોનું ડ્રગ્સ ઝડપાયું: બેંગકોકથી આવેલા પેસેન્જર પાસેથી ₹4 કરોડનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત! અમદાવાદ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર નશીલા પદાર્થોની તસ્કરીનો મોટો પર્દાફાશ…

અમદાવાદનો સુભાષ બ્રિજ હવે ભૂતકાળ: ડિમોલિશનની કામગીરી તેજ, બ્લાસ્ટ દ્વારા તોડી પડાયા ૩ સ્પાન.

અમદાવાદના સુભાષ બ્રિજનું ડિમોલિશન: નિયંત્રિત બ્લાસ્ટ દ્વારા ૩ સ્પાન સફળતાપૂર્વક ધરાશાયી, નવો બ્રિજ બનાવવાની કામગીરી તેજ! અમદાવાદ: અમદાવાદના ઐતિહાસિક અને ટ્રાફિકની કરોડરજ્જુ ગણાતા સુભાષ બ્રિજને આધુનિક રૂપ આપવા માટેની કામગીરી…