શશિ થરૂરે પાકિસ્તાનના નાપાક કૃત્યને લઈ કર્યું ટ્વિટ, જાણો શું કહ્યું

લાંબા તણાવ બાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે કરાર થયો. પરંતુ યુદ્ધવિરામના થોડા કલાકો પછી જ પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું, જેના પર કોંગ્રેસ નેતા શશિ થરૂરે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ઉનકી ફિતરત હૈ મુકરજાને કી, ઉનકે વાદો પે યકીન કેસે કરું.

ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કરાર અંગે કોંગ્રેસના સાંસદ શશિ થરૂર કહે છે કે, ‘આપણે એવી પરિસ્થિતિમાં પહોંચી ગયા હતા જ્યાં તણાવ બિનજરૂરી રીતે નિયંત્રણ બહાર થઈ રહ્યો હતો.’ આપણા માટે શાંતિ જરૂરી છે. સત્ય એ છે કે 1971 ની પરિસ્થિતિ 2025ની પરિસ્થિતિ નથી. તફાવતો છે… આ એવું યુદ્ધ નહોતું જેને આપણે ચાલુ રાખવા માંગતા હતા. અમે ફક્ત આતંકવાદીઓને પાઠ ભણાવવા માંગતા હતા અને તે પાઠ ભણાવી દેવામાં આવ્યો છે. મને ખાતરી છે કે સરકાર પહેલગામ ભયાનક ઘટના માટે જવાબદાર લોકોને ઓળખવા અને ધરપકડ કરવા માટે તેના પ્રયાસો ચાલુ રાખશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમય સુધી ચાલી રહેલા તણાવ બાદ, શનિવારે ઘણા દેશોની મદદથી યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી, પરંતુ યુદ્ધવિરામના થોડા કલાકો પછી જ, પાકિસ્તાને ઘણા ભારતીય વિસ્તારોમાં ડ્રોનથી ફાયરિંગ કર્યું અને જમ્મુના નાગરોટ આર્મી બેઝ પર ગોળીબાર થયો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

VGRC દક્ષિણ ગુજરાત 2026: સુરતમાં રશિયા-યુક્રેનના રાજદ્વારીઓએ લીધો શાંતિનો અનુભવ, ધ્યાન સત્ર બન્યું આકર્ષણનું કેન્દ્ર

સુરત, ૩ મે: સુરતના હજીરા રોડ પર આવેલી ઓરો યુનિવર્સિટી ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ (VGRC) માત્ર ઉદ્યોગ અને વેપાર પૂરતી સીમિત ન રહેતા, આધ્યાત્મિક શાંતિનું પણ કેન્દ્ર બની છે. આ કોન્ફરન્સમાં મુલાકાતીઓ માટે ખાસ આયોજિત મફત ધ્યાન સત્રો (Meditation Sessions) માં અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ દેશી-વિદેશી મહેમાનોએ હાજરી આપી છે.

India Meteorological Department એલર્ટ: ક્યાંક વરસાદ-પવન, ક્યાંક કાળઝાળ ગરમીનો પ્રકોપ

મે મહિનાની શરૂઆત સાથે દેશભરમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. India Meteorological Department (IMD)ની આગાહી મુજબ 2 મે 2026ના રોજ ભારતના વિવિધ વિસ્તારોમાં મિશ્ર હવામાન રહેશે. ક્યાંક વરસાદ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *