કેનેડાની મોટી કાર્યવાહી: લોરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું

કેનેડા સરકારે ભારતના વિવાદાસ્પદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નેતૃત્વ હેઠળની બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન તરીકે સત્તાવાર રીતે જાહેર કરી દીધી છે. કેનેડાના જાહેર સલામતી મંત્રાલય દ્વારા સોમવારના રોજ જાહેર કરાયેલા નિર્ણય અનુસાર, હવે બિશ્નોઈ ગેંગને સહાય કરવી કે સમર્થન આપવું કાયદેસર ગુનો ગણાશે.

કેનેડાની “ટેરર લિસ્ટ”માં બિશ્નોઈ ગેંગનો સમાવેશ
કેનેડાની ટેરરિસ્ટ એન્ટિટીઝ લિસ્ટમાં બિશ્નોઈ ગેંગને ઉમેરવાનો નિર્ણય કન્ઝર્વેટિવ પાર્ટી અને NDP નેતાઓની માંગણીઓ પછી લેવામાં આવ્યો છે. આ પગલાને પગલે હવે કેનેડિયન અધિકારીઓએ ગેંગ વિરુદ્ધ વધુ કડક પગલાં લેવા માટે પૂરતું કાનૂની આધાર મેળવ્યો છે.

તેમાં સામેલ છે:
– ગેંગની સંપત્તિ જપ્ત કરવી
– બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવી
– તેમના સંભવિત સમર્થકો અને નેટવર્ક સામે કાર્યવાહી

બિશ્નોઈ ગેંગ સામે લાગેલા ગંભીર આરોપો
કેનેડાના જાહેર સલામતી વિભાગ મુજબ, લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગ ભારતમાંથી જેલમાં બેઠા બેઠા મોબાઇલ ફોનથી ગેંગની પ્રવૃત્તિઓને ચલાવતી હતી. ગેંગ પર હત્યા, ગોળીબાર, ખંડણી ઉઘરાવવી, આગચંપી અને સંગઠિત અપરાધોમાં સંડોવણીના ગંભીર આરોપ છે. ખાસ કરીને કનેડામાં વસતા ભારતીય મૂળના લોકોના વ્યવસાયો અને સાંસ્કૃતિક સ્થળોને નિશાન બનાવવાનું ગેંગનું ષડ્યંત્ર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

કેનેડિયન નાગરિકો માટે હવે આ ‘ગુનો’ છે
જાહેર કરાયેલ પ્રેસ રિલીઝ અનુસાર, હવે જો કોઈ કેનેડિયન નાગરિક સીધી કે આડકતરી રીતે બિશ્નોઈ ગેંગને નાણાકીય સહાય આપે છે, તેમની મિલકતનો વ્યવહાર કરે છે અથવા ગેંગના ઉપયોગમાં આવે એવી સેવાઓ આપે છે, તો એ હવે ફોજદારી ગુનો ગણાશે. પગલાંનો ઉદ્દેશ માત્ર ગુનેગારી નિયંત્રણ નહીં, પણ કેનેડામાં રહેલા ભારતીય સમુદાય માટે સુરક્ષા અને વિશ્વાસનો માહોલ ઊભો કરવો છે.

કેનેડિયન મંત્રીનું નિવેદન
કેનેડાના જાહેર સલામતી મંત્રી ગેરી આનંદસંગરીએ કહ્યું હતું કે,”કેનેડામાં હિંસા અને આતંક માટે કોઈ જગ્યા નથી. જયાં લોકો ખાસ કરીને એમના સમુદાયને લીધે ડર અને ધમકીમાં જીવે છે, ત્યાં સરકારને સક્રિય થવું જ પડે છે.”

ભારત-કેનેડા સંબંધોની પૃષ્ઠભૂમિ
ગયા વર્ષે, કેનેડાના RCMP એ દાવો કર્યો હતો કે ભારતીય ગેંગો કનેડામાં ખાલિસ્તાન સમર્થકો અને વ્યવસાયીઓને ટાર્ગેટ કરે છે. જોકે, ભારતે આ આરોપોને નિષ્ફળ ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે તે આર્થિક ગુનાઓ સામે કેનેડા સાથે સહયોગ માટે પ્રતિબદ્ધ છે.

Related Posts

પૂર્વ CM શંકરસિંહ વાઘેલાની 9 વર્ષ બાદ Congressમાં ઘરવાપસીની તૈયારી! અમિત ચાવડાએ કરી પુષ્ટિ…..

B INDIA ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ફરી એક વખત મોટી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા એટલે કે ‘બાપુ’ની Congressમાં સંભવિત ઘરવાપસી અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. ગુજરાત Congress પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શંકરસિંહ વાઘેલા સાથે કોંગ્રેસમાં જોડાણ અંગે હાઈકમાન્ડ સ્તરે ચર્ચા ચાલી રહી હોવાના સંકેત આપ્યા છે. બીજી તરફ, શંકરસિંહ વાઘેલાએ પણ આ વાતને લઈને ‘હા, સાચી વાત’ કહી હોવાના અહેવાલો છે. જોકે, હાલની સ્થિતિમાં શંકરસિંહ વાઘેલા સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે એવી જાહેરાત થઈ નથી. તેથી તેમની ‘ઘરવાપસી’ને હાલ ચર્ચા અને વાટાઘાટોના તબક્કામાં જોવામાં આવી રહી છે. અમિત ચાવડાના નિવેદનથી રાજકારણ ગરમાયું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નિવેદન બાદ શંકરસિંહ…

Gujaratમાં ડેન્ગ્યુ-મેલેરિયાના કેસોમાં ઘટાડો, આરોગ્ય વિભાગની સઘન કામગીરી 2026 Huge Relief

Gujaratમાં ડેન્ગ્યુ-મેલેરિયા પર આરોગ્ય વિભાગની સઘન નજર, કેસોમાં નોંધપાત્ર ઘટાડો ગાંધીનગર: Gujaratમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે. આ અંતર્ગત આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાઓ તેમજ મહાનગરપાલિકા વિસ્તારોમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન રાજ્યમાં ચાલી રહેલી રોગ નિયંત્રણ, નિદાન અને સર્વેલન્સ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને ડેન્ગ્યુના ઝડપી નિદાન માટેની વ્યવસ્થાઓ, સીરમ સેમ્પલના ટેસ્ટિંગ તેમજ શંકાસ્પદ દર્દીઓની તપાસ અંગે આરોગ્ય વિભાગ પાસેથી માહિતી મેળવવામાં આવી હતી. Gujarat:મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *