‘ભારત સાથેના સંબંધો મહત્વપૂર્ણ છે’ – અમેરિકન રાજદૂત સર્જિયો ગોરની PM મોદી સાથે મુલાકાત

ભારતમાં નવી નિમણૂક થયેલા અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શિષ્ટાચાર મુલાકાત કરી. આ મુલાકાત દરમ્યાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, વ્યૂહાત્મક સહકાર અને ભવિષ્યના સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી.

સર્જિયો ગોરે પીએમ મોદીને વિશેષ ભેટ આપી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન મોદીની એક જૂની તસવીર, જેનું ફ્રેમિંગ કરેલું હતું અને જેમાં ટ્રમ્પની જાતે લખેલી ટિપ્પણી હતી:“શ્રીમાન વડાપ્રધાન, તમે મહાન છો.”– ડોનાલ્ડ ટ્રમ્પ આ ભેટના સંદર્ભમાં ગોરે જણાવ્યું કે “રાષ્ટ્રપતિ ટ્રમ્પ પીએમ મોદીને એક મહાન નેતા અને નિકટમિત્ર માને છે” અને તે વાત આ ખાસ સંદેશે દર્શાવી છે.

મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા: સંરક્ષણથી ટેકનોલોજી સુધી
સર્જિયો ગોરે પીએમ મોદી સાથેની મુલાકાત પછી જણાવ્યું,”અમે સંરક્ષણ, વેપાર, ટેકનોલોજી અને મહત્વપૂર્ણ ખનિજ જેવા ઘણા દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. ભારત-અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ મહત્વના છે.” તેમણે બંને દેશો વચ્ચેની ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને વધુ મજબૂત બનાવવા માટે પ્રયાસો કરવા અંગે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

પીએમ મોદીએ કર્યું સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના સત્તાવાર X હેન્ડલ પર યુએસ એમ્બેસેડર ગોરની મુલાકાત અંગે લખ્યું. “ભારતમાં યુએસ એમ્બેસેડર તરીકે નિયુક્ત થયેલા સર્જિયો ગોરનું સ્વાગત કરતાં આનંદ થાય છે. મને વિશ્વાસ છે કે તેમના કાર્યકાળ દરમિયાન ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત થશે.”

6 દિવસી ભારત પ્રવાસ પર છે ગોર
રાજદૂત ગોર યુએસ ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર મેનેજમેન્ટ એન્ડ રિસોર્સિસ માઈકલ જે. રિગાસ સાથે ભારતના છ દિવસી પ્રવાસ પર છે.
આ દરમિયાન તેઓ વિવિધ વરિષ્ઠ ભારતીય અધિકારીઓ સાથે મુલાકાતો કરશે અને દ્વિપક્ષીય સહયોગના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.

Related Posts

Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન Meritorious Achievement Honor

Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન, પ્રથમ વિજેતાને રૂ.1 લાખનું ઇનામ Gujarat ગાંધીનગર, 16 સપ્ટેમ્બર:Gujaratમાં આબોહવા પરિવર્તન સામે જાગૃતિ અને નક્કર કામગીરીને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગર ખાતે **‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27’**નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં રાજ્યભરમાં પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા કુલ 14 વિજેતાઓને પાંચ અલગ-અલગ શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પસંદ થયેલા વિજેતાઓને અનુક્રમે રૂ.1 લાખ, રૂ.75 હજાર અને રૂ.50 હજારનું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ક્લાઇમેટ એક્શનને માત્ર સરકારી યોજનાઓ કે નીતિઓ પૂરતું સીમિત ન રાખીને તેને સામાન્ય નાગરિકોની જીવનશૈલીનો…

ભારતીય : પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: Aggressive Naval Maneuver 2026

પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: દિલ્હીમાં પાકિસ્તાની રાજદ્વારી અધિકારીને તેડું, 15 વર્ષ પહેલાં પણ ટકરાયા હતા ભારતીય-પાકિસ્તાની યુદ્ધ જહાજો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે ઉત્તરી અરબી સમુદ્રમાં ભારતીય અને પાકિસ્તાની નૌસેનાના જહાજો વચ્ચે ટક્કરની ઘટના સામે આવી છે. 15 સપ્ટેમ્બર 2026ના રોજ આંતરરાષ્ટ્રીય જળસીમામાં આ ઘટના બની હતી. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાને ગંભીરતાથી લેતા નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના Chargé d’Affairesને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતે પાકિસ્તાની નૌસેનાના વર્તનને “અસ્વીકાર્ય અને બિનવ્યાવસાયિક” ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ ટક્કરમાં કોઈ મોટું નુકસાન થયું નથી. જોકે, ભારતીય પક્ષે કહ્યું છે કે પાકિસ્તાની નૌસેનાના જહાજની સમુદ્રમાં કરવામાં આવેલી કાર્યવાહી સલામતીના દૃષ્ટિકોણથી ગંભીર હતી. આ ઘટના બાદ ભારતે પાકિસ્તાની…