બાંગ્લાદેશમાં ફરી હિંસા: યૂનુસ સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા લોકો, પોલીસ સાથે અથડામણ

બાંગ્લાદેશમાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. Nobel Peace Prize વિજેતા અને કાર્યકારી સરકારના સલાહકાર મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં તૈયાર કરાયેલ જુલાઈ રાજકીય ચાર્ટરના વિરોધમાં સેંકડો લોકો ઢાકાની સંસદ બહાર રસ્તા પર ઉતરી આવ્યા છે.

આ વિરોધ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે અથડામણ થઈ. વિરોધીઓએ તોફાન મચાવ્યો, પોલીસ વાહનોમાં તોડફોડ કરી, ફર્નિચરમાં આગ લગાવી અને સંસદના મુખ્ય દરવાજા સુધી પહોંચતા અઘાતની સ્થિતિ ઊભી થઈ.

પોલીસે ટીયરગેસ અને લાઠીચાર્જનો કર્યો ઉપયોગ
આ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે શરૂ થયું હતું, પરંતુ થોડા સમયમાં જ વાતાવરણ ઉગ્ર બની ગયું. પોલીસએ ટીઅરગેસ શેલ ફેંક્યા, સ્ટન ગ્રેનેડ ફોડ્યા અને પછી લાઠીચાર્જ કરવો પડ્યો. પ્રદર્શનકારીઓ “ચાર્જર અમને માન્ય નથી”, “લોકશાહી બચાવો” જેવા સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. કેટલાક લોકો સંસદ ભવનના પરિસરમાં પ્રવેશી ગયા હતા.

શું છે ‘જુલાઈ રાજકીય ચાર્ટર’?
‘July Political Charter’ એ રાજકીય સુધારા માટે કાર્યકારી સરકાર અને રાજકીય પક્ષોની વચ્ચે તૈયાર કરાયેલ દસ્તાવેજ છે, જે આગામી ફેબ્રુઆરી 2026માં યોજાનારી ચૂંટણી માટે માર્ગદર્શનરૂપ છે. હાલના રાજકીય તણાવનો કેન્દ્રબિંદુ બનેલ આ ચાર્ટર વિરુદ્ધ અનેક પક્ષો, ખાસ કરીને રાષ્ટ્રીય નાગરિક પાર્ટી (NCP) અને બામપંથી સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. તેઓનો દાવો છે કે આ ચાર્ટર “લોકોની માંગોને અનુરૂપ નથી અને એકતરફી નિર્ણય છે”.

NCP અને વિવાદ
NCPના નેતાઓએ જાહેર કર્યું છે કે તેઓ “જુલાઈ ચાર્ટર” પર હસ્તાક્ષર કરશે નહીં. પાર્ટી મુજબ, “આ દસ્તાવેજ માત્ર કેટલીક શાસકશક્તિઓના હિત માટે બનાવાયો છે, સામાન્ય લોકોના નહીં.” વિરોધીઓ એવી પણ માંગણી કરી રહ્યા છે કે ગયા વર્ષે શેખ હસીનાના શાસન દરમિયાન થયેલા દમન અને હત્યા ઘટનાઓમાં મૃતકોના પરિવારોને ન્યાય મળે.

વધુ શું બન્યું?
પ્રદર્શનકારીઓએ પોલીસના બે વાહનોમાં તોડફોડ કરી. સંસદ સામેના ટેમ્પરેરી સ્ટેજ અને ફર્નિચરમાં આગ લગાવવાનો પ્રયાસ થયો. અનેક વિરોધીઓ ઘાયલ થયા હોવાની શંકા છે, કેટલાકને ધરપકડમાં લેવામાં આવ્યા છે. સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

બાંગ્લાદેશમાં હાલનું પરિસ્થિતિ વધુ વણસે તેવા સંકેતો છે. જો સરકાર અને વિરોધ પક્ષો વચ્ચે સંવાદ નહીં થાય, તો નિકટના સમયમાં વધુ ઉગ્ર વિરોધ જોવા મળી શકે છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

2027ની ચૂંટણી પહેલા BJP પંજાબમાં 13 દિવસના ડ્રગ વિરોધી અભિયાનની યોજના બનાવી રહ્યું….

-> ચૂંટણી પહેલા નશાનો મુદ્દો કેન્દ્રમાં લાવવાની તૈયારી, 117 વિધાનસભા બેઠકો સુધી પહોંચવાની ભાજપની રણનીતિ; AAP સરકારને ઘેરવાની તૈયારી : પંજાબમાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) હવે રાજ્યમાં નશાની સમસ્યાને ચૂંટણીના મુખ્ય મુદ્દાઓમાં સામેલ કરવાની દિશામાં આગળ વધી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, BJP પંજાબમાં નશા વિરોધી અભિયાનને વધુ મોટા સ્તરે લઈ જવાની તૈયારી કરી રહ્યું છે અને લગભગ 13 દિવસ સુધી ચાલનારી વિશેષ રાજકીય-જનજાગૃતિ ઝુંબેશની યોજના પર કામ થઈ રહ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર, ભાજપે સપ્ટેમ્બર દરમિયાન રાજ્યની તમામ 117 વિધાનસભા બેઠકો સુધી નશા વિરોધી યાત્રા અને કાર્યક્રમો પહોંચાડવાની યોજના બનાવી છે. પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી.એલ. સંતોષે Punjabના નેતાઓ અને કાર્યકરો સાથેની બેઠકોમાં નશા વિરોધી…

Ahmedabad સિવિલના તબીબોની કમાલ: 72 દિવસની સઘન સારવાર બાદ રાજસ્થાનના 22 વર્ષીય યુવાનને મળ્યું નવજીવન Life-Saving Triumph

Ahmedabad સિવિલના તબીબોની કમાલ: 72 દિવસની સઘન સારવાર બાદ રાજસ્થાનના 22 વર્ષીય યુવાનને મળ્યું નવજીવન Ahmedabad: Ahmedabadની રાજ્ય સરકાર સંચાલિત સિવિલ હોસ્પિટલના તબીબો અને મેડિકલ ટીમે ગંભીર ટિટેનસ એટલે કે ધનુરની બીમારીથી પીડાતા 22 વર્ષીય યુવાનને 72 દિવસની સઘન સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ કરીને નવજીવન આપ્યું છે. રાજસ્થાનના રાજસમંદના રહેવાસી વિનોદ સોહનલાલ રેગરને અત્યંત નાજુક સ્થિતિમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી અને લાંબા સમય સુધી ICUમાં રાખીને સારવાર કરવામાં આવી હતી. ટિટેનસની ગંભીર અસરને કારણે દર્દીને મોં ખોલવામાં મુશ્કેલી, શરીરમાં તીવ્ર અકડાઈ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ગંભીર સમસ્યાઓ હતી. સારવાર દરમિયાન દર્દીને અનેક જટિલતાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. જોકે તબીબો,…