સીમા હૈદરના ઘરમાં ઘૂસી સુરેન્દ્રનગરના વ્યક્તિએ કર્યો હુમલો ! લગાવ્યો આ ગંભીર આરોપ ; જાણો શું છે મામલો

પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ સીમા હૈદર પણ સતત ચર્ચામાં છે. આ દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ સીમાના ઘરમાં ઘૂસી ગયો અને તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જોકે સીમાના પરિવારે અને તેમના પાડોશીએ આરોપીને પકડી પાડ્યો અને પોલીસના હવાલે કર્યો. મહત્વનીઓ વાત એ છે આરોપી ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાનો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ ગુજરાતથી બસ દ્વારા અહીં આવ્યા હતા. જ્યારે તે સીમા હૈદરના ઘરે પહોંચ્યો ત્યારે તેણે દરવાજો બંધ જોયો. તેણે દરવાજો ખખડાવ્યો, ત્યારબાદ સીમાએ દરવાજો ખોલ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપીએ સીમાનું ગળું દબાવવા અને તેને થપ્પડ મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ ઘટના દરમિયાન લોકો ત્યાં ભેગા થઈ ગયા. ઘટનાની માહતી મળતા જ રાબુપુરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી આરોપીને કસ્ટડીમાં લીધો છે.

આરોપીની પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો થયો છે. આરોપી ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાનો રહેવાસી છે. ઓળખ તેજસ જાની તરીકે થઈ છે, જે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ટીબી હોસ્પિટલ પાસે રહેતા જયેન્દ્ર ભાઈનો પુત્ર છે.  આ સાથે જ તેમણે સીમા હૈદર પર આરોપ પણ લગાવ્યા છે. પોલીસને પ્રાથમિક તપાસમાં આરોપી માનસિક બીમાર હોય તેવું લાગી રહ્યું છે. આરોપીએ કહ્યું કે સીમા હૈદરે તેના પર બ્લેક મેજિક કર્યું છે.

વધી ઘરની સુરક્ષા
આ ઘટનાને લઈને સીમા હૈદર અને સચિન મીણાના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સીમા હૈદર 2023 માં પાકિસ્તાનથી નેપાળ થઈને રોડ માર્ગે ભારત આવી હતી. તેણીએ દાવો કર્યો હતો કે PUBG રમતી વખતે તેણી ગ્રેટર નોઈડાના રહેવાસી સચિન સાથે પ્રેમમાં પડી ગઈ હતી. બંનેના લગ્ન પણ થઈ ગયા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

સરકારના ખાતામાં ₹3.5 લાખ કરોડ જમા કરાવશે RBI! ઇતિહાસમાં પહેલીવાર બનશે કિસ્સો

દેશની આર્થિક સ્થિતિ માટે મોટા અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. Reserve Bank of India (RBI) નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારને અત્યાર સુધીનું સૌથી મોટું સરપ્લસ ડિવિડન્ડ ટ્રાન્સફર…

ગૃહ વિભાગની મોટી કાર્યવાહી: નશાબંધી વિભાગના 5 અધિકારીઓને સાઈડ પોસ્ટિંગ, ગેરરીતિની તપાસ તેજ

રાજ્યના ગૃહ વિભાગે નશાબંધી અને આબકારી વિભાગમાં મહત્વપૂર્ણ પગલું લેતાં પાંચ અધિકારીઓને હાલની જવાબદારીઓમાંથી દૂર કરીને સાઈડ પોસ્ટિંગ આપ્યા છે. આ કાર્યવાહી કેમિકલના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ માટેની મંજૂરી પ્રક્રિયામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *